________________
તપાગચ્છની પટ્ટાવલી
લોકૈશ્વ વૃદ્ધશાલાયાં સ્થિતાત્ શ્રીવિજયચન્દ્રસમુદાયો વૃદ્ધશાલિક ઇત્યુક્તઃ । તથા લઘુશાલાયાં સ્થિતત્વાત્ શ્રીદેવેન્દ્રસૂરિમિશ્રિતસમુદાયસ્ય લઘુશાલિક ઇતિ ખ્યાતિઃ । યથા પૌર્ણિમીયકમતોત્સત્ત્વનન્તરં તત્કૃતિપક્ષભૂતસ્ય તીર્થસ્થ ચતુર્દશીયક ઇતિ નામ ।।
૫૯
સં.૧૩૦૨માં દેવેન્દ્ર ઉજ્જયિનીના મહેભ્ય જિનચંદ્રના બે પુત્રો નામે વીરધવલ અને ભીમસિંહને જૈન દીક્ષા આપી. સં.૧૩૨૩માં (ક્વચિત્ ૧૩૦૪માં) વીરધવલનું વિઘાનન્દસૂરિ નામ આપી સૂરિપદ આપ્યું અને ભીમસિંહનું ધર્મકીર્તિ નામ આપી ઉપાધ્યાયપદ આપ્યું. વિદ્યાનન્દે વ્યાકરણ બનાવ્યું. કહ્યું છે કે :
વિદ્યાનન્દાભિધું યેન કૃત વ્યાકરણું નવું । ભાતિ સર્વોત્તમં સ્વલ્પસૂત્ર બહુર્થસંગ્રહું ।।
– મુનિસુંદરની ‘ગુર્વાવલી’, શ્લોક ૧૭૧.
દેવેન્દ્ર નીચલા ગ્રંથો રચ્યા ઃ શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર[]વૃત્તિ ૨, નવ્યકર્મગ્રંથપંચકસૂત્ર[સ]વૃત્તિ ૨, સિદ્ધપંચાશિકાસૂત્રવૃત્તિ ૧, ધર્મરત્નવૃત્તિ ૧, સુદર્શનાચરિત્ર ૧, ત્રણ ભાષ્ય ૩, સિરિઉસહવદ્ઘમાણ વગેરે સ્તવો.
કૈચિત્તુ શ્રાવકદિનકૃત્યસૂત્ર ચિરન્તનાચાર્યન્તરકૃમિત્યાહુઃ ।।
દેવેન્દ્રનું સ્વર્ગગમન માલવામાં સં.૧૩૨૭માં થયું, અને તેમના નિમાયલા ઉત્તરાધિકારી વિદ્યાનંદસૂરિનું વિદ્યાપુરમાં તેને તેરમે દિવસે મરણ થયું, તેથી વિદ્યાનંદના ભાઈ ધર્મકીર્તિ ઉપાધ્યાયે ધર્મઘોષનું નામ ધરી સૂરિપદ લીધું.
દેવેન્દ્રસૂરિનું સંસારી નામ દેવસિંહ. વંશ પોરવાડ. આચાર્યપદ સંભવતઃ સં.૧૨૮૫માં. સં.૧૩૧૯માં એમની અને વિજયચંદ્રસૂરિ વચ્ચે ખંભાતમાં મતભેદ પડ્યો. દેવેન્દ્રસૂરિને નાની પોસાળમાં ઉતાર્યા તેથી એમનો શિષ્યપરિવા૨ લઘુપોસાળના નામે પ્રસિદ્ધ થયો. તેઓ સં.૧૩૨૭માં માળવામાં (અગર મારવાડના સાંચોરમાં) કાળધર્મ પામ્યા. એમની વિદ્વત્તા અપૂર્વ હતી. એમના ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફ.૫૮૩.
સં.૧૩૦૪માં વિદ્યાનંદને આચાર્યપદવી નહીં, પણ ગણિપદ આપ્યાનું અન્યત્ર નોંધાયું છે.]
૪૬. ધર્મઘોષ :
અહીં સાધુ પૃથ્વીધર અને તેના પુત્ર ઝાંઝણની કથા કહી છે. ધર્મઘોષના ગ્રંથો નીચે પ્રમાણે છે ઃ
Jain Education International
સંઘાચારાખ્યભાષ્યવૃત્તિ, સુઅધમ્મુતિ-સ્તવ, કાસ્થિતિ અને ભસ્થિતિ ૫૨ સ્તવનો, ચતુર્વિશતિજિનસ્તવ ૨૪, શાસ્તાશર્મેતિ નામનું આદિસ્તોત્ર, દેવેન્દ્રેરનિશમ્ નામનું શ્લેષસ્તોત્ર, યુયં યુવા ઇતિ શ્લેષસ્તુતિઓ, જય વૃષભૂતિ આદિસ્તુતિઓ. તેમનું સ્વર્ગગમન સં.૧૩૫૭માં થયું.
For Private & Personal Use Only
www.jainelibrary.org