SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ ચૈત્ય બંધાવ્યું (‘તત્તી સંપ્રત્યપિ પ્રસિદ્ધ') અને આરાસણમાં નેમિનાથ પ્રતિષ્ઠા કરી. તેમણે ‘સ્યાદ્વાદરત્નાકર' નામનો એક પ્રમાણગ્રંથ રચ્યો કે જેમાંથી ચતુર્વિંશતિસૂરિ શાખા જન્મ પામી. દેવસૂરિનો જન્મ સં.૧૧૪૩, દીક્ષા ૧૧૫૨, સૂરિપદ ૧૧૭૪, સ્વર્ગ ૧૨૨૬ના શ્રાવણ વદ ૭ ગુરુ. ૧ ૫૬ આ જ સમયે દેવચંદ્રસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિ વિદ્યમાન હતા તેમણે કુમારપાલને જૈન બનાવ્યા હતા. તેમણે ત્રણ કોટિ ગ્રંથો (ગાથાપ્રમાણ) રચ્યા છે. જન્મસંવત ૧૧૪૫ના કાર્તિક શુદ ૧૫, દીક્ષા ૧૧૫૦માં, સૂરિપદ ૧૧૬૬માં અને સ્વર્ગ ૧૨૨૯. ર [મુનિચંદ્રસૂરિનું બીજું નામ ચંદ્રસૂરિ પણ હોવાનું જાણવા મળે છે. તેઓ બાલબ્રહ્મચારી હતા. જન્મ ડભોઈમાં. પિતા ચિંતક, માતા મોંઘીબાઈ. દીક્ષા બાલવયે યશોભદ્રસૂરિ પાસે. ઉપાધ્યાય વિનયચંદ્રના વિદ્યાશિષ્ય. ૧૨ વસ્તુઓ જ આહારમાં લેનાર, છ વિગય આદિનો ત્યાગ કરનાર, આયંબિલનું તપ કરનાર અને સૌવીરનું પાણી પીનાર. પાટણમાં આચાર્ય શાંતિસૂરિ પાસે ન્યાયાદિ છ દર્શનોનો અભ્યાસ. શ્રુતની બાબતમાં સંઘમાં આધારસ્તંભ. સં.૧૧૭૮ કારતક વદ પના રોજ પાટણમાં સ્વર્ગવાસ. એમના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ૨, ૪૨૪-૨૬ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફ.૩૩૩-૩૪. નવાંગીવૃત્તિકા૨ અભયદેવસૂરિ માટે જુઓ ખરતર. પટ્ટાવલી ૬.૪૨. દેવસૂરિ અપરનામ દેવાચાર્ય, દેવચંદ્રસૂરિ, વાદિદેવસૂરિનો જન્મ ગુજરાતમાં મડાત નગરમાં. પિતા પોરવાડવંશીય શેઠ વીરનાગ, માતા જિનદેવી. દીક્ષાનામ રામચંદ્ર. ‘સકળવાદિમુકુર' કહેવાયા. એમના અન્ય ગ્રંથો ‘પ્રભાતસ્મરણકુલક’, ‘શ્રાવકધર્મકુલક', ‘મુનિચંદ્રગુરુસ્તુતિ' વગેરે. હેમચંદ્રાચાર્ય માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૬.૪૧૧-૬૨, પૃ.૨૮૫-૩૨૦. ૧. સરખાવો પ્રભાવકચિરત્ર, ૨૧, ૨૮૭ : શિખિવેદશિવે જન્મ દીક્ષા યુગ્મશરેશ્વરે । વેદાશ્વશંકરે વર્ષે સૂરિત્વમભવત્પ્રભોઃ ।। ૨સયુગ્મરવૌ વર્ષે શ્રાવણે માસિ સંગતે । કૃષ્ણપક્ષસ્ય સપ્તમ્યામપ૨ાહ્ને ગુરોર્દિને ।। મર્ત્યલોકસ્થિત લોક પ્રતિબોધ્ય પુરંદર- 1 બોધકા ઇવ તે જમ્મુર્દિવં શ્રીદેવસૂરયઃ ।। ૨. સરખાવો પ્રભાવકચરત્ર, ૨૨, પૃ.૮૫૧ ઃ શરવેદેશ્વરે વર્ષે કાર્તિકે પૂર્ણિમાનિશિ । જન્માભવત્પ્રભોોમબાણશંભૌ વ્રતં તથા ।। રસષડીશ્વરે સૂરિપ્રતિષ્ઠા સમજાયત । નન્દ્દ્રય૨વૌ વર્ષેડવસાનમભવત્પ્રભોઃ ।। : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy