________________
તપાગચ્છની પટ્ટાવલી
[‘તત્ત્વાર્થધિગમસૂત્ર'ના રચનાર ઉમા સ્વાતિથી જુદા આ સ્વાતિ છે, જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ક્ર.૩૧.] ૩૧. યશોદેવ :
[જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૩૪.]
વીરાત્ ૧૨૭૨માં એટલે વિ.સં.૮૦૨માં વનરાજે અણહિલપુર પાટણ સ્થાપ્યું. વીરાત્ ૧૨૭૦માં એટલે વિ.સં.૮૦૦માં ભાદ્રપદ શુક્લ ૩ને દિને આમ રાજાને જૈન ધર્મમાં લાવનાર બપ્પભટ્ટિનો જન્મ થયો હતો, અને તેમનું સ્વર્ગગમન વીરાત્ ૧૩૬૫માં એટલે વિ.સં.૮૯૫ના ભાદ્રપદ શુક્લ ૬ને દિને થયું હતું,
આ વખતે લક્ષ્મણાવતીમાં (ગૌડદેશમાં) ગૌડવધ’ના કર્તા વાતિરાજ, તથા કાન્યકુબ્જના રાજા યશોવર્મન્ વિદ્યમાન હતા. જુઓ પ્રભાવકચરિત્ર, ૯.
૩૨. પ્રદ્યુમ્ન.
૩૩. માનદેવ : ‘ઉપધાનવાચ્ય’ અને બીજા ગ્રંથોના કર્તા.
૩૪. વિમલચંદ્ર :
[જુઓ ખરતર. પટ્ટાવલી ૬.૩૫.]
૩૫. ઉદ્યોતન : વીરાત્ ૧૪૬૪ એટલે વિ.સં.૯૯૪માં સર્વદેવસૂરિને (બીજા કહે છે કે આઠ સૂરિઓને) મોટા વડ નીચે અર્બુદાચલ ઉપર આવેલ ટેલીગ્રામમાં સૂરિપદ આપ્યાં. આંહીથી બૃહદ્ અથવા વડ(વટ)ગચ્છ (પાંચમું નામ) ઉત્પન્ન થયો.
ખરતર. પટ્ટાવલી પ્રમાણે ઉદ્યોતનના એક શિષ્ય વર્ધમાન વિ.સં.૧૦૮૮માં સ્વર્ગસ્થ થયા. તે સાલ ખરી હોય તો સર્વદેવને સૂરિપદ આપવાની સાલ મોડી જોઈએ. [જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૩૮.] ૩૬. સર્વદેવ :
અયં ચ શ્રીસુધર્મસ્વામિનઃ પચ્ચદશપટ્ટમૃતશ્ચન્દ્રગચ્છસંજ્ઞાહેતોઃ શ્રીચન્દ્રસૂરેરેકવિંશતિતમો બૃહદ્ગચ્છસંજ્ઞાયાઃ પ્રથમ આચાર્યઃ । કેચિત્તુ શ્રીસંભૂતવિજયશ્રીભદ્રબાહુ ૧ શ્રીઆર્યંમહાગિરિસુહસ્તિનૌ ૨ શ્રીસુસ્થિતસુપ્રતિબદ્ધસૂરિ ૩ ચેતિ યુગલત્રયાણામપ્યાચાર્યણાં પૃથક્ પૃથક્ પટ્ટધરત્વવિવક્ષયા શ્રીમહાવીરસ્યાપિ ગણનાપંક્તૌ પ્રક્ષેપાચ્ય શ્રી મહાવીરાત્ એકોનવિંશતિતમં શ્રીચન્દ્રસૂરિ વદન્તિ । તદિહન વિવક્ષિતં તીર્થંકૃતઃ કસ્યાપિ પટ્ટધરત્વાભાવાત્ । યુગલત્રયે ચૈકૈકÅવ સંતાનસ્ય પ્રવર્તનાત્। તસ્માત્ શ્રીસુધર્માસ્વામિતઃ શ્રીસર્વદેવસૂરિઃ ષટ્દ્અંશત્તમપટ્ટધર ઇતિ બોધ્યું । કેચિત્ શ્રીપ્રદ્યુમ્નસૂરિમુપધાનપ્રકરણપ્રણેતૃશ્રીમાનદેવસૂરિ ચ પટ્ટધરતયા ન મન્યાં ! તદભિપ્રાયેણ ચતુરૂંશત્તમ ઇતિ ।।
૫૩
આ ઉપરાંત નીચેના શ્લોકો પણ (મુનિસુન્દરસૂરિએ સં.૧૪૬૬માં બનાવેલી ‘ગુર્વાવલી’માંથી) ટાંક્યા છે :
ચરિત્રશુદ્ધિ વિધિવજ્જનાગમાત્ વિધાય ભવ્યાનભિતઃ પ્રબોધયત્ ચકાર જૈનેશ્વરશાસનોન્નતિં યઃ શિષ્યલધ્યાભિનવો નુ ગૌતમઃ || ૧ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org