________________
ખરતરગચ્છની પટ્ટાવલી
૪૧
ઇતિહાસ એમણે “આચારદિનકર' (સં.૧૪૬૮) અને ‘સ્વપ્નપ્રદીપ' એ કૃતિઓ રચી હોવાનું જણાવે છે, જે માહિતી અન્યત્રથી સમર્થિત થતી નથી.
(ઉપરની પટ્ટાવલીના બધા સમયનિર્દેશ બરાબર મેળમાં જણાતા નથી.) લઘુ ખરતર શાખા અથવા શ્રીમાલગચ્છ અથવા જિનપ્રભસૂરિ-પરંપરા
| મુખ્ય પરંપરાના ૪૭. જિનેશ્વરના અનુસંધાનમાં.) ૪૮. જિનસિંહઃ તેઓ લાડણના શ્રીમાળી હતા. સં. ૧૨૮૦માં ગુરુજીના હાથે આચાર્ય થયા. તેમનાથી સં.૧૩૩૩ (સં.૧૩૩૧)માં ‘લઘુ ખરતરગચ્છ' નીકળ્યો, જેનું બીજું નામ શ્રીમાલગચ્છ પણ છે.
૪૯. જિનપ્રભ ? હીલવાડીમાં તાંબગોત્રના શેઠ રત્નપાલ અને ખેતલદેવીના પુત્ર. જ્યનામ સુહડપાલ. દીક્ષા સં.૧૩૨૬. આચાર્યપદ સં.૧૩૪૧ કિઢવાણાનગરમાં. તેઓ દિલ્હીમાં બાદશાહ મહમ્મદ તઘલકને સં.૧૩૮૫માં મળ્યા હતા અને એમનો આદર પ્રાપ્ત કર્યો હતો. તેમણે સં.૧૩૪૯માં નાગેન્દ્રગચ્છીય આચાર્ય મલ્લિણ પાસે અભ્યાસ કર્યો હતો. તેમને ચૂર્ણ સરસ્વતી અને પ્રત્યક્ષ સરસ્વતી' એમ બે બિરુદો મળ્યાં હતાં. તેમણે “વિવિધતીર્થકલ્પ' વગેરે ઘણાં ગ્રંથો અને સ્તોત્રો રચેલાં છે. (યાદી. માટે જુઓ જન પરંપરાનો ઈતિહાસ, ૨, ૪૬૭.)
૫૦. જિનદેવ : કુલધર શાહ અને વીરણીના પુત્ર. તેઓ લક્ષણ, છંદ, નાટક વગેરેના વિદ્વાન હતા. તેમણે “કાલકાચાર્યકથા'ની રચના કરી છે.
૫૧. જિનમેરુ અને જિનચંદ્ર. પ૨. જિનહિત. પ૩. જિનસર્વ. ૫૪. જિનચન્દ્ર. ૫૫. જિનસમુદ્ર. ૫૬. જિનતિલક : સં.૧૫૧૧. ૫૭. જિનરાજ. ૫૮. જિનચંદ્ર : સં.૧૫૮૫. ૫૯. જિનમેર અને જિનભદ્ર : સં. ૧૬૦૦. ૬૦. જિનભાનુ : સં. ૧૬૪૧.
ખરતર ભાવહર્ષીય શાખા (જુઓ મુખ્ય પરંપરામાં ૬૧. જિનચંદ્રના પેટામાં) ભાવહર્ષ : શાહ કોડા અને કોડમદેના પુત્ર હતા. સાગરચન્દ્રસૂરિ શાખાના કુલતિલકજીના શિષ્ય. સં.૧૬૦૬માં એમણે ઉપા. કનકતિલક આદિની સાથે કઠિન ક્રિયાઉદ્ધાર કર્યો હતો. સં.૧૫૯૩ અને ૧૬૧૨ની વચ્ચે કોઈ વર્ષે માહ સુદ ૧૦ના રોજ ગચ્છનાયક જિનમાણિજ્યસૂરિએ એમને ઉપાધ્યાયપદ આપ્યું હતું. એ સરસ કવિ હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org