________________
૪૦
‘ઉસભપંચાસિયા’ ૫૨ ‘લલિતોક્તિ’ નામે વૃત્તિ રચી.
:
૫૦. શ્રીચંદ્ર ઃ એમના રાજ્યે દેવભદ્રસૂરિશિ. શ્રીતિલક ઉપાધ્યાયે ‘ગૌતમપૃચ્છા’ ૫૨ વૃત્તિ રચી, સં.૧૪મી સદી ઉત્તરાર્ધ.
જૈન ગૂર્જર કવિઓ : ૯
શ્રીચંદ્રે ચારુચંદ્ર, જિનભદ્ર અને ગુણશેખરને સૂરિપદવી આપી હતી.
સંઘતિલક : જૈન પરંપરાનો ઇતિહાસ' એમને પ્રભાનંદની પાટે બતાવે છે. તેમણે સં.૧૪૨૨માં ‘સમ્યક્ત્વસતિ'ની વૃત્તિ રચી હતી.
૫૧. દેવેન્દ્ર ઃ એ સંઘતિલકના પટ્ટધર હતા. તેમણે વિમલચંદ્રકૃત ‘પ્રશ્નોત્તરરત્નમાલિકા’ પર વૃત્તિ (સં.૧૪૨૯), પ્રાકૃત ‘દાનોપદેશમાલા’ સંસ્કૃત ટીકા સાથે તથા ‘ત્રિંશચતુર્વિંશત’નાં ૧૦ સ્તવનો રચ્યાં છે.
સોમતિલક : દેવેન્દ્રસૂરિ એમને પોતાના જ્યેષ્ઠ ગુરુબંધુ કહે છે, પણ જૈન પરંપરાનો ઇતિહાસ' એમને પણ સંઘતિલકના પટ્ટધર બતાવે છે. એમણે ‘વીરકલ્પ’ (સં.૧૩૮૯), ‘શીલોપદેશમાલા’ પરની ‘શીલતરંગિણી’ નામે વૃત્તિ (સં.૧૩૯૨), ‘ષટ્કર્શનટીકા’(સં.૧૩૯૨), ‘લઘુસ્તવટીકા’ (સં.૧૩૯૭) તથા ‘કુમારપાલપ્રબંધ’ એ કૃતિઓ રચી છે.
સોમતિલકની પાટે હેમચંદ્રસૂરિ આવ્યા હતા એવું ‘જૈન પરંપરાનો ઇતિહાસ' નોંધે
છે.
ગુણચંદ્ર : જૈન પરંપરાનો ઇતિહાસ' એમને સંઘતિલકના ત્રીજા પટ્ટધર બતાવે છે. પરંતુ અન્યત્ર એમને ગુણશેખરસૂરિ (જેમને શ્રીચંદ્રે સૂરિપદવી આપી હતી)ના શિષ્ય કે પટ્ટધર બતાવેલા છે. તેઓ સં.૧૪૧૫માં હયાત હતા.
૫૨. હર્ષસુંદર અને દેવસુંદર ઃ દેવેન્દ્રશિ. લક્ષ્મીચંદ્ર સં.૧૪૬૫માં રચાયેલી ‘સંદેશરાસક’ પરની પોતાની સંસ્કૃત ટીકામાં આમને બન્નેને દેવેન્દ્રના એ સમયે વિદ્યમાન પટ્ટધર કહે છે.
અભયદેવ ઃ ‘જૈન પરંપરાનો ઇતિહાસ' એમને ગુણચંદ્રની પાટે બતાવે છે. એમના રાજ્યમાં ગુણચંદ્ર શિ. ગુણાકરસૂરિએ સં.૧૪૨૬માં ‘ભક્તામરસ્તોત્ર-વૃત્તિ' રચી છે. ધનપ્રભ ઃ જૈન પરંપરાનો ઇતિહાસ' મુજબ ગુણચંદ્રના બીજા પટ્ટધર. પ્રતિમાલેખ સં.૧૫૧૮ તથા ૧૫૨૫.
પ૩. જયાનંદ ઃ અભયદેવની પાટે. સં.૧૪૬૮માં વિદ્યમાન.
ચારિત્રપ્રભ : ધનપ્રભની પાટે, સં.૧૫૮૦માં વિદ્યમાન.
૫૪, વર્ધમાન : અભયદેવના શિષ્ય અને જયાનંદના પટ્ટધર જૈન પરંપરાનો યસ્માદાસીદસીમપ્રશમમુખગુણૈરદ્વિતીયો વરેણ્યઃ ષટ્કર્કગ્રન્થવેત્તાડભયપદપુરતો દેવનામા મુનીન્દ્રઃ 1 યસ્માત્ પ્રાલેયશૈલાદિવ ભુવનજનવ્રાતપાવિત્ર્યહેતુજંશે ગપ્રવાહઃ સ્ફુટદુરુકમલો રુદ્રપક્ષીયગચ્છઃ ।।
– પ્રશ્નોત્ત૨૨ત્નમાલિકાવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org