SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૩૯ (અહીં પટ્ટાવલી અટકે છે.) [આ પછી “ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ’ નીચે પ્રમાણે પરંપરા આપે છે : ૭૨. જિનસિદ્ધ. ૭૩. જિનચંદ્રઃ અત્યારે વિદ્યમાન.] પૂર્તિ [ખરતરગચ્છની જે-જે શાખાઓનો આ મુખ્ય શાખાના નિરૂપણમાં ઉલ્લેખ થયો છે તે બધી વિશે પછીથી માહિતી આપવામાં આવી નથી. તેમાંની કેટલીક શાખાઓ તથા અન્ય કેટલીક વિશે “જૈન પરંપરાનો ઇતિહાસ' અને “ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ'ના આધારે અહીં માહિતી આપવામાં આવે છે.] ખરતર રુદ્રપલીય શાખા (રુદ્રપલીય ગચ્છ) (મુખ્ય શાખાના ૩. જિનવલ્લભના અનુસંધાનમાં) ૪૪. જિનશેખર ઃ તેઓ પણ કૂર્ચપુરીના ચૈત્યવાસી જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. તે ગુરુની આજ્ઞાથી પં. જિનવલ્લભગણિની સાથે જ અભયદેવસૂરિ પાસે સિદ્ધાંત ભણવા આવ્યા હતા. અને સંવેગી થતાં જિનવલ્લભના શિષ્ય બન્યા હતા. તેઓ જિનવલ્લભની પાટે આવ્યા. તેઓ ખરતરગચ્છની સામાચારીને માનતા નહોતા. આથી રુદ્રપલીયને ખરતરની શાખા માનવી કે કેમ પ્રશ્ન છે. “ખરતર’ નામ પણ એણે છોડ્યું છે, અને આચાર્યોના નામ પૂર્વે જિન' શબ્દ પણ લગાડાતો નથી. ૪૫. પદ્મચંદ્ર. ૪૬. વિજયસિંહ ઃ તેમનાં બીજાં નામો વિજયચંદ્ર અને વિજયેન્દુ પણ મળે છે. ૪૭. અભયદેવ ? એ પાચંદ્રના શિષ્ય હતા. તેમણે કાશીની સભામાં મોટા વાદીને હરાવ્યો, તેથી કાશીરાજે તેમને “વાદિસિંહ'નું બિરુદ આપ્યું હતું. તેમણે સં.૧૨૭૮માં શ્રીઅંકિત “જયંતવિજય-મહાકાવ્ય' બનાવ્યું હતું. તેમનાથી મધુકરગચ્છનું રુદ્રપલ્લીપગચ્છ એવું બીજું નામ પડ્યું.' ૪૮. દેવભદ્ર ઃ સં.૧૩૦૨માં આદિનાથની પ્રતિષ્ઠા કરી. ૪૯. પ્રભાનંદ : એમણે “વીતરાગસ્તોત્ર' પર ‘દુર્ગપદપ્રકાશ' નામે ટીકા તથા ૧. ખરતરગચ્છની સં.૧૫૮૨ની “પદ્ય-પટ્ટાવલીમાં સં.૧૧૬૯માં અને ગદ્ય-પટ્ટાવલીઓમાં સં.૧૨૦૪-૧૨૦પમાં આ. જિનશખરથી રુદ્રપલ્લીય ગચ્છની ઉત્પત્તિ બતાવી છે. પરંતુ રુદ્રપલીય આ. સિંહતિલકસૂરિ લખે છે કે – પટ્ટે તદીયડભયદેવસૂરિરાસી દ્વિતીયોડપિ ગુણાદ્વિતીયઃ + જાતો થતોડ્યું જયતીહ રુદ્રપલ્લીપગચ્છઃ સુતરામતુચ્છઃ || – સમ્યત્વસતિવૃત્તિ-પ્રશસ્તિ આ. દેવેન્દ્રસૂરિ જણાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy