________________
૩૮
જૈન ગૂર્જર કવિઓ : ૯
બાઈ ફૂલાએ કરી. સં.૧૭૯૭ આસો વદિ ૬ દિને જેસલમેર , સ્વર્ગવાસ.
૬૭. જિનકીર્તિ : મારવાડવાસી ખીસરા ગોત્રના શાહ ઉગ્રસેન પિતા, ઉચ્છરંગદેવી માતા. સં. ૧૭૭૨ વૈશાખ સુદિ ૭ ફલવર્ધી (ફલોધી)માં જન્મ, કિસનચંદ્ર મૂલનામ, સં. ૧૭૯૭માં જેસલમેરૂમાં ભટ્ટારકપદ. અનેક દેશમાં વિહાર. પૂર્વદેશમાં સમેતશિખરાદિની તીર્થયાત્રા કરી મુકસુદાબાદમાં ત્રણ ચોમાસાં કર્યો. પછી વિહાર કરી વિક્રમપુરે આવ્યા. પછી સં.૧૮૧૯માં વિક્રમપુરે સ્વર્ગવાસ કર્યો.
સં.૧૮૦૩નો તેમનો પ્રતિષ્ઠાલેખ મળે છે, જુઓ ના.૧.
૬૮. જિનયુક્ત : મારવાડવાસી વુહરા ગોત્રના શાહ હંસરાજ પિતા, લાછલદેવી માતા. સં.૧૮૦૩ વૈશાખ સુદિ પ જન્મ, મૂલનામ જીમણ. સં.૧૮૧૫ જિનકીર્તિસૂરિ પાસે દીક્ષા. અનેક શાસ્ત્રનો અભ્યાસ. સં.૧૮૧૯ ભટ્ટારકપદ વિક્રમપુરમાં, તેનો ઉત્સવ ગોલચ્છાએ કર્યો. ત્યાંથી વિહાર કરી જેસલમેરુ દુર્ગમાં સં.૧૮૨૩ આસો ૧૨ દિને સ્વર્ગવાસ.
સ્વિર્ગવાસની તિથિ આસો વદ ૧૨ નોંધાયેલ છે.)
૬૯. જિનચંદ્ર: ગ્રામ ભગૂવાવાસી રેહડ ગોત્રના સાહ ભાગચંદ્ર પિતા, માતા ભક્તાદેવી. સં. ૧૮૦૩ ચૈત્ર સુદિ ૧૩ જન્મ. સં. ૧૮૨૦ જિયુક્તસૂરિ પાસે દીક્ષા. વ્યાકરણાદિમાં અભ્યાસ, પરમતખંડન પ્રવીણ. સં.૧૮૨૪ જેસલમેરમાં આચાર્યપદ, તેનો ઉત્સવ લાખ ખર્ચી ભૂપાલ મૂલસિંઘે કર્યો. અન્યદા રતલામમાં ચાતુર્માસ, ત્યાં જિનબિંબ-પ્રતિષ્ઠા કરી. ત્યાંથી શત્રુંજયાદિની યાત્રા કરી વિક્રમપુર આવ્યા. એકદા તેમના મુખથી ધર્મ સાંભળી વિક્રમપુરનો રાજા પરમ શ્રાવક થયો. આ સૂરિ જેસલમેરમાં સં.૧૮૭૫ કાર્તિક સુદિ પૂર્ણિમાએ સ્વર્ગવાસ પામ્યા.
[માતાનામ યશોદા પણ મળે છે. તેઓ વ્યાકરણ અને સિદ્ધાંતના વિદ્વાન હતા.]
૭૦. જિનઉદય : સૌવમપાલ ગામના વોલ્વરા ગોત્રના શાહ જયરાજ પિતા, જયદેવી માતા. સં.૧૮૩૨ માઘ સુ.૭ જન્મ, સં.૧૮૪૭ માગસર સુદિ ૩ જિનચંદ્રસૂરિ પાસે દીક્ષા. સં.૧૮૭૫ માગશર સુદિ ૫ જેસલમેર દુર્ગમાં આચાર્યપદ, ઉત્સવ સંઘવી તિલોકચંદે હજાર ખર્ચ કર્યો. અન્યદા મંદસોર ગયા, ત્યાં સં.૧૮૯૩ વૈશાખ સુદિ ૩ ઋષભજિનબિંબ પ્રતિષ્ઠિત કર્યું. વિક્રમપુરે સં.૧૮૯૭ વૈશાખ સુદિ ૬ શાંતિનાથબિંબની પ્રતિષ્ઠા. સં.૧૮૯૭ વૈશાખ સુદિ ૧૩ વિક્રમપુરે સ્વર્ગગમન.
૭૧. જિનમ : સાણિયાલા ગામના વાસી શાહ પૃથ્વીરાજ ભાય પ્રભાદેવીના પુત્ર. સં. ૧૮૬૬ આષાઢ સુદ ૧ પુષ્ય નક્ષત્રે જન્મ, હુકમચંદ મૂલનામ. સં. ૧૮૮૩ વૈશાખ સુદિ ૩ જિનઉદયસૂરિ પાસે દીક્ષા. કસ્તુરચંદ્રગણિ પાસે બાલ્યાવસ્થામાં શાસ્ત્રનું પઠન. સં.૧૮૯૭ જ્યેષ્ઠ સુદિ પ વિક્રમપુરે ભટ્ટારકપદ, તેનો ઉત્સવ ડાગા સુરતરામજીએ કર્યો. ત્યાર પછી ભટ્ટારકે ઈદોરમાં ઋષભબિંબની પ્રતિષ્ઠા કરી. ત્યાં સંઘનો દ્વિધાભાવ નિવાર્યો. પછી મનોદગામમાં પાર્શ્વબિંબ પ્રતિષ્ઠા કરી. પછી શત્રુંજયાદિની તીર્થયાત્રા કરી વિક્રમપુરે આવ્યા. ત્યાં ઘણા વખત સુધી પદ ભોગવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org