SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૩૭ વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના સંઘપતિ સોમજી પુત્ર રૂપજીએ કરાવેલા શત્રુંજય ઉપરના ચતુર્ધાર વિહાર માટે શ્રી ઋષભાદિ જિનની ૫૦૧ પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. આવા જિનમતની ઉન્નતિ કરનાર, અંબિકાએ આપેલ વર ધારણ કરનાર, સમસ્ત તર્ક વ્યાકરણ છંદ અલંકાર કવિ કાવ્ય આદિ વિવિધ શાસ્ત્રના જ્ઞાતા, શ્રાવકોથી સ્થાને સ્થાને માન્ય, પરમ સંવેગી, ભાગ્ય-સૌભાગ્યવાળા ભટ્ટારક શ્રી જિનસાગરસૂરિ અહમદાવાદ નગરે સં. ૧૭૨૦ના જ્યેષ્ઠ વદિ ૩ને દિને ૧૧ દિન અનશન કરી સ્વપટ્ટ જિનધર્મસૂરિને સ્થાપી સર્વ શિષ્યોને શિખામણ આપી સ્વર્ગે ગયા. આ આઠમો બૃહત્નરતર નામનો મૂલ ગચ્છે. આ રીતે ૧૧ ગચ્છભેદ ખરતરગચ્છના. [દીક્ષાનામ સામેલમુનિ અને પછીથી સિદ્ધસેન. સં.૧૬૮૬માં ગચ્છનાયક જિનરાજસૂરિ અને જિનસાગરસૂરિ વચ્ચે કોઈ અજ્ઞાત કારણથી મનભેદ થતાં બે શાખા જુદી પડી. જિનરાજસૂરિની પરંપરા ભટ્ટારકિયા અને જિનસાગરસૂરિની પરંપરા આચારજિયા નામે પ્રસિદ્ધ થઈ. સ્વર્ગવાસનું વર્ષ ૧૭૧૯ પણ નોંધાયું છે.] ૬૪. જિનધર્મ : ભણશાલી ગોત્રના વિકાનેરવાસી . રિણમલ, ભાય રતનાદેના પુત્ર. સં.૧૬૯૮ પોષ સુદિ ૨ અભિજિત નક્ષત્રે જન્મ, ખરહથ મૂલનામ. સં.૧૭... વૈશાખ સુદ ૩ દિને જિનસાગરસૂરિ પાસે દીક્ષા. વાદી હર્ષનંદનગણિ પાસે બાલ્યવયમાં શાસ્ત્રોનું પઠન કર્યું. સં. ૧૭૧૧ માઘ સુદિ ૧૨ આચાર્યપદમહોત્સવ ચદ્ધ (?) ભાર્યા વિમલાદેએ કર્યો. સં.૧૭૨૦માં વિક્રમપુરે ભટ્ટારકપદમહોત્સવ ગોલવચ્છા અચલદાસજીએ કર્યો. પછી ભટ્ટારક જિનધર્મસૂરિએ સાહ ઉગ્રસેન રતનકૃત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સંઘયાત્રા કરી; વળી શત્રુંજયે ષષ્ઠ-અષ્ટમાદિ તપ કર્યા. સર્વ દેશે વિહાર કર્યો. સં. ૧૭૪૬ મૃગશિર વદિ ૮ જિનચંદ્રસૂરિને ગચ્છભાર આપી સ્વપટ્ટે સ્થાપી લૂણકરણસરમાં સ્વર્ગસ્થ થયા. [માતાનું નામ મૃગાદે પણ મળે છે.] ૬૫. જિનચન્દ્રઃ વાવડીયગ્રામવાસી વહરા ગોત્રના શાહ સામલદાસ અને સાહિબતાના પુત્ર, સં. ૧૭૨૯માં જન્મ, સુખમલ્લ નામ. સં. ૧૭૩૮માં જિનધર્મસૂરિ પાસે દીક્ષા. સં. ૧૭૪૬ માગસર સુદિ ૧૨ લૂણકરણસરમાં ભટ્ટારકપદ, તેનો ઉત્સવ છાજહડ રતનસી જોધાણીએ કર્યો. દેશવિહાર. સં.૧૭૮૫ વીકાનેરમાં જિનવિજયસૂરિને આચાર્યપદ પોતે આપ્યું. પછી પોતે સં. ૧૭૯૪ જ્યેષ્ઠ સુદિ ૧૫ વીકાનેરમાં ૬૫ વર્ષની ઉંમરે સ્વર્ગે ગયા. [માતાનું નામ સાહિબદે.. ૬૬. જિનવિજય : નાહટા ગોત્રના શાહ ડુંગરસી અને દાડિમદેના પુત્ર. સં. ૧૭૪૭માં જન્મ, નામ રતનસી. સં.૧૭પ૩માં જિનચંદ્રસૂરિ પાસે દીક્ષા. સં.૧૭૮પમાં વિકાનેરમાં આચાર્યપદ, તેનો ઉત્સવ હાજીખાનડેરાવાસી ડેહરા થાહરુમલે કર્યો. સં. ૧૭૯૪માં વાંકાનેરમાં ભટ્ટારકપદ, તેનો ઉત્સવ ડાગા પુંજાણીએ કર્યો, પ્રભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy