SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૩૩ (ઉપરની હકીકત “ખરતગચ્છ વેગડશાખાની કંઈક માહિતી એ નામના પં. હરગોવિન્દદાસ ત્રિ. શેઠના લેખમાંથી એકઠી કરી છે. જુઓ જૈન શ્વે. કૉન્ફરન્સ હેરલ્ડ પત્રનો ખાસ ઇતિહાસ-અંક, જુલાઈ-ઓક્ટોબર : સને ૧૯૨૫.) [‘ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ' આ પછી નીચે મુજબ પરંપરા આપે છે ? ૬૩. જિનસુંદર. ૬૪. જિનઉદય. ૬૫. જિનચંદ્ર. ૬૬. જિનેશ્વર : સં.૧૮૬૧. ૬૭. નામ પ્રાપ્ય નથી. ૬૮. જિનમચંદ્ર : સં.૧૯૦૨માં સ્વર્ગવાસ.] પાંચમી ખરતર પિપ્પલક શાખા મુિખ્ય પરંપરામાં પ૬. જિનભદ્રમાં જુઓ.] પ૭. જિનવર્ધન : પિપ્પલક ખરતર શાખાના સ્થાપક સં.૧૪૭૪. તેમના સં.૧૪૬૯, ૧૪૭૩, ૧૪૭પના પ્રતિષ્ઠાલેખો મળી આવે છે. જુઓ નાહરકત જૈન લેખસંગ્રહ બંને ખંડ. સં. ૧૪૭૩, ગે.રે. સં. ૧૪૬૯માં જિનદેવસૂરિશિષ્ય મેરનંદન ઉ.ની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. (દેવકુલપાટક, પૃ. ૨૧). સં.૧૪૭૩માં ચૈત્ર સુદી ૧૫ના દિવસે જેસલમેરમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. (જુઓ શ્રીધર રામકૃષ્ણકૃત બીજો રિપોર્ટ, પૃ.૯૩). પૂનાના ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં ‘તાત્પર્યપરિશુદ્ધિ' નામનું પુસ્તક તાડપત્ર પર લખાયેલું છે તેની અંતે “સંવત્ ૧૮૭૧ વર્ષે શ્રી ખરતરગચ્છ શ્રી જિનરાજરિપટ્ટ શ્રી જિનવર્ધનસૂરીણાં પુસ્તક લખેલું છે. તેિમણે સં. ૧૪૭૪માં શિવાદિત્યની “સપ્તપદાર્થોની વૃત્તિ અને ‘વાભટ્ટાલંકારની. વૃત્તિ બનાવી.] ૫૮. જિનચંદ્ર : સં. ૧૪૮૬માં તેમણે જિનવર્ધનસૂરિની મૂર્તિ બનાવરાવી અને આદિનાથપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. જુઓ નાહરકત જેન લેખસંગ્રહ. આ સંગ્રહના બીજા ખંડમાં સં. ૧૪૬૯ અને ૧૪૭૬ના પ્રતિષ્ઠાલેખો છે. પ૯. જિનસાગર : સં.૧૪૯૧થી ૧૫૧૦ સુધીના પ્રતિષ્ઠાલેખો મળે છે. એટલેકે ૧૪૯૧-૯૪-૯૫-૯૬-૯૭, ૧પ૦૧-૦૩-૦૭-૦૯-૧૦, ના.૨; ૧૪૯૫–૧૫૦૩૧૦, ૧૫૨૦(?), બુ.૧; સં.૧૫૦૫, જિ. ૨. સં.૧૪૮૯ના ફાલ્ગન સુદિ ૩ના દિવસે જાઓરમાં સુપાર્શ્વજિનયુત દેવકુલિકાની, ૧૪૯૧માં દેવકુલપાટકમાં સ્વગુરુ જિનચંદ્રસૂરિની મૂર્તિની, સં.૧૮૯૪માં નાગદા ગામમાં શાંતિબિંબની, તથા ૧૪૯૬ જ્યેષ્ઠ સુદિ ૩ બુધવારે કરેડા (કરહેડા)ના મંદિરમાં વિમલનાથની દેવકુલિકાની પ્રતિષ્ઠા કરી હતી. જુઓ તે-તે ગામોના શિલાલેખો, દેવકુલપાટક, પૃ.૧૭–૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy