________________
જૈન ગૂર્જર કવિઓ : ૯
કરી. રુદ્રપલ્લીંગચ્છના આચાર્યો સં. ૧૪૨૨માં તેમને પાટણમાં આચાર્યપદવી આપી આ. જિનેશ્વર નામ રાખ્યું.] .
પપ. જિનશેખર. પ૬ જિનધર્મ. ૫૭. જિનચંદ્ર ઃ
આ સૂરિના રાજ્યમાં સં. ૧૫૮૮માં પં. દેવભદ્રગણિએ સ્વશિષ્ય પં. મહિમમંદિરમુનિના પઠના દુર્ગસિંહકૃત ‘કાતંત્રવ્યાકરણવૃત્તિની પ્રત લખી છે.
[પછીના આચાર્યોના સમય મળે છે તે જોતાં સં.૧૫૮૮માં હયાત જિનચંદ્ર આ હોય એ સંભવિત નથી.]
૫૮. જિનમેરુ : [સ્વર્ગસ્થ સં.૧૫૭૨.] ૫૯. જિનગુણ :
[જિનગુણપ્રભ કે ગુણપ્રભને નામે પણ ઓળખાય છે. જન્મ સં.૧૫૬૫ માગશર સુદ ૪ ગુરુવાર. પિતા વચ્છરાજ, છાજહડ ગોત્ર, જૂઠી શાખા, મૂળનામ ભોજ. જિનમેરુસૂરિનો સ્વર્ગવાસ થતાં મંડલાચાર્ય જયસિંહસૂરિએ ભટ્ટારકપદ પર સ્થાપવા માટે છાજડ ગોત્રની વ્યક્તિની શોધ કરી. અને વચ્છરાજે પોતાનો પુત્ર અર્પણ કર્યો. દીક્ષા સં.૧૫૭૫. પદસ્થાપના સં. ૧૫૮૪ ફાગણ સુદ ૪ જોધપુરમાં. વડગચ્છીય પુણ્યપ્રભસૂરિએ સૂરિમંત્ર આપ્યો. સ્વર્ગવાસ સં.૧૬૫૫ વૈશાખ સુદ ૯, અનશનપૂર્વક.]
૬૦. જિનેશ્વર :
[એમણે ‘ગુણપ્રભસૂરિ પ્રબંધ' રચ્યો છે, જેમાં જિનગુણપ્રભ વિશેની ઉપર નોંધેલી માહિતી છે.]
૬૧. જિનચંદ્ર : બાફણા ગોત્ર, પિતાનું નામ રૂપસી.
[બીકાનેરનિવાસી, માતા રૂપાદે, જન્મનામ વીરજી દીક્ષા જેસલમેરમાં લઘુવયે, દીક્ષાનામ વીરવિજય. સ્વર્ગવાસ સં.૧૭૧૩ પોષ ૧૧ શુક્રવાર અનશનપૂર્વક.]
૬૨. જિનસમુદ્ર : એમણે ભાષામાં કેટલીક નાનીનાની કૃતિઓ રચી છે જેવી કે ઉદયપુરસ્થ શ્રી શાંતિનાથ જિનસ્તોત્ર (૨૧ કડીનું), પાર્શ્વનાથગીત, વિધિ ચૈત્રી પૂર્ણિમા ગર્ભિત શત્રુંજય તીર્થ સ્તવન, પંચમી તપ રૂપક વર્ધમાન જિન સ્તોત્ર સં. ૧૬૯૮માં સમિયાણાનગરે, સ્થૂલભદ્ર સઝાય બે – એક ૧૪ અને બીજી ૧૭ કડીની, જીવ અને કરણીનો સંવાદ, પંચમી સ્તોત્ર ૯ કડી, ચંદ્રોપમાગર્ભિત પાર્શ્વનાથ સ્તવ ૧૩ કડી, સીમંધર સ્વામી વિનતિ સ્તોત્ર સં.૧૬૯૮ શિવાણામાં, અધ્યાત્મપચીસી વગેરેવગેરે.
આ સૂરિના પસાયથી “ગુરુજિનગર્ભિત ચતુર્વિશતિ સ્તવ' વેગડશાખાના જ મહિમાહર્ષે સં.૧૭૨૨ના સંવત્સરી દિને (ભાદ્રપદ શુદિ ૫) સ્તંભતીર્થમાં ભાષામાં રચ્યું છે, તે ઉપરથી ઉપરની પટ્ટપરંપરા લીધી છે.
[ગોત્ર શ્રીમાલ. પિતા હરરાજ, માતા લખમાદેવી.]
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org