________________
ખરતરગચ્છની પટ્ટાવલી
૩૧
ગોલચ્છા જ્ઞાનચંદજી વગેરેએ કર્યો. વાંકાનેરના મહારાજાએ બે-ચાર વખત સૂરિનાં દર્શન કર્યા, અને ગજનેરાદિમાં ભક્તિ કરી. સૂરિ મુર્શિદાબાદ ગયા ત્યાં સં. ૧૯૨૪ ફાગણ વદિ ૪ દૂગડ પ્રતાપચંદ્રસિંહના પુત્ર રાવબહાદુર લક્ષ્મીપતિસિંહ અને ધનપતિસિંહની બનાવેલ ચાર જિનપાદુકાઓ સમેતશિખરજી પર પ્રતિષ્ઠિત કરી. અજીમગંજમાં પ્રતિષ્ઠા સં. ૧૯૨૬ ફાગણ શુદિ ૭. વીકાનેર આવ્યા સં. ૧૯૨૯. ત્યાં કુંથુનાથજીના મંદિરમાં પ્રતિષ્ઠા સં.૧૯૩૧ જેઠ શુદિ ૧૦, તથા ચિંતામણિજીના દેરાસરમાં જિનબિંબપ્રતિષ્ઠા સં.૧૯૩૨. સ્વર્ગગમન વીકાનેરમાં સં.૧૯૩પ કાર્તિક વદિ ૧૨.
૭૩. જિનચંદ્ર (૯) : ગોલચ્છાગોત્રીય. આચાર્યપદ સં. ૧૯૩૫ માઘ શુદિ ૧૧. હાલ વિદ્યમાન છે.
(૪.૭૧ પછી “મહાજનવંશ મુક્તાવલીમાં નીચે પ્રમાણે પટ્ટધર આપેલ છે :) સં.૧૮૯૨માં જિનમહેન્દ્રસૂરિથી ૧૧મો ગચ્છભેદ નીકળ્યો.
આ જિનમહેન્દ્રના પ્રતિમાલેખો સં. ૧૮૯૩-૯૬-૯૭-૧૯૦૬-૧૦-૧૩-૧૪ માટે જુઓ ના. ૨. સં. ૧૮૯૩-૧૯૦૩ ગે.રે.
૭૨. જિનહિંસ : પ્રતિમાલેખો સં. ૧૯૨૦-૨૧-૨૫-૩ર-૩૪, જુઓ ના. ૨.
[ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહમાં અગરચંદ્ર નાહટા જિનસૌભાગ્યની પાટે જિનહંસસૂરિને જ બતાવે છે.]
૭૩. જિનચંદ્ર : પ્રતિમાલેખો સં. ૧૯૫૦-૫૧-૫૬, ના. ૨. ૭૪. જિનકીર્તિ : વર્તમાન ભટ્ટારક. [આ પછી “ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ' (સં.૧૯૯૪) એક નામ ઉમેરે છે ? ૭૫. જિનચારિત્ર : હાલ વિદ્યમાન.].
ચોથી ખરતર વેગડ શાખા આ શાખાની સ્થાપના ધર્મવલ્લભગણિએ કરી. જુઓ મૂલ પટ્ટાવલી ક.૫૪ જિનોદયની નીચે. તે પોતાને પ૩માં જિનચંદ્રસૂરિના શિષ્ય – પટ્ટધર ગણાવે છે.
૫૪. ધર્મવલ્લભ અપરનામ પછીથી જિનેશ્વરસૂરિ : સં.૧૪૨૨માં વેગડગચ્છની સ્થાપના. છાજડહા મૂલગોત્ર, પિતા ઝાંઝણ, માતા ઝબકુ. તેમણે માલૂનો મદ ઉતાર્યો. અણહિલવાડમાં ખાનને પરતો પૂર્યો ને મહાજનના બંદ છોડાવ્યા. રાજનગરમાં મહમદશાહ(બેગડો ?)ને પ્રતિબોધ્યો ને શાહે તેમને વેગડનું બિરુદ આપ્યું. સાચોર વગેરે સ્થલે વિહાર કર્યો. શક્તિપુરમાં સં.૧૪૩૦માં સ્વર્ગવાસ કર્યો.
[માલૂગોત્રીય ગુરુભ્રાતાનો મદ ઉતાર્યો હતો. ઉપાધ્યાય ધર્મવલ્લભના દોષો જાણવામાં આવતાં તેમને આચાર્ય બનાવાયા નહીં. તેમના કુટુંબીઓ મંત્રી વગેરે અધિકારપદે હતા. ધનવાળા હતા. ઉપા. ધર્મવલ્લભે સાચોર જઈ વારાહી દેવીની સાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org