________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
સેઠિયા ગોત્રના સાહ અમીચંદે કરાવેલ સમ્મેતશિખરિગિરના ભાવવાળા મંદિરમાં પ્રતિષ્ઠા કરી. સિદ્ધાચલગિરિ પ્રતિ જતાં મંડોવરમાં સં.૧૮૯૨ કા.વ.૯ દિને સ્વર્ગવાસ કર્યો.
૩૦
આ જિનહર્ષસૂરિના પ્રતિમાલેખો સં.૧૮૬૩-૬૪-૭૧-૭૩-૭૫-૭૭-૮૫-૮૯, જુઓ ના. ૨; તથા ૧૮૫૫-૬૧-૭૧-૭૪-૭૫-૭૭-૧૯૦૦ માટે જુઓ ના.૧; તથા સં.૧૮૮૫-૮૭-૮૮-૯૧, જુઓ ગે.રે. આના રાજ્યમાં આ પટ્ટાવલીકાર ક્ષમાકલ્યાણે સં.૧૮૬૦માં જેસલમેરમાં ‘પર્યુષણાષ્ટાલિક' રચ્યું.
અહીં હસ્તલિખિત પટ્ટાવલી અટકે છે કે જે સંવત ૧૮૬૭માં લખાયેલી છે.
ક્વાટ
૭૧. જિનસૌભાગ્ય ઃ મારવાડ-વાસ્તવ્ય સવાઈ સેરડા ગ્રામે સં.૧૮૬૨માં જન્મ, મૂલનામ સુરતરામ, ગણધર ચોપડા કોઠારી ગોત્રના શાહ કરમચંદ પિતા, કરુણાદેવી માતા. સં.૧૮૭૭માં સિંધિયા દોલતરાવના લશ્કરમાં દીક્ષા, સૌભાગ્યવિશાલ દીક્ષાનામ. સં.૧૮૯૨ માર્ગશીર્ષ સુદિ ૭ ગુરુવારે વિક્રમનગરે (વીકાનેરે) ખજાનચી સાહ લાલચંદ સાલમસિંહના કરેલા મહોત્સવપૂર્વક સૂરિપદ મળ્યું. (એક ખરતરગચ્છ પટ્ટાવલીમાંથી,)
(હવે ‘ગચ્છમતપ્રબંધ'માંથી. તેમાં આખી પટ્ટાવલી ૪૨મા પટ્ટધરથી આપી છે જેમાં ક્ષમાકલ્યાણની પટ્ટાવલીનો સાર આવે છે. જુઓ પૃ.૨૩૪થી ૨૭૯.)
યાવજ્જીવ એકલઠાણાં, શાલદુશાલા વગેરે ઓઢવાનો ત્યાગ અને પાદિવહારનો નિયમ સાચવ્યો. વીકાનેરના મહારાજા રત્નસિંહ અને સરદારસિંહ અત્યંત ભક્તિવાળા થયા ને સુવર્ણમુદ્રિકા વડે ચરણકમલની પૂજા કરી. મુર્શિદાબાદમાં ચોમાસું ને નેમિનાથના બિંબની પ્રતિષ્ઠા. કલકત્તામાં. ત્યાં ગડ બાબુ પ્રતાપસિંહનો ઉત્સવ. બાલુચરમાં ઇંદ્રચંદ્રજીએ તેમના ઉપદેશથી શત્રુંજયનો સંઘ કાઢ્યો. રસ્તામાં ચંપાનગરીમાં વીકાનેરના સંઘે બનાવેલા જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરી. સં.૧૯૦૨માં સિદ્ધગિરિ. તે વર્ષમાં વીકાનેર આવ્યા ત્યાં સુપાર્શ્વનાથના મંદિરમાં પ્રતિષ્ઠા સં.૧૯૦૪ માઘ શુદિ ૧૦, ને ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરનાં જિનબિંબોની પ્રતિષ્ઠા સં.૧૯૦૫ વૈશાખ શુદિ પ. મંડોવરમાં ખરતરગચ્છ-અધિષ્ઠાયક ગોરા નામના ક્ષેત્રપાલને પ્રસન્ન કર્યો સં.૧૯૦૬ માગસર શુદિ ૧૩. વીકાનેરમાં પ્રતિષ્ઠા સં.૧૯૧૪ આષાઢ શુદિ ૧, નાલગામમાં પ્રતિષ્ઠા સં.૧૯૧૬ વૈશાખ વિદ ૬. વીકાનેરમાં સ્વર્ગવાસ સં.૧૯૧૭ માઘ શુદિ ૩. આ સૂરિના પ્રતિમાલેખો સં.૧૮૯૩, ૧૯૦૫ ના.૨; સં.૧૯૦૦–૦૩-૦૪-૦૭૧૦ ના.૧; સં.૧૯૧૦ ગે.રે.
૭૨. જિનસિંહ : કુલટી ગામના ગોતાણી ગોત્રના શાહ મનસુખ પિતા, જયદેવી માતા. જન્મ સં.૧૯૦૦, મૂલનામ હિતરામ. દીક્ષા વીકાનેરમાં સં.૧૯૧૭ ફાગણ વિદે ૫. તે ઉત્સવ ચોપડા કોઠારી ગોવરચન્દ્રે કર્યો. દીક્ષાનામ હિતવલ્લભ. પછી આચાર્યપદ. તેનો ઉત્સવ વચ્છાવત અમરચંદજી તથા ઝાલારાપાટણ-નિવાસી છાજેડ ભૂરામલજી તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org