________________
ખરતરગચ્છની પટ્ટાવલી
૨૯
ગામ વીકાનેર, જન્મ કલ્યાણસર ગ્રામમાં સં.૧૮૦૯માં થયો. મૂલનામ અનુપચંદ્ર. દીક્ષા મંડોવરમાં સં.૧૮૨૨માં લીધી, દીક્ષાનામ ઉદયસાર, સૂરિપદ ગૂઢામાં સં.૧૮૩૪ના. આશ્વિન વદિ ૧૩ને દિને મેળવ્યું. મરણ સૂરતમાં સં.૧૮૫૬ના જ્યેષ્ઠ શુદિ ૩ને દિને થયું.
દીક્ષાનામ આ પ્રતમાં દયાસાર આપ્યું છે. સૂરિપદ વખતે ગૂઢામાં મૂકડ ચોપડા ગોત્રીય દોસી લકખા સાહે ઉત્સવ કર્યો હતો. ત્યાંથી મહેવાદિપુરનાં ચૈત્ય વંદી ગૌડીપાર્શ્વને નમી ક્રમે જેસલમેર, વીકાનેરમાં ચિંતામણિ પાર્શ્વનાથાદિની યાત્રા કરી. જેસલમેરમાં આવશ્યાદિ યોગક્રિયા કરી. પછી અયોધ્યા કાસી ચંદ્રાવતી પાટલીપુત્ર ચંપા મકસુદાબાદ સમેતશિખર પાવાપુરી રાજગૃહ મિથિલા દુતારા-પાર્શ્વનાથ ક્ષત્રિયકુંડ કાકંદી હસ્તિનાગપુરાદિની યાત્રા કરી. તે પૂર્વદેશમાં લક્ષ્યાઉ નગરે નાહટા ગોત્રના સુશ્રાવક રાજા નામે વચ્છરાજે ત્રણ ચાતુર્માસ મહોત્સવથી કરાવ્યાં. ત્યાં બહુ ફેલાયેલ પ્રતિમોત્થાપક મત નિરાકૃત કર્યો. તે નગરના ઉદ્યાનમાં રાજાએ જિનકુશલસૂરિનો સ્તૂપ કરાવ્યો. ત્યાંથી ગિરનાર, શત્રુંજય તીર્થની યાત્રા કરી. પાદલિપ્તપુર(પાલીતાણા)માં પરપક્ષીય સાથે વિવાદ કરી તેમને જીત્યા, રાજાએ બહુમાન કર્યું. ત્યાંથી એક વર્ષ પછી મોરવાડ ગામમાં ગોડીપાર્જની યાત્રાએ આવેલ એક લાખથી વધારે માણસોના સંઘમાં ત્યાંના અમાત્યાદિ પ્રધાન પુરુષના વચનથી બંને ભટ્ટારકોનો પરસ્પર મેળ થયો. ત્યાંથી દક્ષિણદેશમાં અંતરિક્ષ પાર્થની યાત્રા કરી. સૂરતમાં સં.... માં સ્વર્ગવાસ કર્યો. ક્ષ.
પ્રતિમાલેખ સં. ૧૮૪૪-૪૮-૪૯-૫૬, ના.૧; ૧૮૪૯ ના.૨.
અહીં ક્ષમાકલ્યાણ મુનિની પટ્ટાવલી મુખ્યપણે સં.૧૮૩૦ ફાગણ સુદિ ૯ દિને જીર્ણગઢમાં રચાયેલી પૂર્ણ થાય છે. તે મુનિ, જિનભક્તસૂરિના શિષ્ય પ્રીતિસાગરના શિષ્ય અમૃતધર્મના શિષ્ય હતા. તેમણે આના રાજ્યમાં સં. ૧૮૫૦માં વીકાનેરમાં ‘જીવવિચારવૃત્તિ રચી હતી.
૭૦. જિનહર્ષ : જન્મ વાલીયા ગ્રામમાં થયો. પિતા શાહ તિલોકચંદ અને માતા તારાદેવી, ગોત્ર મીઠડિયા બહરા. દીક્ષા આઊંગ્રામમાં સં.૧૮૪૧માં લીધી, સૂરિપદ સૂરતમાં સં.૧૮૫૬ના જ્યેષ્ઠ શુદિ ૧૫ ને દિને મળ્યું.
ઉક્ત પટ્ટાવલીની અનુપૂર્તિમાં આપેલ છે તે પ્રમાણે : સૂરિપદ લીધા પછી સુરતમાં જ ચૈત્યબિંબપ્રતિષ્ઠા કરાવી. તથા સં.૧૮૬૦ અક્ષય ત્રીજે દેવીકોટવાસી સંઘ બનાવેલ દેવગૃહમાં ૧પ૦ બિંબોની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૬૬. ચૈત્ર સુદિ ૧૧ને દિને ગિડિયા સંઘપતિ રાજારામ, લૂણિયા ગોત્રના સાત તિલોકચંદે કાઢેલા સંઘ કે જેમાં સવાલાખ શ્રાવક, ૧૧૦૦ સાધુ હતા તેની સાથે ગિરનાર-કુંડરીકાદિની યાત્રા કરી. સં. ૧૮૭૦માં શિખરગિરિની યાત્રા કરી. વળી સં. ૧૮૭૬માં સંઘ સાથે તે જ ગિરિની યાત્રા કરી. ત્યાર પછી દક્ષિણ દેશમાં અંતરીક પાર્શ્વનાથ, મગસી પાર્શ્વનાથ, ધુલેવગઢ ઇત્યાદિની તીર્થયાત્રા કરી. સં. ૧૮૮૭ આષાઢ સુદિ ૧૦ દિને વીકાનેરમાં સીમંધર સ્વામીના મંદિરમાં ૨૫ બિંબોની પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૮૯ મા.સુ. ૧૦ દિને વીકાનેરમાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org