________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
વાસ ઇન્દપાલસર ગ્રામમાં. જન્મ સં.૧૭૭૦ના જ્યેષ્ઠ શુદિ ૩ને દિને થયો, મૂલનામ ભીમરાજ. દીક્ષા સં.૧૭૭૯ના માઘ શુદિ ૭ને દિને લીધી, દીક્ષાનામ ભક્તિક્ષેમ. સૂરિપદ રિણીમાં સં.૧૭૮૦ના જ્યેષ્ઠ વદ ૩ને દિને (દશ વર્ષની વયે !) મળ્યું; મરણ કચ્છ દેશના માંડવીમાં સં.૧૮૦૪ના જ્યેષ્ઠ શુદિ ૪ને દિને થયું.
સૂરિપદમહોત્સવ રિણીપુરના સંઘે કર્યો અને પટ્ટધર આચાર્યે પોતાના હસ્તથી આચાર્યપદ આપ્યું. ગૂઢા નગરમાં અજિતજિનચૈત્યમાં પ્રતિષ્ઠા કરી હતી. તેમના ભક્તિમાન શિષ્યો નામે રાજસોમ ઉપાધ્યાય, રામવિજય ઉપાધ્યાયાદિ સેવા કરતા હતા ત્યારે સ્વર્ગવાસ પામ્યા.ક્ષ.
૨૮
૬૮. જિનલાભ : પિતા શાહ પચાયણદાસ, માતા પદ્માદેવી, ગોત્ર બોહિત્યા. વતન વીકાનેર (પણ) જન્મ વાપેઉ ગ્રામમાં સં.૧૭૮૪ના શ્રાવણ શુદિ પને દિને થયો, મૂલનામ લાલચંદ્ર. દીક્ષા જેસલમેરુમાં સંવત ૧૭૯૬ના જ્યેષ્ઠ શુદિ ૬ને દિને લીધી, દીક્ષાનામ લક્ષ્મીલાભ. પદસ્થાપના માંડવીમાં સં.૧૮૦૪ના જ્યેષ્ઠ શુદિ પને દિને થઈ. તેમણે ઘણી યાત્રાઓ અને પ્રતિષ્ઠાઓ કરી. તેમનું મરણ ગૂઢામાં સં.૧૮૩૪ના આશ્વિન વદી ૧૦ને દિને થયું.
પદસ્થાપના વખતે છાજડહ ગોત્રના સાહ ભોજરાજે નંદિમહોત્સવ કર્યો હતો. ત્યાંથી જેસલમેરુ, વીકાનેર આદિ અનેક પુરે વિહાર કરી સં.૧૮૧૯ જ્યેષ્ઠ વદ ૫ને દિને ૭૫ સાધુ સાથે શ્રી ગોડીપાર્શ્વની યાત્રા કરી. પછી સં.૧૮૨૧ ફાગણ સુદિ ૧ને દિને ૮૫ મુનિઓ સહિત અર્બુદાચલયાત્રા કરી. પછી ઘાણેરાવ-સાદડી ગામે આવી ૫૨પક્ષીને જીત્યા. પછી તે દેશના રાણપુરાદિ પંચતીર્થી વંદી વેનાતટ, મેડતા, રૂપનગર, જયપુર, ઉદયપુર આદિ નગરે વિહાર કરી સં.૧૮૨૫ વૈશાખ સુદ ૧૫ને દિને ૮૮ મુનિ સાથે શ્રી લેવગઢના અધિષ્ઠિત ઋષભદેવની યાત્રા કરી. પછી પલ્લિકા, સત્યપુર, રાધનપુર આદિ સ્થલે વિહાર કરી શ્રી શંખેશ્વર પાર્શ્વની યાત્રા કરી શેઠ ગુલાબચંદ શેઠ ભાઈદાસ શ્રી સંઘના આગ્રહથી સૂરત ગયા. ત્યાં સં.૧૮૨૭ વૈશાખ સુદિ ૧૨ દિને આદિ-ગોંત્રીય સાહ નેમિદાસના પુત્ર ભાઈદાસે કરાવેલ ત્રણ ભૂમિના પ્રાસાદમાં શીતલનાથ, સહસ્રફણા પાર્શ્વ, ગોડી પાર્શ્વ આદિ ૧૮૧ બિંબોની પ્રતિષ્ઠા કરી, તથા સં.૧૮૨૮ વૈશાખ સુદિ ૧૨ને દિને ત્યાં જ દેવગૃહમાં શ્રી મહાવીર આદિ ૮૨ બિંબોની પ્રતિષ્ઠા કરી. ભરૂચ, રાજનગર, ભાવનગર, ઘોઘા, પાલીતાણા યાત્રાર્થે ગયા. ત્યાં શત્રુંજયની યાત્રા ૭૫ મુનિ સહિત સં.૧૮૩૦ માથ દિ ૫ દિને કરી. ત્યાંથી જૂનાગઢ આવી તે જ વર્ષના ફાગણ સુદિ ૯ દિને ૧૦૫ સાધુ સહિત ગિરનારમંડન નેમિજિનની યાત્રા કરી. ત્યાંથી વેલાકૂલપત્તન(વેરાવલ), નવાનગર જઈ, કચ્છદેશ માંડવીમાં ગુરુપદ-સ્થાપનાને વંદી ક્રમે રાઉપુર નગરે ચિંતામણિપાર્શ્વ વંદી સં.૧૮૩૩ ચૈત્ર વિદ ૨ને દિને ગોડીપાની યાત્રા કરી. ક્ષ.
પ્રતિમાલેખ સં.૧૮૨૧, જુઓ ના.૧.
૬૯. જિનચન્દ્ર (૮) : પિતા રૂપચંદ્ર, માતા કેસરદેવી, ગોત્ર વછાવત મુંહતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org