SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ખરતરગચ્છની પટ્ટાવલી સં.૧૬૮૬માં આચાર્ય જિનસાગરસૂરિથી આઠમો ગચ્છભેદ નામે લધ્વાચાર્યાય ખરતરશાખા ઉત્પન્ન થઈ અને સમયસુંદરના શિષ્ય હર્ષનન્દને વધારી. (હર્ષનન્દન ‘ઋષિમંડલ-ટીકા'ના કર્તા હતા.) સં.૧૭૮૦માં રંગવિજયગણીએ નવમો ગચ્છભેદ નામે શ્રી રંગવિજય ખરતરશાખા ઉત્પન્ન કરી. અને આ શાખામાંથી શ્રીસારોપાધ્યાયે ૧૦મો ગચ્છભેદ નામે શ્રીસારીય ખરતરશાખા ઉત્પન્ન કરી. (એકાદશસ્તુ બૃહમ્બરતરનામાં મૂલગચ્છ એવમેકાદશભેદઃ ખરતરગચ્છ ) - ૬૪. જિનરત્ન : વાસી સેરુણ ગ્રામના, પિતા શાહ તિલોકશી, માતા તારાદેવી, ગોત્ર લૂણીય, મૂળ નામ રૂપચંદ્ર. સૂરિમંત્ર સં. ૧૬૯૯ આષાઢ શુદિ ૭ને દિને મળ્યો. મરણ અકબરાબાદમાં સં. ૧૭૧૧ના શ્રાવણ વદિ ૭ને દિને થયું. પોતાની માતા સહિત દીક્ષા લીધી હતી. સૂરિમંત્ર જિનરાજસૂરિએ આપ્યો હતો. ઓશવાળ જ્ઞાતિ. જન્મ સં.૧૬૭૦. દીક્ષા ભાઈ અને માતાની સાથે સં. ૧૬૮૪. સૂરિપદ પાટણમાં. એનું વર્ષ ૧૭૦૦ પણ નોંધાયું છે.] ૬૫. જિનચન્દ્ર (૭) : પિતા શાહ આસકરણ, માતા સુપિયાદેવી, ગોત્ર ગણધર ચોપડા, મૂલનામ હેમરાજ, દીક્ષાનામ હર્ષલાભ, પદસ્થાપના સં. ૧૭૧૧ના ભાદ્રપદ વદિ ૧૦ને દિને થઈ અને મરણ સૂરતમાં સં.૧૭૬૩માં થયું. પદસ્થાપનામાં રાજનગરે નાહટા ગોત્રના સાહ જયમલ્લ તેજસીની માતા કસ્તૂરબાઈએ મહોત્સવ કર્યો હતો. ત્યાર પછી તેમણે જોધપુરવાસી સાહ મનોહરદાસે કાઢેલા સંઘ સાથે જઈ શત્રુજયયાત્રા કરી હતી અને મંડોવર નગરે સંઘપતિ મનોહરદાસે કરાવેલા ચૈત્યમાં ઋષભાદિ ૨૪ જિનોની પ્રતિષ્ઠા કરી હતી. ક્ષ પિતાનામ સહસમલ કે સહસકરણ તથા માતાનામ રાજલદે પણ મળે છે. દીક્ષા ૧૨ વર્ષની વયે અને પદસ્થાપના ૧૮ વર્ષની વયે. એમણે કેટલાંક સ્તવનો રચ્યાં છે.] ૬૬. જિનસૌખ્ય : પિતા શાહ રૂપસી, માતા સુરૂપા, ગોત્ર સાહલેચા બુહરા, વાસ ફોગપત્તનમાં. જન્મ સં. ૧૭૩૯ના માર્ગશીર્ષ શુદિ ૧પને દિને થયો. દીક્ષા પુણ્યપાલસર ગ્રામમાં સં. ૧૭૫૧ના માઘ શુદિ પને દિને લીધી, દીક્ષાનામ સુખકીર્તિ. સૂરિપદ સં.૧૭૬૩ના આષાઢ સુદ ૧૧ને દિને મળ્યું. મરણ રિણીમાં સં.૧૭૮૦ના જ્યેષ્ઠ વદિ ૧૦ને દિને થયું. સૂરિપદ વખતે સૂરતબંદરવાસી ચોપડા ગોત્રના પારિખ સામીદાસે ૧૧ હજાર રૂપિયા ખર્ચી પદમહોત્સવ કર્યો હતો. પછી એકદા ઘોઘા બંદરે નવખંડ પાર્શ્વનાથની યાત્રા કરી. ક્ષ. [ગોત્ર પીચાનખ બુહરા અને માતાનામ રતનાદે પણ મળે છે. સૂરિપદ સૂરતમાં. એનું વર્ષ ૧૭૬૨ પણ મળે છે.] ૬૭. જિનભક્તિઃ પિતા શાહ હરિચંદ્ર અને માતા હરિ સુખદેવી, ગોત્ર શેઠ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy