________________
જૈન ગૂર્જર કવિઓ : ૯
અકબરે યુગપ્રધાનપદ આપ્યું.'
સં.૧૬૨૧માં ભાવહર્ષોપાધ્યાયે ૭મો ગચ્છભેદ નામે ભાવહર્ષીય ખરતરશાખા સ્થાપી.
૬૨. જિનસિંહ : પિતા શાહ ચાંપસી, માતા ચતુરંગદેવી, ગોત્ર ગણધર ચોપડા, જન્મ ખેતાસર ગ્રામમાં સં.૧૬૧૫ના માર્ગશીર્ષ શુદિ પૂર્ણિમાને દિને, મૂળનામ માનસિંહ. દીક્ષા વીકાનેરમાં સં.૧૬૨૩ના માર્ગશીર્ષ વદિ ૫, વાચકપદ જેસલમેરૂમાં સં.૧૬૪૦ માઘ શુદિ ૫, આચાર્યપદ લાહોરમાં સં.૧૬૪૯ ફાલ્ગન શુદિ ૨, સૂરિપદ વેનાતટ (બિલાડા – મારવાડ)માં સં.૧૬૭૦, મરણ મેડતામાં સં.૧૬૭૪ પોષ વદિ ૧૩ને દિને થયું.
લાહોરમાં આચાર્યપદ વખતે વીકાનેરવાસી મંત્રી કર્મચંદ્ર મહોત્સવ કર્યો. ક્ષ. સં. ૧૬૬૭–૭૭ના પ્રતિમાલેખ, જુઓ બુ.ર. સ્વિર્ગવાસની તિથિ પોષ સુદ ૧૩ પણ મળે છે.]
૬૩. જિનરાજ (૨) : પિતા શા ધર્મસી, માતા ધારલદેવી, ગોત્ર બોહિન્દરા. જન્મ સં.૧૬૪૭ વૈશાખ શુદિ ૭. દીક્ષા વીકાનેરમાં સં.૧૬૫૬ના માર્ગશીર્ષ શુદિ ૩, દીક્ષાનામાં રાજસમુદ્ર, વાચકપદ સં.૧૬૬૮ અને સૂરિપદ મેડતામાં સં.૧૬૭૪ના ફાલ્ગન શુદિ ૭ને દિને મળ્યું. તેમણે ઘણી પ્રતિષ્ઠા કરી. દાખલા તરીકે સં.૧૬૭પ વૈશાખ શુદિ ૧૩ ને શુક્રવારે (રાજનગરવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના સંઘપતિ સોમજીપુત્ર રૂપજીએ કરાવેલ ચતુર્ધાર વિહારમાં) શત્રુંજય ઉપર તેમણે ઋષભ અને બીજા જિનોની ૫૦૧ મૂર્તિઓ બનાવરાવી. તેમણે “નૈષધીયકાવ્ય” પર “જેનરાજી' નામની વૃત્તિ રચી છે અને બીજા ગ્રન્થો રચ્યા છે. મરણ પાટણમાં સં.૧૬૯૯ના આષાઢ શુદિ ૯ને દિને થયું.
વાચકપદ આસાઉલિપુરમાં જિનચંદ્રસૂરિએ આપ્યું. સૂરિપદ વખતે મેડતામાં ચોપડા ગોત્રના સાહ આસકરણે મહોત્સવ કર્યો ને જિનરાજસૂરિ નામ રાખ્યું. તથા બીજા શિષ્ય બોહિન્દરા ગોત્રના સિદ્ધગણિને પણ આચાર્યપદ આપી જિનસાગરસૂરિ નામ આપ્યું. જિનરાજસૂરિએ લોદ્રવપત્તને જેસલમેરુવાસી ભણસાલિક સાહ શાહરુએ ઉદ્ધાર કરેલ વિહારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વની પ્રતિષ્ઠા કરી. (શત્રુંજય પર પ્રતિષ્ઠા કર્યા પછી) ભાનુ (ણ)વડ ગામે સાહ ચાંપસીએ કરાવેલ દેવગૃહમાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રમુખ ૮૦ બિંબોની પ્રતિષ્ઠા કરી. તથા મેડતામાં ગણધર ચોપડા ગોત્રના સંઘપતિ આસકરણ સાહે કરાવેલ ચૈત્યમાં અધિષ્ઠાયક શ્રી શાંતિનાથની પ્રતિષ્ઠા કરી. અંબિકાદત્ત વરથી ઘંઘાણીપુરમાં જૂની મૂર્તિઓ પ્રકટ કરી. ક્ષ.
પ્રતિમાલેખ સં. ૧૬૭૫-૮૯-૮, ના. ૨; ૨૬૭૭-૮૬-૮૮-૯૦, ના. ૧; ૧૬૭૫-૭૭-૮૨, જિ. ૨.
(જન્મ બીકાનેર. જન્મનામ ખેતસી. દીક્ષાની તિથિ માગસર સુદ ૧૩ પણ મળે છે. એમની ગુજરાતી કૃતિઓનો સંગ્રહ “જિનરાજસૂરિકૃતિ-કુસુમાંજલી' પ્રકાશિત થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org