________________
ખરતરગચ્છની પટ્ટાવલી
૨૫
વીકારવાસી વચ્છાસુત મંત્રી કમસિંહે કરાવેલા નમિનાથ ચૈત્યે બિંબપ્રતિષ્ઠા કરી. જેસલમેરામાં કેટલાંક વર્ષો રહ્યા. ત્યારે મુનિમાં શિથિલાચાર થયો, પ્રતિમોત્થાપક મત બહુ વિસ્તાર પામ્યો, પછી વીકાનેરવાસી વચ્છાવત મંત્રી સંગ્રામસિંહ ગચ્છસ્થિતિરક્ષણાર્થે બોલાવ્યા. પોતે દેરાઉર નગરે જિનકુશલસૂરિ યાત્રા કરી પછી ત્યાં જવા વિચાર રાખ્યો. દેરાઉર ગયા. દર્શન કરી જેસલમે આવતાં જલના અભાવથી પિપાસા-પરિષહ થયો. તે વખતે સ્વર્ગવાસ થયો. ક્ષ.
પ્રતિમાલેખ સં. ૧૫૮૩-૯૩-૯૮, બુ. ૧; ૧૫૮૪, બુ. ૨; ૧૬૦૬, ના. ૨.
પિતાનામ રાઉલદેવ અને માતાનામ યણાદેવી પણ નોંધાયેલ છે. આચાર્યપદની તિથિ મહા સુદ પ પણ નોંધાયેલ છે. આચાર્યપદ જિનહસે આપ્યું.]
૬૧. જિનચન્દ્ર (૬) : પિતા શાહ શ્રીવન્ત, માતા સિરિયાદેવી, ગોત્ર રીહડ. જન્મ તિમરી નગર (જોધપુર) પાસેના વડલી ગામમાં સં.૧૫૯૫. દીક્ષા ૧૬૦૪, સૂરિષદ જેસલમેરુમાં સં.૧૬૧૨ના ભાદ્રપદ શુદિ નવમીને (ગુરુ) દિને. તેમણે અકબર બાદશાહને જૈનધર્મી બનાવ્યા એમ કહેવાય છે. તેમને ૯૫ શિષ્યો હતા – સમયરાજ. મહિમારાજ, ધર્મનિધાન, રત્નનિધાન. જ્ઞાનવિમલ વગેરે. તેમનું મરણ વેનાતટે (બિલાડા - મારવાડમાં) સં.૧૬૭૦ના આશ્વિન વદિ બીજને દિને થયું.
સૂરિપદ વખતે જેસલમેર નગરે રાઉત માલદેવ (રાજા)એ નંદિમહોત્સવ કર્યો. ગચ્છનું શિથિલત્વ જોઈ મંત્રી સંગ્રામસિંહપુત્ર કર્મચંદ્રના આગ્રહથી વીકાનેર ગયા. કિયોદ્ધાર કર્યો. પ્રતિમોત્થાપક મતને ટાળ્યો. અહમદાવાદ નગરમાં ચીભડાના વ્યાપારથી આજીવિકા કરનાર અન્યદર્શની પ્રાગ્વાટ જ્ઞાતિના સિવા-સોમજી નામના બે ભાઈઓને પ્રતિબોધી સકુટુંબ મહા ધનવંત શ્રાવક કર્યા. શાસ્ત્રવાદ ૮૪ ગચ્છના મુનિ સમક્ષ કર્યો. સર્વેએ નવાંગીવૃત્તિ કરનાર અભયદેવસૂરિ ખરતરગચ્છ થયા એમ સ્વીકાર્યું. કુમતિકુદ્દાલ” ગ્રંથ અશુદ્ધ બન્યો. તથા ફલોધીમાં પાર્શ્વનાથ મંદિરે તપાગચ્છનાએ દીધેલા તાળાં ઉઘાડ્યાં.. વળી એકદા મંત્રી કર્મચંદ્રના મુખથી ગુરુનું મહત્ત્વ સાંભળી પ્રાતસાહે દર્શનાર્થે બોલાવ્યા તેથીલાહોર નગરે જઈ અકબરને પ્રતિબોધી સકલ દેશ ફરમાણ કઢાવી અઝાન્ડિકામાં અમારિપાલન કરાવ્યું, તથા (એક) વર્ષ સુધી ખંભાતના સમુદ્રના મસ્યોને છોડાવ્યા. પાતસાહે યુગપ્રધાનપદ આપ્યું. તે વખતે જ અમ્બરના આગ્રહથી ગુરુએ જિનસિંહસૂરિને સ્વહસ્તે આચાર્યપદે સ્થાપ્યા. તે વખતે કર્મચંદ્ર મંત્રી મહોત્સવ કર્યો. ૯ ગામ, ૯ હાથી, પ00 ઘોડા યાચકોને આપી સવા કરોડ દ્રવ્ય ખચ્યું. સં. ૧૬૫રમાં પંચ નદી સાધી અનેક દેવાદિ સાધ્યા. સં. ૧૬૬૯ સલેમ પાતસાહે મુનિઓ સામે એક ફરમાણ કાઢ્યું, ગુરુએ જઈ તે ફરમાણ રદ કરાવ્યું. ક્ષ.
જુઓ ‘કર્મચંદ્રમંત્રીપ્રબંધ' પ્રતિમાલેખ સં. ૧૬ ૨૩-૬૧-૬૪ બુ. ૧; ૧૬૫૩-૬૬, ના. ૨; ૧૬૬૧-૬૪,
જિ.૨.
[જન્મનું ગામ ખેતસર પણ નોંધાયું છે. જ્ઞાતિ ઓસવાલ. જન્મ સં.૧૫૯૫ ચૈત્ર વદ ૧૨. જન્મનામ સુલતાનકુમાર. સં. ૧૬૪૯ ફાગણ સુદ ૧૨ના રોજ લાહોરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org