SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ તેમના આદેશથી કમલસંયમોપાધ્યાયે (જિનભદ્રસૂરિશિષ્ય) ઉત્તરાધ્યયન સૂત્ર પર ૧૪૦૦૦ શ્લોકપ્રમાણ ટીકા રચી ને તેનું સંશોધન ભાનુચંદ્ર વાચકે કર્યું. પ્રતિમાલેખ સં. ૧૫૪૭-૪૯, બુ. ૧; ૧૫૩૬-૩૭-૪૮-૧૧-૫૩, ના. ૧; સં. ૧૫૫૩ અને ૧૫૫૫, ના. ૨; સં. ૧૫૩૬, જિ. ૨. [જન્મ સં. ૧૫૦૬, બાહડમેર. આચાર્યપદનું વર્ષ ૧૫૩૩ પણ મળે છે. આચાર્યપદ પુંજપુરમાં.] ૫૯. જિનહંસ : પિતા શાહ મેઘરાજ, માતા કમલાદેવી, ગોત્ર ચોપડા, જન્મ સં.૧૫૨૪. દીક્ષા સં. ૧૫૩૫, પદસ્થાપના સં. ૧૫૫૫ અમદાવાદમાં, મરણ સં.૧૫૮૨ પાટણમાં થયું. પિતા સાહ મેઘરાજ શેત્રાવા નગરના વાસી અને ચોપડાગોત્રીય હતા. સં. ૧૫૫૬ વૈશાખ શુદિ ૩ રોહિણી નક્ષત્રે વીકાનેર નગરમાં કરમસી મંત્રીએ પીરોજી લાખ (રૂ.)ના વ્યયથી પુનઃ પદસ્થાપના-મહોત્સવ કર્યો. આગરા સંઘના આગ્રહથી ત્યાં ગયા ત્યારે પાતસાહે મોકલેલા હાથી, અશ્વ, પાલખી વાદિત્ર આદિ આડંબરથી તેમનો પ્રવેશોત્સવ થયો. પાછળથી કોઈના ભંભેરવાથી પાતસાહે ગુરુને બોલાવ્યા. ધવલપુરમાં રક્ષા થઈ. ગુરુએ પાતસાહનું દિલ રજિત કર્યું. પ૦૦ બંદિજન છોડાવી અમારિ ઘોષણા કરાવી ઉપાશ્રયે આવ્યા. તેમણે ત્રણ નગરે પ્રતિષ્ઠા કરી હતી. અનેકને સંઘપતિ સ્થાપ્યા હતા. લિ. પ્રતિમાલેખ સં. ૧૫૫૭, બુ. ૧; સં. ૧૫૫૮-૬૦-૬૩-૬૫-૬૮-૭૬, ના. ૧; ૧૫૫૯-૬૨, ના. ૨. [દીક્ષા જેસલમેરમાં, દીક્ષાનામ ધર્મરંગ. સૂરિમંત્ર આચાર્ય શાંતિસાગરે આપ્યો. મરણ અમદાવાદમાં થયું હોવાનું પણ નોંધાયું છે. તેમણે સં.૧૫૭૩માં ‘આયારોંગદીપિકા બનાવી.] સં.૧૫૬૪માં મરુદેશમાં છઠ્ઠો ગચ્છભેદ નામે આચાર્ષિક ખરતરશાખા આચાર્ય શાંતિસાગરે સ્થાપી. [‘જેન પરંપરાનો ઈતિહાસ (૨, ૪૭૯) મુજબ બાદશાહ સિકંદર લોદી (ઈ.સ. ૧૪૮૯થી ૧૫૦૭)એ આ. જિનહંસને કેદમાં પૂર્યા તેથી આ. શાંતિસાગરે જિનસમુદ્રની પાટે જિનદેવને નવા આચાર્ય બનાવી સ્થાપ્યા. આ રીતે ખરતરગચ્છમાં સં.૧૫૬૪-૬૫માં મારવાડના રૈયા ગામમાં આ. જિનદેવથી છઠ્ઠો આચાર્યગચ્છ (વડો આચાર્યાય ગચ્છ) નીકળ્યો.] . ૬૦. જિનમાણિક્ય : પિતા શાહ જીવરાજ, માતા પદ્માદેવી, ગોત્ર કુકડ ચોપડા, જન્મ સં.૧પ૪૯. દીક્ષા સં.૧૫૬૦, પદસ્થાપના સં.૧૫૮૨ના ભાદ્રપદ વદિ ૯, મરણ સં.૧૬૧૨ના આષાઢ શુદિ પંચમીને દિને થયું. સૂરિપદ વખતે સાહ દેવરાજે નંદિમહોત્સવ કર્યો હતો ને જિનહિંસસૂરિએ સ્વહસ્તે પદસ્થાપના કરી. પછી ગુર્જરદેશ, પૂર્વદેશ, સિંધુદેશાદિમાં વિહાર કર્યો. સં. ૧૫૯૩માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy