________________
ખરતરગચ્છની પટ્ટાવલી
ખરતરશાખા સ્થાપી.
જિનભદ્રને સૂરિપદે સ્થાપ્યા ત્યારે ભણસાલિક નાલ્હા સાહે સવા લાખના ખર્ચે નંદિમહોત્સવ કર્યો. અર્બુદાચલ, ગિરિનાર, જેસલમેરુ પ્રમુખ સ્થાને બિંબપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. ભાવપ્રભાચાર્ય, કીર્તિરત્નાચાર્યને સ્થાપ્યા હતા. ક્ષ.
પુસ્તકભંડારો જેસલમેર, જાબાલિપુર (જાલોર), દેવિગિર (દોલતાબાદ), અહિપુર (નાગોર) અને પત્તન(પાટણ)માં સ્થાપ્યા. સૂરિપદ ફાગણ વદ ૬, ૧૪૩૨ (બીજી પ્રત ૧૪૩૩) લોકહિતાચાર્યે આપ્યું. સં.૧૪૪૪માં ચિતોડગઢ પર આદિનાથ બિંબની પ્રતિષ્ઠા કરી. વિશેષ માટે જુઓ જિનવિજયજી-સંપાદિત વિજ્ઞપ્તિત્રિવેણી', પ્રસ્તાવના પૃ.૪૬-૬૨.
૨૩
જિનભદ્રના પ્રતિમાલેખો પુષ્કળ સાંપડે છે ઃ સં.૧૪૭૯-૮૪–૯૭, ૧૫૦૩-૦૭૦૯-૧૧-૧૨-૧૫, જુઓ ના.૧; સં.૧૪૮૨-૯૩–૯૯, ૧૫૦૩-૦૭-૦૯-૧૧-૧૭, જુઓ ના.૨; ૧૫૦૫-૦૯, જુઓ બુ.૨; ૧૪૭૯-૮૮-૯૨-૯૬-૯૯-૧૫૦૫-૦૯૧૦-૧૧-૧૨, જુઓ બુ.૧.
[જન્મ સં.૧૪૫૦, જન્મનામ ભાદો. દીક્ષા સં.૧૪૬૧. આચાર્યપદ ભણસોલમાં. એમણે ‘જિણસત્તરિ’, ‘અપવર્ગનામમાલા’, ‘દ્વાદશાંગીપદપ્રમાણકુલક' વગેરે ગ્રંથ રચ્યા છે.]
૫૭. જિનચન્દ્ર (૫) : પિતા શાહ વચ્છરાજ, માતા વાહલાદેવી, ગોત્ર ચમ્મ, જન્મ સં.૧૪૮૭ જેસલમેરુમાં; દીક્ષા સં.૧૪૯૨, સૂરિપદ સં.૧૫૧૪ના વૈશાખ વિદ ૨. મરણ જેસલમેરુમાં સં.૧૫૩૦માં,
સં.૧૫૦૮માં લેખક લૌકે અહમદાબાદથી મૂર્તિ ઉત્થાપી, અને સં.૧૫૨૪માં પોતાના નામથી ઓળખાતો [લોંકા]મત ઊભો કર્યો.
જિનચન્દ્રને આચાર્યપદ આપ્યું ત્યારે કુંભલમેરુવાસી કૂકડ ચોપડા ગોત્રના સાહ સમરસિંહે નંદિમહોત્સવ કર્યો હતો અને કીર્તિરત્નાચાર્યે પદસ્થાપના કરી હતી. પછી અર્બુદાચલ ઉ૫૨ નવણ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. ધર્મરત્ન, ગુણરત્નસૂરિ પ્રમુખ અનેકની (આચાર્ય)પદ પર સ્થાપના કરી. ક્ષ.
પ્રતિમાલેખ સં.૧૫૧૯–૨૮-૧૫૩૨ ?–૩૩?, જુઓ બુ.૨; ૧૫૧૫-૧૬૧૯-૨૬- ૨૯-૧૫૩૧-૩૨ ?-૩૩? જુઓ ના.૨; ૧૫૧૭–૧૯–૨૮-૨૯-૩૨૩૪-૩૫–૩૬, ના.૧; ૧૫૧૬-૧૯-૨૩-૨૪-૨૮-૩૨, બુ.૧; ૧૫૧૫-૩૪ જિ. ૨. [ગોત્ર ચમ્મડ. સૂરિપદનું વર્ષ ૧૫૧૫ તેમજ સ્વર્ગવાસનું વર્ષ ૧૫૩૭ પણ મળે
છે.]
૫૮. જિનસમુદ્ર : પિતા દેકા શાહ, માતા દેવલદેવી, ગોત્ર પારખ, દીક્ષા સં.૧૫૨૧, પદસ્થાપના સં.૧૫૩૦ માધ શુદિ ૧૩, મરણ સં.૧૫૫૫ અહમદાવાદમાં, આચાર્યપદ લીધું ત્યારે જેસલમેરુવાસી સંઘપતિ સોનપાલે નંદિમહોત્સવ કર્યો અને જિનચંદ્રસૂરિએ સ્વહસ્તે તે પદ પર તેમની સ્થાપના કરી. ક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org