________________
૨૨
જૈન ગૂર્જર કવિઓ : ૯
મૃત્યુ થયું.
સં.૧૪૦૬ માઘ શુદિ ૧૦ને દિને નાગપુરવાસી શ્રીમાલ સાહ હાથીએ કરેલ નંદિ-મહોત્સવ સહિત પદસ્થાપના થઈ. તરુણપ્રભાચાર્યે સુરિમંત્ર આપ્યો. ક્ષ.
પ્રતિમાલેખ સં. ૧૪૧૨, ના. ૧.
૫૪. જિનોદય : પિતા શાહ સુંદપાલ પાલણપુરમાં વસતા હતા. માતા ધારલદેવી. જન્મ સં. ૧૩૭પ, મૂળ નામ સમરો. તેમનું પદસ્થાપન સન્મતીર્થમાં તરુપ્રભાચાર્યે સં.૧૪૧૫ના આષાઢ સુદિ ૨ને દિને કર્યું. તે જ જગ્યાએ જિનોદયે અજિતનું ચૈત્ય સ્થાપિત (પ્રતિષ્ઠિત) કર્યું અને શત્રુંજય ઉપર તેમણે પાંચ પ્રતિષ્ઠાઓ કરી. મરણ સં.૧૪૩રના ભાદ્રપદ વદિ એકાદશીને દિને પાટણમાં થયું.
તેમના સમયમાં સં.૧૪૨૨માં ચોથો ગચ્છભેદ નામે વેગડ ખરતરશાખાની ઉત્પત્તિ થઈ. તેના સ્થાપક ધર્મવલ્લભગણિ હતા.
પદસ્થાપનનો ઉત્સવ લૂણિયા ગોત્રના સાહ જેસલે કરેલ નંદિમહોત્સવથી થયો.
સં.૧૩૮૨માં ભીમપલ્લી (ભીલડી)માં જિનકુશલસૂરિ પાસે દીક્ષા લીધી. દીક્ષા નામ સોમપ્રભ. સં. ૧૪0૬માં જેસલમેરમાં વાચનાચાર્ય-પદ. દિલીવાસી રતના, પૂનિગે પદસ્થાપનાનો ઉત્સવ કર્યો ને જેસલે અજિત ચૈત્ય કરાવ્યું તેમાં આ સૂરિએ પ્રતિષ્ઠા કરી. જુઓ જિનોદય વિવાહલો.
પિતા સુંદપાલ માલૂમ પદમહોત્સવની તિથિ ૧૩ પણ મળે છે. એમણે સં.૧૪૧૫માં ‘ત્રિવિક્રમ રાસ' રચેલ છે.]
૫૫. જિનરાજ (૧) : સં.૧૪૩૨ના ફાલ્ગન વદિ ૬ને દિને પાટણમાં તેમને સૂરિપદ મળ્યું. સ્વર્ગગમન દેલવાડામાં સં.૧૪૬૧માં થયું.
સૂરિપદ-નંદિ-મહોત્સવ પાટણમાં સાત ધરણે કર્યો સવા લાખ પ્રમાણ વાયગ્રંથ તેમને મોઢે હતા. સુવર્ણપ્રભ, ભુવનરત્ન અને સાગરચંદ્રને આચાર્યપદે સ્થાપ્યા હતા. ક્ષ. .
પ્રતિમાલેખ સં.૧૩૩૮[૧૪૩૮?)-૪૧-૫૯ જુઓ ના.૧; અને સં.૧૪૫૮, જુઓ બુ.૧.
સૂરિપદનું વર્ષ સં.૧૪૩૩ પણ મળે છે.]
૫૬. જિનભદ્ર ઃ પહેલાં જિનવર્ધનસૂરિને સં. ૧૪૬૧માં જિનરાજની પાટે સ્થાપિત કર્યા હતા પણ ચતુર્થ વ્રતનો ભંગ કર્યાંથી તેમને અપાત્ર ઠરાવ્યા અને તેમની જગ્યા જિનભદ્રને સં.૧૪૭પના માઘ શુદિ પૂર્ણિમાને દિને આપવામાં આવી. જિનભદ્રનું ગોત્ર ભણશાલિક હતું. મૂળ નામ ભાડે. તેમણે ઘણી પ્રતિમાઓ સ્થાપી, ઘણાં મંદિરો અને ભંડારો-પુસ્તકાલયો સ્થાપ્યાં અને સં. ૧૫૧૪ના માર્ગશીર્ષ વદિ નવમીને દિને કુમ્ભલમેરુ (તાબે ઉદયપુર)માં સ્વર્ગવાસ પામ્યા.
ઉપર્યુક્ત જિનવર્ધનસૂરિએ સં.૧૪૭૪માં પાંચમો ગચ્છભેદ નામે પિપ્પલક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org