SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ખરતરગચ્છની પટ્ટાવલી ૨૧ ગોત્રના વિજયસિંહ શ્રાવક ત્યાં આવ્યા ને તેમણે પણ ઘણું ધન ખર્ચ તે ઉત્સવ કર્યો. સં.૧૭૮૦માં સાત તેજપાલે કાઢેલ સંઘ સાથે શત્રુંજય તીર્થ ગયા ને ત્યાં માનતુંગ નામના ખરતરવસતિપ્રાસાદે ૨૭ અંગુલપ્રમાણ શ્રી આદિનાથબિંબની પ્રતિષ્ઠા કરી. તથા વળી જાલોરનગરમાં પાર્શ્વનાથપ્રતિષ્ઠા કરી. તથા આગરાવાસી સંઘના આગ્રહથી તેની સાથે શત્રુંજયયાત્રા કરી ભાદ્રપદ વદિ ૭ને દિને પાટણનગરે આવ્યા. તે ગુરુનો ૧૨00 સાધુનો ને ૧૦૫ સાધ્વીનો સંપ્રદાય થયો. તેમણે વિનયપ્રભ આદિ શિષ્યોને ઉપાધ્યાયપદ આપ્યું. તે વિનયપ્રભ ઉપાધ્યાયે નિધન થયેલ પોતાના ભાઈની સંપત્તિમાં વૃદ્ધિ થાય તે અર્થે મંત્રગર્ભિત “ગૌતમ રાસો' રચ્યો ને તેથી તેમનો ભાઈ ફરી ધનવાન થયો. ક્ષ. તેઓ નાના દાદાના નામથી પ્રસિદ્ધ છે. (મોટા દાદા જિનદત્તસૂરિ). તેમના શિષ્યોમાં જયધર્મ, લબ્લિનિધાન, વિનયપ્રભ આદિ ઉપાધ્યાયો, જિનપદ્મસૂરિ – એ મુખ્ય હતા. તેમણે તરુણપ્રભને સૂરિપદ આપ્યું હતું. સં. ૧૩૮૧માં જિનપ્રબોધસૂરિની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી કે જે મૂર્તિ ઉદેપુર પાસે દેલવાડાના મંદિરમાં છે. જુઓ રત્નસાગર, બીજો ભાગ, પૃ. ૧૧૮. પ્રતિમાલેખ સં. ૧૩૮૧, ૧૩૮૭ ૧૩૯૯ (2) જુઓ ના.૨; સં. ૧૩૮૦, ૧૩૮૧ના માટે જુઓ બુ. ૧. [‘ચૈત્યવંદન-કુલકવૃત્તિની રચના સં.૧૭૮૩માં.] ૫૧. જિનપદ્મ : વંશ છાજહડ, જન્મ પંજાબમાં. સૂરિમંત્ર તરુણપ્રભાચાર્ય પાસેથી લીધો અને પાટણમાં સં. ૧૪૦૦ના વૈશાખ સુદ ૧૪ને દિને મરણ થયું. સં. ૧૩૮૯ જેષ્ઠ સુદિ ૬ દેરાઉરપુરમાં સાત હરપાલે નંદિ-મહોત્સવ કર્યો. પછી આઠમે વર્ષે તરુણપ્રભાચાર્યું સૂરિમંત્ર આપ્યો. પાટણ પાસે બાલધવલ કૂર્ચાલ સરસ્વતી બિરુદ તેમણે પ્રાપ્ત કર્યું. સ. તરુપ્રભે જિનચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. યશકીર્તિ અને રાજેન્દ્રચંદ્ર પાસે અભ્યાસ કર્યો હતો. તેમણે “શ્રાવકપ્રતિક્રમણ સૂત્રવિવરણ” સં. ૧૪૧૧માં રચ્યું હતું. જિનપાના પ્રતિમાલેખ સં.૧૩૯૧., જુઓ ના.૨. [પદમહોત્સવનું વર્ષ સં. ૧૩૦૦ પણ મળે છે. તરુણપ્રભસૂરિએ સૂરિમંત્ર ત્યારે જ આપેલો હોવાનું અન્યત્ર નોંધાયું છે. જિનપદ્મસૂરિએ ગુજરાતીમાં “સ્થૂલિભદ્ર ફાગ’ રચ્યો છે, જે આરંભકાળની એક સુંદર ફાગુરચના છે.] ૫૨. જિનલબ્ધિ : નાગપુરમાં સં.૧૪૦૬માં મૃત્યુ થયું. તેમનો આચાર્યપદોત્સવ પાટણવાસી નવલખા-ગોત્રીય સાહ ઈશ્વરે કર્યો. તરુણપ્રભાચાર્યે સૂરિમંત્ર આપ્યો. ક્ષ. - તેિમનો પદમહોત્સવ સં.૧૪00 અષાડ સુદ ૧ના રોજ પાટણમાં થયો હતો. તેઓ અષ્ટાવધાની હતા.. પ૩. જિનચન્દ્ર (૪) : સ્તન્મતીર્થમાં સં.૧૪૧૫ના આષાઢ વદિ ૧૩ને દિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy