________________
૨૦
જૈન ગૂર્જર કવિઓ : ૯
જિનેશ્વરના શિષ્ય ધર્મતિલકગણિએ સં.૧૩૨૨માં જિનવલ્લભના “ઉલ્લાસિક્કમથી શરૂ થતા “અજિતશાંતિસ્તવ' ઉપર વૃત્તિ રચી. જુઓ તે વૃત્તિની પ્રશસ્તિ.
જિનેશ્વરસૂરિનો આચાર્યપદોત્સવ માહૂ-ગોત્રીય સાહ ખીમસીએ ૧૨ હજારના ખર્ચે કર્યો. ક્ષ.
આ સૂરિના પિતા નેમિચંદ ભાંડાગારિકે “ષષ્ઠીશતક' પ્રાકૃતમાં રચ્યું છે.
[અન્યત્ર દીક્ષા સં. ૧૨૫૮ ચૈત્ર વદ ૨ અથવા આચાર્યપદ સં.૧૨૫૮ નોંધાયેલ છે. એમણે સં. ૧૩૧૩માં “શ્રાવકધર્મપ્રકરણ' રચેલ છે.].
૪૮. જિનપ્રબોધ : “દુર્ગપ્રબોધવ્યાખ્યા'ના કર્તા. પિતા શાહ શ્રીચંદ, માતા સિરિયાદેવી. જન્મ સં.૧૨૮૫, મૂલનામ પર્વત. દીક્ષા સં. ૧૨૯૬ના ફાલ્ગન વદિ પંચમીને દિને ચિરાપદ્ર(થરાદ) નગરમાં લઈ પ્રબોધમૂર્તિ નામ ધારણ કર્યું. તેમનો પટ્ટાભિષેક સં.૧૩૩૧ના આશ્વિન વદિ પંચમીને દિને (સંક્ષેપ) થયો અને તે જ વર્ષના ફાલ્ગન વદિ અષ્ટમીને દિને તેમનો પદમહોત્સવ થયો. તેઓ સં. ૧૩૪૧માં સ્વર્ગ પામ્યા.
11. તેમનો પણ આચાર્યપદમહોત્સવ જાલોરવાસી માહૂગોત્રીય સાહ ખીમસીએ ૬૫ હજાર ખર્ચ કર્યો. ક્ષ.
- તેિમણે સં.૧૩૨૧માં “સંદેહદોલાવલી'ની વૃત્તિ અને સં.૧૩૨૮માં “કાતંત્રવ્યાકરણ” પર “દુર્ગપદપ્રબોધ' રચેલ છે.]
૪૯. જિનચન્દ્ર (૩) : જન્મ સં.૧૩૨૬ના માર્ગશીર્ષ શુદિ ચતુર્થીને દિને, સ્થાન સમિયાણા ગ્રામમાં. પિતા મત્રી દેવરાજ, ગોત્ર છાજહડ, માતા કમલાદેવી, મૂલનામ ખંભરાય. દીક્ષા જાલોરમાં સં.૧૩૩૨માં, પદમહોત્સવ સં. ૧૩૪૧ વૈશાખ શુદિ ત્રીજ ને સોમવારે. તેમણે ચાર રાજાઓને જૈન કર્યા, અને “કલિકેવલી નામના બિરુદથી પ્રસિદ્ધ થયા. મરણ સં.૧૩૭૬માં કુસુમાણા ગ્રામમાં થયું.
તેમનો પણ આચાર્યપદમહોત્સવ ઉક્ત ખીમસીએ ૧૨ હજાર ખર્ચ કર્યો. તેમના વારામાં ખરતરગચ્છ રાજગચ્છ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. ક્ષ.
પ્રતિમાલેખો સં. ૧૩પ૧-૬૬. જુઓ બુ. ૨.
દિીક્ષા સં. ૧૩૩૨ જેઠ સુદ ૩. દીક્ષાનામ ક્ષેમકર્તિ. સ્વર્ગવાસ સં.૧૩૭૬ અષાડ સુદ ૯.]
૫૦. જિનકુશલ : (“શૈત્યવંદનકુલકવૃત્તિ'ના રચનાર.) પ્રસિદ્ધ દાદાજી' નામથી થયા. જન્મ સં.૧૩૩૭ સમિયાણા ગ્રામમાં. પિતા મંત્રી જીલહાગર. માતા જયતિશ્રી, ગોત્ર છાજહડ. દીક્ષા સં. ૧૩૪૭માં. સૂરિમંત્ર રાજેન્દ્રાચાર્ય પાસેથી સં.૧૩૭૭ના જ્યેષ્ઠ વદિ એકાદશીને દિને લીધો. મરણ દેરાઊરામાં સં.૧૩૮૯ના ફાગુન વદિ અમાવાસ્યાને દિને થયું.
સ. પટ્ટાવલીમાં જન્મસાલ સં.૧૩૩૦ છે. માતાનું નામ જયંતશ્રી આપેલ છે. - આચાર્યપદોત્સવ પાટણવાસી સાહ તેજપાલે કર્યો. ૨૪૦૦ સાધુસાધ્વીને તથા 900 વેશધારી દર્શની પ્રમુખને વસ્ત્રો આપ્યાં તથા તે અવસરે દિલ્લીવાસી મહતીયાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org