________________
ખરતરગચ્છની પટ્ટાવલી
રાસલ અને માતા દેલ્હણદેવી. દીક્ષાકાલ અજયમેરુમાં સં.૧૨૦૩ના ફાલ્ગુન વદિ નવમીને દિને. આચાર્યપદ જિનદત્તે વિક્રમપુરમાં સં.૧૨૧૧ના વૈશાખ શુદિ છઠ્ઠને દિવસે આપ્યું (ઉંમર ૧૪ની હતી !). મરણ સં.૧૨૨૩ના ભાદ્રપદ વદી ચતુર્દશીને દિને દિલ્લીમાં થયું. ત્યાં તેમના નામનો સ્તૂપ કરવામાં આવ્યો. તેમના મસ્તકમાં મણિ હોવાનું કહેવાય છે.
જિનચંદ્રને જિનદત્તસૂરિએ વિક્રમપુરમાં સં.૧૨૦૫માં આચાર્યપદ આપ્યું એમ ૧૫૮૨ની પટ્ટાવલીમાં જણાવ્યું છે ઃ
વર્ષે બાણખપક્ષચન્દ્રસુમિતે શ્રી વિક્રમાળ્યે પુરે યસ્યોદારમહોત્સવઃ સમભવત્ પટ્ટાભિષેકક્ષણે । ચંચચ્ચન્દ્રનિભાનનો નરમણિભાલો વિશાલો ગુણૈઃ સોયં શ્રીજિનચન્દ્રસૂરિતિલકો જીયાન્મનોભીષ્ટદઃ ।।
આમાં જન્મસંવત આપ્યો નથી. ક્ષમાકલ્યાણની પટ્ટાવલી (કે જે ૫૨થી જ ક્લાટે પોતાનો લેખ તૈયાર કર્યો જણાય છે) તેમાં સં.૧૨૧૧ની જ સાલ આચાર્યપદની આપી છે. તે આચાર્યપદનો ઉત્સવ રાસલે કર્યો હતો.
૧૯
૪૬. જિનપતિ : જન્મ સં.૧૨૧૦ ચૈત્ર વદ ૮, (ગોત્ર માલ્હે), પિતા શાહ યશોવર્ધન, માતા સહવદેવી. દીક્ષા સં.૧૨૧૮ના ફાલ્ગુન વદિ ૮ને દિને દિલ્લીમાં લીધી. સં.૧૨૨૩ના કાર્તિક શુદિ ત્રયોદશીએ તેમનું પદસ્થાપન જયદેવાચાર્યે કર્યું અને સં.૧૨૭૭માં ૬૭ વર્ષની વયે પાલ્હણપુરમાં મરણ થયું.
૧૫૮૨ની પટ્ટાવલીમાં શ્લો. ૫૭ જણાવ્યું છે કે ૧૨૨૩માં બાધારક નગરે (સૂરિ)પદ મળ્યું.
બબ્બેર ગામમાં ૩૬ વાદીઓ પર જય મેળવ્યો. નાગપુરમાં ઊધરણ મંત્રીએ કરાવેલ દેવગૃહમાં પ્રતિષ્ઠા કરી. તે મંત્રીના પુત્ર કુલધરે બાહડમેરમાં મોટું મંદિર બંધાવ્યું. ક્ષ.
[જન્મનામ નરપતિ. દીક્ષા સં.૧૨૧૮ ફાગણ વદ ૧૦ ભીમપલ્લીમાં એવી માહિતી પણ મળે છે. સ્વર્ગવાસ સં.૧૨૭૭ અસાઢ સુદ ૧૦. તેમણે રચેલા ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૪૮૨.]
સં.૧૨૧૩માં આંચલિકમતની ઉત્પત્તિ થઈ અને સં.૧૨૮૫માં ચિત્રવાલગચ્છના જગચંદ્રસૂરિથી તપાગણની ઉત્પત્તિ થઈ.
૪૭. જિનેશ્વર(૨) : જન્મ મોટમાં સં.૧૨૪૫ માર્ગશીર્ષ શુદિ ૧૧, (મરોટવાસી) પિતા ભાંડાગારિક નેમિચન્દ્ર અને માતા લક્ષ્મી, મૂળ નામ અમ્બડ. ખેડનગરમાં સં.૧૨૫૫માં દીક્ષા લીધી તે સમયે વીરપ્રભ નામ ધારણ કર્યું. સં.૧૨૭૮ના માઘ શુદિ ૬ને દિને સર્વદેવાચાર્યે તેમની જાલોર (જાવાલપુર) નગરમાં પદસ્થાપના કરી. સં.૧૩૩૧ના આશ્વિન વદિ ૬ને દિને મરણ થયું.
તે જ વર્ષમાં જિનસિંહસૂરિએ ત્રીજો ગચ્છભેદ નામે લઘુ ખરતરશાખા સ્થાપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org