SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ એકદા ઉદ્યોતનસૂરિને મહા વિદ્વાન્ અને શુદ્ધ ક્રિયાપાત્ર જાણી બીજા ૮૩ સ્થવિરોના ૮૩ શિષ્યો પઠનાર્થે આવ્યા તેમને સારી રીતે ગુરુ ભણાવતા હતા. તે અવસરે અમ્મોહર દેશમાં સ્થવિરમંડળીમાં વૃદ્ધ જિનચંદ્રાચાર્ય ચૈત્યવાસીના શિષ્ય નામે વર્ધમાને સિદ્ધાંતનું અવગાહન કરી ૮૪ આશાતનાનો અધિકાર આવ્યો ત્યારે પોતાના તે ગુરુને એમ કહ્યું, “સ્વામિ ! ચૈત્યમાં વસતા અમોની આશાતના ટલે તેમ નથી, તેથી તે વ્યવહાર મને રુચતો નથી.” એ સાંભળી ગુરુએ જેમતેમ સમજાવ્યો કે જેથી સ્વશ્રદ્ધાથી ભ્રષ્ટ ન થાય. પછી ઉદ્યોતનસૂરિને શુદ્ધ ક્રિયાવંત સાંભળી તેમની પાસે આવી તેમનો જ શિષ્ય થઈ ઉપસંપર્ ગ્રહણ કરી. પછી ગુરુએ યોગાદિક વહન કરાવી સર્વ સિદ્ધાંતો ભણાવ્યા. અનુક્રમે યોગ્ય જાણી તે વર્ધમાનને આચાર્યપદ આપ્યું વગેરે. 8. ૧૬ [અજારીમાં મહાવીરસ્વામીના મંદિરમાં આચાર્યપદ. અનશનપૂર્વક સ્વર્ગગમન પત્યપદ્રમાં, સં.૧૦૮૮. હિરભદ્રસૂરિના ઉપદેશપદ’ની ટીકા (સં.૧૦૫૫), ધર્મદાસગણિની ‘ઉપદેશમાળા’ની મોટી ટીકા તથા ‘ઉપમિતિભવપ્રપંચાનામસમુચ્ચય’ના કર્તા કદાચ આ વર્ધમાનસૂરિ હોય.] ૪૦. જિનેશ્વર (૧) : પોતાના ભ્રાતાૐ બુદ્ધિસાગરને લઈ મરુદેશથી ગુર્જરદેશમાં ચૈત્યવાસીઓ સાથે વાદ ક૨વા ગયા. વિક્રમ સં.૧૦૮૦માં ગુર્જર દેશમાં અણહિલપુરના રાજા દુર્લભની રાજસભામાં સરસ્વતીભાંડાગારમાંથી દશવૈકાલિકસૂત્ર લાવી સાધ્વાચાર વિષય પરની ગાથાઓ વાંચી સમજાવી, જિનેશ્વરે ચૈત્યવાસીઓનો પરાભવ કર્યો. આથી તેમણે ‘ખરતર' એ નામનું ‘બિરુદ’ મેળવ્યું. ચૈત્યવાસીઓ પરાજય પામવાથી ‘કોમલાઃ’ - ‘કુંવલા’ એ નામ પામ્યા. આ રીતે સુવિહિતપક્ષધારક જિનેશ્વરસૂરિ વિ.સં.૧૦૮૦માં ખરતર’બિરુદધારક થયા. ક્ષ. બીજી પટ્ટાવલીઓ આ બિરુદપ્રાપ્તિનું વર્ષ સં.૧૦૨૪ આપે છે. જેમકે : (૧) દસસય ચિહુ વીસેહિ નયર પાટણ અણહલપુર, હુઓ વાદ સુવિહિત ચઇવાસીસુ બહુ પિર, દુલભ નરવઇ સભા સુમુખિ જિણિ હેલઇ વજિત્તઉ, ચિત્તવાસ ઉપિઅ દેશ ગુર્જર હિવ દિત્તઉ, સુવિહિતગચ્છ ખરતર બિરુદ દુલભ નરવઇ તિહાં દિયઉ, શ્રી વર્ધમાન પટ્ટઇ તિલઉ સૂરિ જિજ્ઞેસર ગહગહ્યઉ. સં.૧૬૭૫ આસપાસની ખ૦ પટાવલી ૩. શ્રીબુદ્ધિસાગરસૂરિશ્વકે વ્યાકરણં નવું સહસ્રાષ્ટકમાનં તત્ શ્રીબુદ્ધિસાગરાભિધં ।। Jain Education International પ્રભાવકચરિત્ર, ૯, ૯૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy