SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ખરતરગચ્છની પટ્ટાવલી (૨) શ્રીપત્તને દુર્લભરાજરાજ્યે વિજિત્ય વાદે મઠવાસિસૂરીન્ વર્ષેડબ્ધિ પક્ષાભ્રંશશિપ્રમાણે લેભેપિ યૈઃ ખરતરો બિરુદયુગ્મ (૧) || - સં.૧૫૮૨ની ખ. પટ્ટાવલી પરંતુ સં.૧૦૨૪ કે સં.૧૦૮૦ એ બંને પૈકી એક પણ વર્ષ ખરું લાગતું નથી, કારણકે દુર્લભરાજે સં.૧૦૬૬થી સં.૧૦૭૮ સુધી રાજ્ય કર્યું છે. [બનારસના પં.કૃષ્ણગુપ્ત નામે બ્રાહ્મણના પુત્રો શ્રીધર અને શ્રીપતિ તે વર્ધમાનસૂરિ પાસે દીક્ષિત થઈ જિનેશ્વર અને બુદ્ધિસાગર બન્યા. જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરે રચેલા ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૨૮૪.] ૪૧. જિનચંદ્ર (૧) : ‘સંવેગરંગશાલા-પ્રકરણ’ના કર્તા. ૧૭ જિનચંદ્ર એકદા દિલ્લી નગરે ગયા. ગુરુએ કહેલ હતું કે તું દિલીપતિ થઈશ. મૌજદીન સુરત્રાણે તેમનો પ્રવેશોત્સવ કર્યો, અને ધનપાલ શ્રીમાલના ગૃહે નિવાસ કરાવ્યો. ધનપાલ શ્રાવક થયો, તેના સંબંધીઓ બીજા ઘણા શ્રીમાલી શ્રાવક થયા. અન્ય જ્ઞાતિના પણ કેટલાક રાજ્યાધિકારીઓ શ્રાવક થયા. તેમને પાદશાહે બહુ મહત્ત્વ આપ્યું. તેથી તેઓનું મહતીયાણ' એ ગોત્ર સ્થાપ્યું. ચોથી-ચોથી પાટે જિનચંદ્ર' નામ આપવું એમ પદ્માવતીએ પ્રત્યક્ષ થઈ કહ્યું. ત્યારથી તેવી વ્યવસ્થા થઈ. સ. [‘સંવેગરંગશાલા’ની રચના સં.૧૧૨૫. અન્ય ગ્રંથો ‘દિનચર્યા’, ‘ઉપદેશસંગ્રહ’ વગેરે.] ૪૨. અભયદેવ : જિનચંદ્રના લઘુ ગુરુભ્રાતા. પિતા ધારા નગરીના શ્રેષ્ઠી ધન અને માતા ધનદેવી. તેમનું મૂળ નામ અભયકુમાર હતું. અતિશય દેહદમન કરવાથી (પટ્ટાવલીમાં પૂર્વના કર્મના ઉદયથી) તેમને કોઢ થયો હતો, હાથ તૂટી પડ્યા હતા, પણ એક ચમત્કારથી સર્વ રોગ નાશ પામ્યો હતો. તેમણે સ્તંભનક પાસે પાર્શ્વની પ્રતિમાને ‘જયતિહુઅણ-સ્તોત્ર'થી પ્રકટ કરી હતી. તેમણે નવ અંગ` ૫૨ ટીકાઓ રચી; અને ગુર્જર દેશમાં કપ્પડવણિજ ગ્રામમાં સ્વર્ગવાસ કર્યો. [જન્મ સં.૧૦૭૨, દીક્ષા સં.૧૦૭૭ કે ૧૦૮૦. પાર્શ્વનાથની પ્રતિમા સેઢી નદીના કિનારે થામણામાં પ્રકટ કરી. ‘જયતિહુઅણ-સ્તોત્ર'ની રચના સંભવતઃ સં.૧૧૧૧માં. સ્વર્ગવાસ સં.૧૧૩૫માં. આ સમર્થ શાસ્ત્રકારના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ભા.૨, પૃ.૨૧૭-૧૮, તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૨૯૩.] ૪૩. જિનવલ્લભ : પહેલાં તેઓ જિનેશ્વરસૂરિ કે જે સૂર્યપુરગચ્છના ચૈત્યવાસી હતા તેમના શિષ્ય હતા. પછીથી અભયદેવના શિષ્ય થયા. તેમના રચિત ગ્રંથો આ ૧. એટલેકે જાથી ૧૧મા (અંગો) ઉપર, તદુપરાંત ૧લા ઉપાંગ ઉપર. પ્રો. જેકોબી અભયદેવસૂરિની બીજા ઉપાંગ ઉપરની વૃત્તિનો પણ ઉલ્લેખ કરે છે. ઝેડ.ડી.એમ.જી. વૉલ્યુ.૩૩, પૃ.૬૯૪, પરંતુ તે સંબંધી મને શંકા છે. બર્લિન હસ્તલિખિત પ્રતોની પ્રશસ્તિઓ અનુસાર તેમણે સ્થાન અને જ્ઞાતાધર્મકથા પર સં.૧૧૨૦માં, સમવાય અને ભગવતી ઉપર સં.૧૧૨૮માં અણહિલપાટકમાં વૃત્તિઓ રચી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy