________________
ખરતરગચ્છની પટ્ટાવલી
૧૫
૩૨. જયાનન્દ : ૩૩. રવિપ્રભ ? જુઓ તપા. પટ્ટાવલી ક.૩૦.] ૩૪. યશોભદ્ર :
યશોભદ્ર નહીં, પણ યશોદેવસૂરિ જોઈએ. તપા. પટ્ટાવલી ક્ર.૩૧માં એમ જ છે. એ જાતે નાગરબ્રાહ્મણ હતા અને વિક્રમની આઠમી સદીના ઉત્તર ભાગમાં વિદ્યમાન હતા.]
૩પ. વિમલચંદ્ર ઃ વિક્રમની દસમી સદીમાં વિદ્યમાન.] ૩૬. દેવ : સુવિહિતપગચ્છના સ્થાપક. તેમનું સુવિહિત માર્ગે આચરણ હોવાથી ‘સુવિહિતપક્ષ ગચ્છ” એમ પ્રસિદ્ધિ થઈ. ૩૭. નેમિચન્દ્ર.
૩૮. ઉદ્યોતન: તેમના શિષ્યોથી વર્તમાન ૮૪ ગચ્છોની ઉત્પત્તિ થઈ. ઉદ્યોતને માલવક દેશથી શત્રુંજય જઈ ઋષભને વાંદવાની યાત્રા કરવાનું માથે લીધું હતું, તે યાત્રાએ જતાં તેઓ દેવગત થયા.
(જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૩પ.]
૩૯. વર્ધમાન : ખરતરગચ્છના પ્રથમ સૂરિ. તેઓ પહેલાં ચૈત્યવાસી જિનચંદ્રના શિષ્ય હતા પણ પાછળથી ઉદ્યોતનના થયા હતા. તેમણે સોમ નામના બ્રાહ્મણના શિવેશ્વર અને બુદ્ધિસાગર નામના બે પુત્રોને અને કલ્યાણવતી નામની પુત્રીને જૈન દીક્ષા આપી હતી. દીક્ષા વખતે શિવેશ્વરે જિનેશ્વર નામ ધારણ કર્યું.
તદા ત્રયોદશસુરત્રાણત્રોદ્દાલકચન્દ્રાવતી નગરીસ્થાપક-પોરવાડજ્ઞાતીયશ્રી-વિમલમત્રિણા શ્રીઅર્બુદાચલે ઋષભદેવપ્રાસાદઃ કારિત ..... તત્રાદ્યાપિ વિમલવસહી ઇતિ પ્રસિદ્ધિરતિ | તતઃ શ્રીવર્ધમાનસૂરિઃ સંવત્ ૧૦૮૮ મધ્યે પ્રતિષ્ઠા કૃત્વા પ્રાન્ડેડનશન ગૃહીત્વા સ્વર્ગ ગતઃ |
૧. સુસ્થિતના મરણ અને વિક્રમાદિત્ય વચ્ચેના ૧૫૭ વર્ષના આંતરામાં ૧૩થી ૧૫ નંબરના ઉપરોક્ત ત્રણ આચાર્યો થયા. વજૂના સ્વર્ગવાસ અને દેવદ્ધિના વચ્ચેના 100 વર્ષનો સમય ૧૭થી ૨૪ નંબરના ઉપરોક્ત આઠ આચાર્યોએ લીધો; અને દેવદ્ધિ અને ઉદ્યોતન વચ્ચેનાં પપ૦ વર્ષોનો કાલ ઉપરોક્ત ૨૫થી ૩૮ નંબરના ચૌદ આચાર્યોએ લીધો. આ ગણતરીમાં સ્પષ્ટ રીતે મોટાં ગાબડાં છે.
૨. ખરતરગચ્છની હસ્તલિખિત પ્રતોની પ્રશસ્તિઓમાં પોતાના આદ્ય પુરુષ તરીકે સામાન્ય રીતે આરંભ વર્ધમાનથી થાય છે.
૩. આમાં આપેલ ૧૦૮૮ની સાલ શિલાલેખોથી પ્રમાણિત થાય છે. જુઓ હંટર, ઇમ્પિ. ગેઝે, આબુ વૉલ્યુ. ૧, પૃ.૪, ડૉ. બર્જેસે આપેલ વર્ણન.
ઉદ્યોતનસૂરિનો શિલાલેખ સં.૯૩૭નો પ્રાપ્ત થયો છે તેમાં ગચ્છનો નામનિર્દેશ નથી તેથી તે વખતે ગચ્છની ઉત્પત્તિ થઈ ન હતી એમ અનુમાન કોઈ કરે છે. જુઓ ના.૨, પૃ.૧૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org