SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ આચારાંગવૃત્તિમાં રચ્યા સંવત્ શક ૭૯૮ છે, પણ જે શ્લોકમાં તે સંવત આપેલ છે તે શ્લોક હસ્તપ્રતની પ્રશસ્તિ પછી ઉમેરેલો હોવાથી બહુ વજનવાળો ગણાય નહીં એમ લાગે છે. હાલની શોધ પ્રમાણે તે વર્ષ ખરું લાગે છે. [જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૨૦૬-૦૯. એમનો જીવનકાળ વીર સં. ૧૦૧૧-૧૧૧૫ છે. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૨૭ને અનુષંગે. શીલાંકાચાર્યનું બીજું એક અપરનામ તત્ત્વાચાર્ય પણ મળે છે. આચારાંગ-વૃત્તિનું રચનાવર્ષ શક સં.૭૯૮ એટલે વિ.સં.૯૩૩ એટલે વીર સં.૧૪૦૩ થાય. હરિભદ્રસૂરિ : જન્મે બ્રાહ્મણ હતા. તેમને જિનભટ્ટે જૈન ધર્મમાં દીક્ષા આપી હતી. હરિભદ્રના બે શિષ્યો હંસ અને પરમહંસને ભોટદેશના બૌદ્ધોએ મારી નાખ્યા હતા. તેમણે ૧૪૪૪ (કેટલાક ૧૪00 કહે છે; જિનદત્તના “ગણધર-સાર્ધશતક' ઉપર થયેલી ટીકામાં હરિભદ્રના લગભગ ૩૦ ગ્રંથોની ટીપ આપી છે તેમાંના ઘણા હસ્તલિખિત છે) ગ્રંથો લખ્યા છે જેવા કે અષ્ટક, પંચાશક. મિહાન સિદ્ધાંતકાર, દાર્શનિક વિચારક અને કવિ હરિભદ્રસૂરિનાં જીવન અને ગ્રંથો માટે જુઓ જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રકરણ છä. ત્યાં પૃ.૧૫૫) જણાવ્યા મુજબ “પૂર્વથી ચાલી આવતી માન્યતા પ્રમાણે વિ.સં.પ૩૦ યા સં.૧૮૫ આસપાસ હરિભદ્રસૂરિ સ્વર્ગસ્થ થયા, પણ શ્રી જિનવિજયે તેમનો સમય અનેક પ્રમાણોથી ઐતિહાસિક આલોચના કરી વિ.સં.૭પ૭થી ૮૫૭નો સ્થિર કર્યો છે.” વિ.સં.૭૫૭-૮૫૭ એટલે વીર સં. ૧૨૨૭–૧૨૨૭. જુઓ તપા. પટ્ટાવલી ક.૨૭ને અનુષંગે.] ૨૫. જયદેવ : સ્વિર્ગગમન વીર સં.૮૩૩. એમણે રણથંભોરની પહાડી પર જિનાલયમાં પદ્મપ્રભની પ્રતિષ્ઠા કરી હતી.] ૨૬. દેવાનન્દ : [એમણે પ્રભાસપાટણમાં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી.] ૨૭. વિક્રમ : ૨૮. નરસિંહ : જુઓ તપા. પટ્ટાવલી ક.૨૬.] ૨૯. સમુદ્ર : જુિઓ તપા. પટ્ટાવલી ક્ર.૨૬.] ૩૦. માનદેવ : [સત્તાસમય વીર સં. ૧000. જુઓ તપા. પટ્ટાવલી ક્ર. ૨૭.] ૩૧. વિબુધપ્રભ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy