SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ખરતરગચ્છની પટ્ટાવલી [જુઓ તપા. પટ્ટાવલી ૬.૧૭.] ૨૧. પ્રદ્યોતન : [સ્વર્ગગમન વીર સં.૬૯૮.] ૨૨. માનદેવ : ‘શાન્તિસ્તવ’ના કર્તા. [માનદેવસૂરિનો જન્મ મારવાડમાં નાડોલ ગામમાં. પિતા ધનેશ્વર, માતા ધારણી. સ્વર્ગગમન અનશનપૂર્વક વીર સં.૭૩૧માં, ગિરનાર તીર્થ ૫૨. એમણે ‘તિજયપgi’ સ્તોત્ર પણ રચ્યું છે. ૧૩ ૨૩. માનતુંગ : ‘ભક્તામર’ અને ‘ભયહર’ સ્તોત્રોના કર્યાં. [વારાણસીના શ્રેષ્ઠી ધનદેવના પુત્ર. હર્ષ રાજાએ એમને બેડી બાંધી કેદ કર્યા હતા અને ‘ભક્તામરસ્તોત્ર'ની રચનાથી એમની બેડીઓ તૂટી ગઈ હતી એવી કથા છે. સ્વર્ગગમન વીર સં.૭૫૮. જુઓ તપા. પટ્ટામલી ૬.૨૦.] ૨૪. વીર ઃ [એમણે વિ.સં.૩૦૦ (વીર સં.૭૭૦)માં નાગોરમાં નમિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. સ્વર્ગગમન વીર સં.૭૯૩. જુઓ તપા. પટ્ટાવલી ૬.૨૧.] વીરાત્ ૯૮૦ વર્ષે વલભી પરિષદમાં લોહિત્યસૂરિના શિષ્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે સિદ્ધાંતો લેખબદ્ધ કર્યા. દેવર્ધિના સમયમાં એક જ પૂર્વ રહ્યું હતું. વીરાત્ ૯૯૩ વર્ષે કાલકે ભાદ્રપદ શુક્લ પંચમીમાંથી ચતુર્થી પર પર્યુષણ પર્વ ફેરવ્યું. અહીં હસ્તલિખિત પ્રતો ઇન્ટરકલેટ થાય છે [પ્રક્ષેપ કરે છે] કે એક જ નામના બે આચાર્યો કાલક નામના આ કાલક પહેલાં થયા. તેમાંના એક નામે શ્યામે પ્રજ્ઞાપના’ રચી હતી અને નિગોદોનો અર્થ કર્યો હતો અને બીજાએ ગભિન્નને વીરાત્ ૪૫૩ વર્ષે હાંકી કાઢ્યો. બીજી રીતે દેવર્કિંગણિનું દેવવાચક અને તેમના ગુરુનું નામ દૂષગિણ કહેવામાં આવે છે. શ્યામાચાર્ય વીરાટ્ ૩૭૬માં થયા. ક્ષ. [દેવર્દ્રિગણિને પાંડિલ્યના શિષ્ય પણ બતાવવામાં આવે છે, પરંતુ એ દૂષ્યગણિના શિષ્ય હોવાનું વધારે સંભવિત છે. શ્યામાચાર્ય માટે જુઓ તપા. પટ્ટાવલી ૬.૧૦.] વળી હસ્તલિખિત પ્રતો વધારે ઉલ્લેખે છે કે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ હતા. તેઓએ ‘વિશેષાવશ્યકાદિભાષ્ય રચ્યું છે. તેમના શિષ્ય નામે શીલાંક અપર નામ કોટ્યાચાર્યે પ્રથમ-દ્વિતીય અંગો ઉ૫૨ વૃત્તિઓ રચી છે. પ્રભાવકચરિત્ર, ૯, શ્લો.૧૦૫ પ્રમાણે જિનભદ્રગણિએ ૧૧ અંગો પર વૃત્તિઓ રચી કે જેમાં બે અંગો પરની વૃત્તિ સિવાયની બધી લુપ્ત થઈ છે. ૧. જુઓ કિલ્હૉર્ન સંસ્કૃત હસ્તપ્રતોનો રિપૉર્ટ, ૧૮૮૦-૮૧, પૃ.૩૭. (આ ભાષ્ય યશોવિજયજી ગ્રંથમાલામાં છપાઈ ગયું છે. મો.દ.દે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy