________________
૨૫૬
જૈન ગૂર્જર કવિઓ : ૯
વનરાજ સં. ૮૦૨-૮૬૨, યોગરાજ ૮૬૨-૮૯૭, ક્ષેમરાજ ૮૯૭-૯૯૨, ભૂયડ ૯૯૨-૯૫૧, વૈરિસિંહ ૯૫૧–૯૭૬, રત્નાદિત્ય ૯૭૬-૯૯૧, સામંતસિંહ ૯૯૧૯૯૮.
વનરાજ ચાવડા અને એના વંશજોએ કુલ ૧૯૬ વર્ષ રાજ્ય કર્યું હોવાનું મનાય છે પરંતુ તેઓના કોઈ અભિલેખ કે સિક્કા ઉપલબ્ધ થયા નથી. આથી આ વૃત્તાંતનો સર્વ આધાર અનુશ્રુતિઓ પર રહેલો છે.
વનરાજ વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં ગાદીએ બેઠો ને એણે અણહિલવાડ પાટણ ત્યારે વસાવેલું એવી અનુશ્રુતિ ઘણી પ્રચલિત છે. પરંતુ પ્રમાણિત સમયાંકન ધરાવતા કનોજના સમકાલીન રાજા મિહિરભોજ (ઈ.સ.૮૩૬-૮૮૫ લગભગ)ના રાજ્યકાલ સાથે મેળ મેળવવા માટે તુલનાત્મક અધ્યયનના આધારે વનરાજના રાજ્યકાલને વિ.સં. ૮૦૨-૮૬રને બદલે વિ.સં.૯૦૨-૯૬૨ (ઈ.સ.૮૪૫-૯૦૫) ગણવો પ્રાપ્ત થાય છે.
વિચારશ્રેણીમાં વિ.સં.૮૨૧ના વૈશાખ સુદ ૨ ને સોમવારે વનરાજે અણહિલપુર સ્થપાયું હોવાનું જણાવ્યું છે, તેમાં તિથિ-વારનો મેળ મળતો નથી કેમકે એ તિથિએ સોમવાર નહીં પણ ગુરુવાર હતો.
આ ચાવડા વંશની વંશાવળી માટે બે ભિન્ન અનુશ્રુતિઓ પ્રવર્તે છે. “વિચારશ્રેણીમાં આપેલી અનુશ્રુતિ “સુકૃતસંકીર્તન, ‘સુકતકીર્તિકલ્લોલિની', “પ્રબન્ધ- ચિન્તામણિ (એ અને ડી હસ્તપ્રતો અને “ધર્મારણ્ય-માહાભ્યમાં આપેલી અનુશ્રુતિ સાથે બંધ બેસે છે. આ પરંપરા અનુસાર આ રાજવંશમાં આઠ રાજા થયા, જ્યારે “પ્રબન્ધચિન્તામણિ, ‘કુમારપાલપ્રબન્ધ', 'પ્રવચનપરીક્ષા', “મિરાતે અહમદી' અને “ગૂર્જરદેશ રાજવંશાવલીમાં આપેલી બીજી પરંપરા પ્રમાણે આ વંશમાં સાત રાજા થયા. એમાં રાજાઓનાં નામો અને તેઓના ક્રમમાં પણ વીગતભેદ રહેલો છે.
પહેલી અનુશ્રુતિ સામાન્યતઃ વિ.સં.૮૦૦થી ૯૯૯ના રાજ્યકાલ આપે છે, માત્ર વિચારશ્રેણીમાં એને બદલે વિ.સં.૮૨૧થી ૧૦૧૭ના રાજ્યકાલ જણાવ્યા છે. આમ ગમે તે કારણે અહીં ચાવડા વંશના આરંભ-અંત ૧૯ વર્ષ મોડા જણાવ્યા છે. પરંતુ ચાવડા વંશનો અંત અને સોલંકી વંશનો આરંભ એક જ વર્ષે થયો જે બાકીના ઉપર્યુક્ત સ્ત્રોતોમાં વિ.સં.૯૯૮માં મૂકેલો છે. સિદ્ધરાજ જયસિંહના સાંભર શિલાલેખમાં સોલંકી વંશનો આરંભ સ્પષ્ટતઃ વિ.સં.૯૯૮માં થયાનું જણાયેલું છે, તે સમકાલીન પુરાવા પરથી. વિચારશ્રેણીનો ૧૯ વર્ષનો ફરક અસ્વીકાર્ય ઠરે છે.
રાજાઓના રાજ્યકાલનાં વર્ષોની સંખ્યામાં ઘણો વિગતભેદ બતાવતી આ સમગ્ર અનુશ્રુતિ આજે અપ્રમાણિત બને છે. એમાં રાજાઓના રાજ્યકાલનાં વર્ષોનો સરવાળો ૧૯૬ થાય છે, ત્યારે સંશોધિત મત મુજબ વનરાજ પછી યોગરાજે ૧૭ વર્ષ, ક્ષેમરાજે ૨૫ વર્ષ, રત્નાદિત્યે ૧૫ વર્ષ, વૈરિસિંહે ૧૦ વર્ષ અને ભૂયડ-સામંતસિંહે ૧૯ વર્ષ મળી કુલ ૮૬ વર્ષ રાજ્ય કર્યું લાગે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org