SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાવલી શરૂ થયો એ પ્રવર્તમાન મતને આ વિચારશ્રેણી' અનુસરે છે. આ ૧૩૫ વર્ષના સમયગાળામાં થયેલા રાજાઓને લગતી અનુશ્રુતિની ઐતિહાસિકતા ચકાસવા માટે આવશ્યક સામગ્રી ઉપલબ્ધ થઈ નથી. વિક્રમ સંવતનાં જણાતાં ઉપલબ્ધ વર્ષોની વીગતોમાં ‘વિક્રમ' કે ‘વિક્રમાદિત્ય' નામ તો છેક એ સંવતના નવમા શતકથી પ્રયોજાયું છે, એ અગાઉ એ ‘કૃત કાલ’ કે ‘માલવગણ કાલ’ તરીકે ઓળખાતો. આ પરથી મૂળમાં આ સંવત માલવગણે પ્રવર્તાવ્યો હોવાનું ને સમય જતાં ગણરાજ્યની વિભાવના લુપ્ત થઈ ત્યારે ગણમુખ્ય વિક્રમાદિત્યનું નામ એની સાથે સંકળાયું હોવાનું માલૂમ પડે છે. શક સંવત કુષાણ વંશના પ્રતાપી રાજા કનિષ્કના રાજ્યારોહણથી શરૂ થયો એવો મત ઘણો પ્રચલિત હતો, પરંતુ તાજેતરમાં કચ્છમાં ક્ષત્રપ રાજા ચાષ્ટનના વર્ષ ૬ અને ૧૧ના શિલાલેખ મળતાં હવે શક સંવત શક જાતિના રાજા ચાટનના રાજ્યારોહણ (ઈ.સ.૭૮)થી શરૂ થયું હોવાનું માલૂમ પડ્યું છે. આ સંવત વીરનિર્વાણવર્ષ પછી ૬૦૫ વર્ષે અને વિક્રમ સંવત પછી ૧૩૫ વર્ષે શરૂ થયો. કનિષ્ક અને એના વંશજોના અભિલેખોમાં પ્રયોજાયેલો સંવત શક સંવતથી ભિન્ન છે. ઈ.સ.૭૮થી ૭૬૫ સુધીના રાજવંશોની વીગત હાલ મળતા ઇતિહાસની દૃષ્ટિએ લુપ્ત થઈ લાગે છે. ગુજરાતમાં શક જાતિના ક્ષત્રપ રાજાઓનું શાસન લગભગ ઈ.સ.૪૦૦ સુધી પ્રવર્યું હોવાનું તેઓના સિક્કાઓ પરથી માલૂમ પડે છે. એ પછી શર્વ ભટ્ટારક, કુમારગુપ્ત પહેલો (ઈ.સ.૪૧૫થી ૪૫૫) અને સ્કંદગુપ્ત (ઈ.સ.૪૫૫થી ૪૬૭)નું શાસન પ્રવર્ત્ય. પછી ઈ.સ.૪૭૦ના અરસામાં ગુજરાતમાં વલભીના મૈત્રક કુલના રાજાઓ સત્તારૂઢ થયા ને તેઓએ વિ.સં.૮૪૫ (ઈ.સ.૭૮૮) સુધી રાજ્ય કર્યું. જૈન અનુશ્રુતિમાં આમાંના કોઈક જ રાજાઓની માહિતી મળે છે. (ચાવડા વંશ) ત્યાર પછી ૮૨૧ વર્ષે વૈશાખ સુદિ ૨ સોમે ચાઉડા વંશમાં ઉત્પન્ન થયેલ વનરાજે અણહિલપુર સ્થાપ્યું. વનરાજ યોગરાજ રત્નાદિત્ય વૈરિસિંહ ક્ષેમરાજ ચામુંડરાજ ઘાઘડ પૂઅડ ૨૫૫ સં.૮૨૧-૮૮૧ સં.૮૮૧-૮૯૦ સં.૮૯૧-૮૯૪ સં.૮૯૪–૯૦૫ સં.૯૦૫-૯૪૪ સં.૯૪૪-૯૭૧ સં.૯૭૧-૯૯૮ સં.૯૯૮-૧૦૧૭ કુલ ૮ રાજા ‘રાજાવલી-કોષ્ઠકમાં એમ જણાવ્યું છે કે ઃ Jain Education International For Private & Personal Use Only (૬૦ વર્ષ) (૯ વર્ષ) (૩ વર્ષ) (૧૧ વર્ષ) (૩૯ વર્ષ) (૨૭ વર્ષ) (૨૭ વર્ષ) (૧૯ વર્ષ) ૧૯૬ વર્ષ www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy