________________
રાજાવલી
૨૫૭
(સોલંકી વંશ) મૂલરાજ સં.૧૦૧૭-૧૦પર
(૩૫ વર્ષ) વલ્લભરાજ સં.૧૦પર-૧૦૬૬
(૧૪ વર્ષ) દુર્લભરાજ સં.૧૦૬૬-૧૦૭૮
(૧૨ વર્ષ) ભીમદેવ સં.૧૦૭૮-૧૧૨૦
(૪૨ વર્ષ) કર્ણદેવ સં.૧૧૨૦-૧૧પ૦
(૩૦ વર્ષ) જયસિંહદેવ સં.૧૧૫૦-૧૧૯૯
(૪૯ વર્ષ) કુમારપાલ સં.૧૧૯૯-૧૨૨૯
| (૩૦ વર્ષ) અજયપાલ સં.૧૨૨૯-૧૨૩૨
(૩ વર્ષ) (લઘુ)મૂલરાજ સં.૧૨૩૨–૧૨૩૪
(૨ વર્ષ) ભીમદેવ સં.૧૨૩૪–૧૨૩૬
(૨ વર્ષ) (પછી ગજ્જનક – ગીઝનીનું રાજ્ય થયું) રાજાવલી-કોષ્ઠકમાં જણાવ્યું છે કે :
વૃદ્ધ)મૂલરાજ સં.૯૯૮-૧૦૫૩, ચામુંડરાજ ૧૦૫૩-૧૦૬૬, દુર્લભરાજ ૧૦૬૬-૧૦૭૮, ભીમરાજ ૧૦૭૮-૧૧૨૦, કર્ણદેવ ૧૧૨૦-૧૧૫૦, જયસિંહ ૧૧૫૦-૧૧૯૯ કુમારપાલ ૧૧૯૯-૧૨૩૦, અજયપાલ ૧૨૩૩-૧૨૬૩. (અજયપાલના બે સૂત લઘુમૂલ-ભીમ. અત્રે ઘણા વિસંવાદ દેખાય છે. અમે “કીર્તિકૌમુદી” અનુસારે લખ્યું છે.) લઘુ)મૂલરાજ સં.૧૨૬૬(?)-૧૨૭૪, (લઘુ)ભીમ સં. ૧૨૭૪... આમ ૨૭૬ વર્ષમાં ૧૧ ચૌલુક્ય રાજા થયા.
ઓઝાજી જણાવે છે કે :
મૂલરાજ સં. ૧૦૧૭-૧૦૫ર, ચામુંડરાજ ૧૦૫ર-૧૦૬૬, વલ્લભરાજ ૧૦૬૬ (છ માસ), દુર્લભરાજ ૧૦૬૬-૭૮, ભીમદેવ ૧૦૭૮-૧૧૨૦, કર્ણ ૧૧૨૦-૧૧૫૦, સિદ્ધરાજ જયસિંહ ૧૧૫૦-૧૧૯૯, કુમારપાલ ૧૧૯૯-૧૨૩૦, અજયપાલ ૧૨૩૦-૩૩, મૂલરાજ(૨) ૧૨૩૩-૩૫, ભીમદેવ(ર) ૧૨૩૫-૯૮ અને ત્રિભુવનપાલ ૧૨૯૮-૧૩૦૦.
[સોલંકી વંશના રાજાઓ માટે “વિચારશ્રેણીમાં જે વર્ષ જણાવ્યાં છે તેમાં મૂલરાજ પહેલા માટે પપ વર્ષને બદલે ૩પ વર્ષ આપ્યાં હોઈ, પહેલાંનો ૧૯ વર્ષનો તફાવત લગભગ લુપ્ત થઈ જાય છે. આ અનુસાર મૂલરાજ પહેલાથી માંડીને મૂલરાજ બીજા સુધીના રાજાઓના રાજ્યકાલનાં વર્ષ લગભગ બરાબર લાગે છે. કુમારપાલના રાજ્યકાલનો અંત “પ્રબન્ધચિન્તામણિ' વિ.સં. ૧૨૩૦ જણાવે છે, જ્યારે વિચારશ્રેણી વિ.સં. ૧૨૨૯ આપે છે. કુમારપાલના ઉત્તરાધિકારી અજયપાલનો વિ.સં.૧૨૨૯નો શિલાલેખ મળ્યો હોઈ, ‘વિચારશ્રેણીમાં આપેલું વર્ષ ખરું હોવાનું માલૂમ પડયું છે.
ભીમદેવ બીજાએ વિ.સં. ૧૨૩૪થી ૧૨૯૮ અર્થાત્ કુલ ૬૩ વર્ષ રાજ્ય કર્યું હોવાનું પ્રબન્ધચિન્તામણિ જણાવે છે, જ્યારે વિચારશ્રેણી” એને બદલે માત્ર ૨ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org