________________
પૂર્તિ
૨૪૯
મલધારીગચ્છ પટ્ટાવલી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', “જૈન ગૂર્જર કવિઓ' અને “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસમાંથી સંકલિત કરેલી પટ્ટાવલી આપવામાં આવી છે.
૧. અભયદેવ : હર્ષપુરીય ગચ્છના જયસિંહસૂરિના શિષ્ય. તેમને મલમલીન વસ્ત્ર અને દેહવાળા જોઈ કર્ણદેવે કે સિદ્ધરાજ જયસિંહે “મલધારી” બિરુદ આપ્યું હતું. એમના ઉપદેશથી સિદ્ધરાજ જયસિંહે પર્યુષણ વગેરે દિવસોમાં અમારિ પ્રવર્તાવી હતી. શાકંભરી(સાંભર)ના રાજા પૃથ્વીરાજ તથા ગોપગિરિ (ગ્વાલિયર)ના રાજા ભુવનપાલ પર પણ એમનો પ્રભાવ હતો. એમના દ્વારા ઘણાં ધર્મકાર્યો થયાં છે. સં.૧૧૪૨માં અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિને આ સૂરિએ પ્રતિષ્ઠિત કરી. ૪૭ દિવસના અનશનપૂર્વક સ્વ. સં.૧૧૬૮ આસપાસ.
૨. હેમચન્દ્રઃ મૂળ પ્રદ્યુમ્ન નામે રાજસચિવ. એમનો પણ જયસિંહ સિદ્ધરાજ પર પ્રભાવ હતો. એમણે સં.૧૧૬માં “જીવસમાસ-વૃત્તિ', સં.૧૧૭૦માં ભવભાવનાસૂત્ર' સ્વોપજ્ઞ વૃત્તિ સહ (જેમાં “મિચરિત' અંતર્ગત છે), સં.૧૧૭૫માં વિશેષાવશ્યકસૂત્ર-બૃહદ્રવૃત્તિ', “ભુવનભાનુકેવલીચરિત્ર' તથા અન્ય ગ્રંથો રચ્યા છે (જુઓ જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૩૩૯-૩૪૧).
૩. વિજયચન્દ્ર, શ્રીચન્દ્ર, વિબુધચન્દ્રઃ વિજયચન્દ્ર સં. સં. ૧૧૯૧માં “ધર્મોપદેશમાલા-વિવરણ રચેલ છે.
શ્રીચન્દ્ર સંભવતઃ સિદ્ધરાજના સમયમાં લાટદેશના મુદ્રાધિકારી હતા. એમણે પ્રાકૃતમાં સં.૧૧૯૩માં મુનિસુવ્રતચરિત્ર” તેમજ “સંગ્રહણીરત્ન” અને “ક્ષેત્રસમાસ' એ ગ્રંથો રચ્યા છે. સં.૧૨૨૨માં ગુરુ હેમચન્દ્રસૂરિકૃત “આવશ્યકસૂત્ર-પ્રદેશવ્યાખ્યા પર ટિપ્પન રચ્યું.
શ્રીચન્દ્રકૃત “સંગ્રહણી' પર એમના શિષ્ય દેવભદ્રસૂરિએ વૃત્તિ રચી છે તે ઉપરાંત ‘ન્યાયાવતાર-
ટિપ્પનક પણ રચ્યું છે. ૪. મુનિચંદ્ર : એ શ્રીચંદ્રના પટ્ટધર હતા. ૫. દેવાનંદ, યશોભદ્ર.
૬. દેવપ્રભ ? એમણે સં.૧૨૭૦ના અરસામાં “પાંડવચરિત' તેમજ “ધર્મસારશાસ્ત્ર' મૃગાવતીચરિત્ર' અને “અનર્ધરાઘવકાવ્યાદર્શ એ ગ્રંથો રચેલ છે.
૭. નરચન્દ્ર/નરેન્દ્રપ્રભ ? તેમણે સં.૧૨૮૮માં વસ્તુપાલની પ્રશસ્તિરૂપ સ્તુતિકાવ્યો, તેમજ વસ્તુપાલની વિનંતીથી “કથારત્નસાગર', “જ્યોતિસાર', “અનઘેરાઘવ' પર ટિપ્પન આદિ ઘણા ગ્રંથો રચ્યા છે. (જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, ફકરા પપ૬-૫૭)
૮. પાદેવ. ૯. શ્રીતિલક. ૧૦. રાજશેખર ઃ તેમણે શ્રીધરકૃત ન્યાયકંદલી' પર પંજિકા (સં.૧૩૮૫),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org