________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
પ્રાકૃત ‘યાશ્રયવૃત્તિ’ (સં.૧૩૮૭), ‘પ્રબંધકોશ/ચતુર્વિશતિપ્રબંધ' (સં.૧૪૦૫), ‘સ્યાદ્વાદકલિકા’, ‘ષડ્દર્શનસમુચ્ચય’, ‘કૌતુકકથા’ (આંતરકથાસંગ્રહ), ‘કથાકોશ' વગેરે ગ્રંથો રચ્યા છે. એમણે જૂની ગુજરાતીમાં ‘નેમિનાથ ફાગ' પણ રચેલ છે.
આ ઉપરાંત મલધારીૢગચ્છના કેટલાક આચાર્યોની નીચે પ્રમાણે માહિતી મળે
૨૫૦
છે :
હેમસૂરિ ઃ અભયદેવસૂરિશિ. હેમચન્દ્રસૂરિથી આ જુદા માનવા જોઈએ. એમને નામે ‘ઋષભરત’ ‘પદ્મવરચરિત્ર’ ‘નેમીશ્વરચરિત' એ કૃતિઓ મળે છે. હેમસૂરિશિ. ગુણસાગર ઉપાધ્યાયકૃત ‘નૈમિચરિત્રમાલા' ગુજરાતીમાં મળે છે. ગુણસાગરસૂરિ (ઉપર્યુક્ત ગુણસાગર ઉપાધ્યાય ?) પટ્ટે લક્ષ્મીસાગરસૂરિના સં.૧૫૪૮-૧૫૭૫ના ઉલ્લેખ મળે છે.
લક્ષ્મીસાગરશિષ્ય ગુણનિધાનંગ. હીરાણંદે લખેલી પ્રત સં.૧૫૬૫ની મળે છે. વિદ્યાસાગર-ગુણસુંદરશિ. સર્વસુંદરસૂરિએ સં.૧૫૧૦માં ‘હંસરાજવત્સરાજ
ચિરત’ રચેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org