________________
પૂર્તિ
એમણે કુમારપાળના રાજ્ય(સં.૧૧૯૯-૧૨૩૨)માં ‘સુમતિનાથચિરત્ર', જેનાં કેટલાંક પદ્યો ‘કુમારપાલપ્રતિબોધમાં મુકાયાં છે તે ‘સૂક્તમુક્તાવલી/સિન્દુપ્રકર/ સોમશતક', સંભવતઃ મૂલરાજના રાજ્ય (સં.૧૨૩૩-૧૨૩૫)માં ‘શતાર્થકાવ્ય’ તથા કુમારપાલના અવસાન પછી ૯ વર્ષે એટલે સં.૧૨૪૧માં ‘કુમારપાલપ્રતિબોધ’ રચેલ છે.
(6)
૨૪૭
૩૬. સર્વદેવ. ૩૭. દેવ. ૩૮. સર્વદેવ. ૩૯. જયસિંહ. ૪૦. ચન્દ્રપ્રભ. ૪૧. ધર્મઘોષ. ૪૨. શીલગુણ.
૪૩. માનતુંગ : તેમણે ‘જયંતીપ્રશ્નોત્તર/સિદ્ધજયંતી' ગ્રંથ રચ્યો.
૪૪. મલયપ્રભ : એમણે ઉપર્યુક્ત ગ્રંથ પર સં.૧૨૬૦માં વૃત્તિ રચી. પિપ્પલકગચ્છ પટ્ટાવલી (૧)
૧. શાંતિસૂરિ : તેઓ વડગચ્છના હતા. ચક્રેશ્વરી એમના પર પ્રસન્ન હતા. એમણે સિદ્ધ નામના શ્રાવકે બાંધેલા નેમિચૈત્યમાં આઠ શિષ્યોને આચાર્યપદ આપ્યું હતું અને એ રીતે આઠ શાખાઓ અસ્તિત્વમાં આવી હતી ઃ ૧. મહેન્દ્રસૂરિ, ૨. વિજયસિંહસૂરિ, ૩. દેવેન્દ્ર/દેવચન્દ્રસૂરિ, ૪. પદ્મદેવસૂરિ, પ. પૂર્ણદેવ/પૂર્ણચન્દ્રસૂરિ, ૬. જયદેવસૂરિ, ૭. હેમપ્રભસૂરિ, ૮. જિનેશ્વ૨સૂરિ.
આ સૂરિ તે સં.૧૧૬૧માં ‘પૃથ્વીચન્દ્રચરિત્ર' તથા અન્ય કૃતિઓ રચનાર (સર્વદેવસૂરિશિ. નેમિચન્દ્રના શિ. અને સર્વદેવ પછી પાટે આવેલા) શાંતિસૂરિ માનવામાં આવ્યા છે. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૩૭૭ તથા ફકરો ૩૪૯).
આ સૂરિને ભોજરાજાના દરબારમાં ‘વાદિવેતાલ'નું બિરુદ મેળવનાર જણાવવામાં આવેલ છે. પરંતુ વાદિવેતાલ ને ‘ઉત્તરાધ્યયન’ ૫૨ ‘પાઇય’ ટીકા રચનાર શાંતિસૂરિ/ શાન્ત્યાચાર્ય સં.૧૧મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું નક્કી થાય છે જેમનો મેળ અહીં બેસવો મુશ્કેલ છે. વળી, એ થારાપદ્રગચ્છીય હતા એવો ઉલ્લેખ પણ મળે છે.
શાંતિસૂરિએ સં.૧૨૨૨માં આઠ શિષ્યોને આચાર્ય બનાવ્યા એ હકીકત પણ હવે પછી આવતા વિજયસિંહસૂરિના સમય સાથે સંગત નથી. સં.૧૨૨૨ કદાચ સાચો૨ના કોઈ તીર્થના પ્રાકટ્યનો સમય હોય.
9
Jain Education International
૨. વિજયસિઁહસૂરિ : સં.૧૨૦૮માં ડીડલામાં પ્રતિષ્ઠા કરી. સં.૧૧૮૩માં ‘શ્રાદ્ધપ્રતિક્રમણ-ચૂર્ણિ’ રચી.
૩. દેવભદ્ર. ૪. ધર્મઘોષ. ૫. શીલભદ્ર તથા પરિપૂર્ણદેવ. ૬. વિજયસેન.
૭. ધર્મદેવ : બીજાઓના ત્રણ ભવની વીગત જાણી શકતા હતા, તેથી ‘ત્રિભવિયા’ તરીકે પ્રસિદ્ધ થયા. એમની શિષ્યપરંપરા ત્રિભવિયા શાખા કહેવાઈ. ગુજરાતના રાજા સારંગદેવ વગેરે તેમના ભક્ત બન્યા.
૮. ધર્મચન્દ્ર ઃ તેઓ સં.૧૩૧૧માં વિદ્યમાન હતા. એમણે ‘મલયસુંદરીકથા’
For Private & Personal Use Only
www.jainelibrary.org