SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૫૦. સાગરચન્દ્ર. (૬) ૩૬. સર્વદેવ. ૩૭. યશોભદ્ર, નેમિચન્દ્ર ઃ નેમિચન્દ્ર ઉદ્યોતનસૂરિશિષ્ય આમ્રદેવસૂરિના શિષ્ય હતા. એમનું અપરનામ દેવેન્દ્ર સિાધુ હતું. એ સિદ્ધાન્તશિરોમણિ' તરીકે પ્રસિદ્ધ હતા. એમણે સં.૧૧૨૯માં ગુરુબંધુ મુનિચન્દ્રસૂરિના કહેવાથી ઉત્તરાધ્યયનસૂત્ર પર “સુખબોધા” નામે વૃત્તિ, સં.૧૧૩૯(૪૧)માં “મહાવીરચરિય, પ્રાકૃતમાં “રત્નચૂડકથા” તથા “આખ્યાનમણિકોશ' વગેરે ગ્રંથો રચ્યા છે. પિપ્પલકગચ્છના સ્થાપક શાંતિસૂરિને આ નેમિચન્દ્રના શિષ્ય લેખવામાં આવે છે. જુઓ પિપ્પલકગચ્છ પટ્ટાવલી ક્ર.૧. ૩૮. મુનિચંદ્ર, માનદેવ : યશોભદ્ર પ્રાયઃ મુનિચન્દ્રસૂરિના દીક્ષાગુરુ અને નેમિચન્દ્ર આચાર્યપદવી આપનાર. વિનયચન્દ્ર પાઠક એમના વિદ્યાગુરુ હતા. તેઓ વાદી હોવા ઉપરાંત ઉગ્ર તપસ્વી હતા અને સૌવીર (કાંજી) પીને જ રહેતા એટલે ‘સૌવીરપાયી” કહેવાતા. સ્વ. સં. ૧૧૭૮ પાટણમાં. મુનિચન્દ્ર સં.૧૧૬૮માં “દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ” પર વૃત્તિ, સં.૧૧૭૦માં “સૂક્ષ્માર્થસાર્ધશતક-ચૂર્ણિ, સં.૧૧૭૧માં હારિભદ્રીય “અનેકાંતજયપતાકવૃત્તિ” પર ટિપ્પન, સં.૧૧૭૪માં હારિભદ્રીય ઉપદેશપદ પર વૃત્તિ અને અન્ય ઘણા ગ્રંથો રચ્યા છે. (જુઓ. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૩૩૨થી ૩૩૪.) માનદેવસૂરિ તે કદાચ વિરહાંક (યાકિનીમૂન) હરિભદ્રસૂરિકૃત “શ્રાવકધર્મવૃત્તિ પર વૃત્તિ રચનાર હોય. માનદેવશિ. જિનદેવ ઉપાધ્યાયશિ. હરિભદ્રસૂરિએ સં. ૧૧૭૨માં બંધસ્વામિત્વ' ષડશીતિ' વગેરે કર્મગ્રંથ પર વૃત્તિ, પ્રાકૃતમાં “મુનિપતિચરિત્ર' અને “શ્રેયાંસનાથચરિત્ર', સં.૧૧૮પમાં “પ્રશમરતિ' તથા ક્ષેત્રસમાસ' પર વૃત્તિ, સં.૧૨૧૬માં “નેમિનાહચરિય તેમજ “ચન્દપ્પહચરિય” એ ગ્રંથો રચેલ છે. ૩૯. અજિતદેવ : એમના શિષ્ય હેમચન્દ્રસૂરિએ “નાભેયનેમિમહાકાવ્ય રચ્યું છે. ૪૦. વિજયસિંહ. ૪૧. સોમપ્રભ ? પ્રાગ્વાટ જાતિના વૈશ્ય. પિતા સર્વદેવ, પિતામહ જિનદેવ. જિનદેવ કોઈ રાજાના મંત્રી હતા. સોમપ્રભે કુમારાવસ્થામાં જ દીક્ષા લઈ તીવ્ર બુદ્ધિના પ્રભાવે સમસ્ત શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી આચાર્યપદવી પ્રાપ્ત કરી હતી. તેમની તર્કશાસ્ત્રમાં અદ્દભુત પટુતા, કાવ્યવિષયમાં ઘણી ત્વરિતતા અને વ્યાખ્યાન આપવામાં બહુ કુશળતા હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy