________________
૨૪૪
‘નયનચંદ્ર’ કદાચ છાપભૂલ હોય.
૪૮. મુનિશેખર : ભટ્ટીનગરમાં હતા ત્યારે શત્રુંજય પર લાગેલી આગ ઠારી
દીધી હતી.
જૈન ગૂર્જર કવિઓ : ૯
તેમને મુનિનાયક (સં.૧૪૧૭) નામે શિષ્ય હતા.
૪૯. તિલક :
જૈન પરંપરાનો ઇતિહાસ' બીજા આ. ધર્મતિલક નોંધે છે-અને સં.૧૩૯૪ તથા સં.૧૪૩૯ એ વર્ષો આપે છે.
૫૦. ભદ્રેશ્વર : દુગડગોત્રી.
અહીંથી આચાર્યપદસ્થાપનાપૂર્વક ભટ્ટાકો થયા. જૈન પરંપરાનો ઇતિહાસ' મુજબ ભટ્ટારકપદ અને આચાર્યપદ જુદાં થયાં. મુનીશ્વરસૂરિ પછીથી એ ભટ્ટારક અને આચાર્ય એમ બે નામો સાથે મૂકે છે, જે માલદેવની પટ્ટાવલીમાં ‘તત્પè’ એમ કરીને જ આપેલાં છે. જૈન પરંપરાના ઇતિહાસ' એ કરેલી રજૂઆત સાધાર જણાય છે, કેમકે માલદેવની પટ્ટાવલીમાં પુણ્યપ્રભટ્ટે સંયમરત્નપદે ભાવદેવ એમ આવ્યા પછી પુષ્પિકામાં ભ. પુણ્યપ્રભપટ્ટે ભ. ભાવદેવ એમ જ આવે છે, જેનું અન્યત્રથી પણ સમર્થન છે.
૫૧. મુનીશ્વર ઃ લોઢાવંશ. એમના મસ્તક પરનો મણિ આજે પણ દેરાસરમાં પૂજાય છે. પિરોજશાહ સુલતાને એમને ‘વાદિગજાંકુશ' એવું બિરુદ આપેલું. એમણે જ્ઞાનસાગર, કૃષ્ણભટ્ટ વગેરેને વાદમાં જીતેલા.
પિરોજશાહ સુલતાનનું માન મુનિભદ્રે મેળવેલું એમ અન્યત્ર છે. જુઓ આ પૂર્વે પટ્ટાવલી (૧) ૬.૪૬.
માલદેવની પટ્ટાવલીમાં આ પછી રત્નપ્રભનું નામ છે, જે જૈન પરંપરાનો ઈતિહાસ'માં નથી. મુનીશ્વર ભટ્ટારક અને રત્નપ્રભ આચાર્ય હોય એમ બને.
‘વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહમાં પાદટીપમાં મુનીશ્વરનું પદસ્થાપના વર્ષ ૧૩૮૮ અને રત્નપ્રભનું ૧૪૫૫ આપેલ છે તે સમયનું ઘણું અંતર બતાવે છે.
૫૨. (ભ.) મહેન્દ્ર :
આમના પછી (પટ્ટે નહીં) માલદેવ મુનિનિધાનનું નામ નોંધે છે, જેમણે વારાણસીમાં દંડ ફેરવીને પંડિતોને મૂંગા કરી જીત્યા હતા. જૈન પરંપરાનો ઇતિહાસ' આ નામ આપતો નથી, એને સ્થાને આ. રત્નાકરનું નામ આપે છે. ઉપરાંત મહેન્દ્રસૂરિના એક બીજા પટ્ટધર ભ. કમલચંદ્રસૂરિ (સં.૧૪૮૨માં) થયેલા જણાવે છે. પ૩. (ભ.) મેરુપ્રભ, (આ.) રાજરત્ન ઃ
સં.૧૫૪૯માં રચાયેલ વિનયરત્નની ‘સુભદ્રા ચોપાઈમાં મેરુપ્રભસૂરીન્દ્ર-પસાઉ, રાજરતનસૂરિ ગણધ૨-રાઉ' એવો ઉલ્લેખ છે. (ભા.૧, ૪૮૯)
૫૪. (ભ.) મુનિદેવ, (આ.) રત્નશેખર. ૫૫. (ભ.) પુણ્યપ્રભ, (આ.) સંયમરત્ન ઃ સંયમરત્નની પદસ્થાપના સં.૧૫૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org