SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્તિ ૨૪૩ ૪૨. મહેન્દ્ર. ૪૩. પ્રદ્યુમ્ન : એમણે ખરતરગચ્છીય જિનપતિસૂરિ (સં.૧૨૨૩-૧૨૭૮)ના વિચારોના ખંડન રૂપે “વાદસ્થલ' નામે ગ્રંથ રચ્યો, જેના પ્રતિવાદમાં જિનપતિસૂરિએ પ્રબોધ્યવાદસ્થલ' નામે ગ્રંથ રચ્યો. ૪૪. માનદેવ એ પ્રદ્યુમ્નસૂરિપટ્ટોદ્ધરણ' કહેવાતા. ૪૫. જયાનંદ ઃ સં.૧૩૦પમાં ગિરનાર તીર્થમાં દંડનાયક સલક્ષણસિંહે ભરાવેલી પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (આ પટ્ટાવલીનો મૂળ આધાર “વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહમાં મુદ્રિત માલદેવકૃત પટ્ટાવલી છે. “જૈન પરંપરાનો ઈતિહાસે પણ એ આપી છે. અહીં એનો લાભ લીધો છે. તેમજ અન્યત્રથી પૂર્તિ કરી છે.) ૪૧. વાદિદેવ : પદસ્થાપના સં.૧૧૭૪ એમના બંધુ વિમલચન્દ્ર ઉપાધ્યાય. માણિજ્ય વગેરે ૨૪ સૂરિઓ એમના શિષ્ય. ભગિની મહાસતી વાહડદે, મંત્રીશ્વર જાહડશાહ વગેરેની વિનંતીથી પાટણમાં દિગમ્બર કુમુદચન્દ્રને હરાવ્યા. ૮૪ વાદો જીત્યા. વિશેષ માટે જુઓ તપા. મુખ્ય પટ્ટાવલી ક.૪૦ના પેટામાં તથા નાગપુરીય તપા. પટ્ટાવલી ક્ર.૪૧ નાગપુરીય તપા. પટ્ટાવલીમાં ૨૪ આચાર્યોનાં નામ આપ્યાં છે તેમાં માણિક્યસૂરિનું નામ નથી. વસ્તુતઃ ત્યાં નામ ૨૩ જ થાય છે. તો માણિજ્યસૂરિનું નામ છૂટી ગયું હશે ? ૪૨. વિમલચંદ્ર ઉપાધ્યાય : આ પછી ઉપાધ્યાયપદવી નિષિદ્ધ થઈ. માનદેવસૂરિ : વાદિદેવસૂરિએ ૨૪ને આચાર્યપદ આપેલાં તેમાં માનદેવ નામ છે તે જ આ હોવા ઘટે. ૪૪. હરિભદ્ર : જેન પરંપરાનો ઇતિહાસ” આ સાથે બીજા આ. સર્વદેવનું નામ પણ નોંધે છે, જેમના પં. ઉદયચન્દ્ર (સં.૧૩૬૦) નામે શિષ્ય હતા. ૪૫. પૂર્ણપ્રભ ? જેન પરંપરાનો ઈતિહાસ પૂર્ણપ્રભને સ્થાને પૂર્ણચંદ્ર/પૂર્ણભદ્ર નામ આપે છે, સાથે બીજા આ. હરિપ્રભનું નામ નોંધે છે અને સં.૧૩૩૬ તથા ૧૩૪૯ એ વર્ષો આપે છે. ૪૬. નેમિચન્દ્ર. ૪૭. નયચન્દ્રઃ જૈન પરંપરાનો ઈતિહાસ નયચંદ્રને સ્થાને નયનચંદ્ર નામ આપે છે અને એમણે સં.૧૩૪૩માં શિયાળબેટમાં નેમિનાથની પ્રતિષ્ઠા કરી હતી એની માહિતી આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy