SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ મોટા વડ નીચે સર્વદેવસૂરિ વગેરેને સૂરિપદ આપ્યાં ત્યાંથી બૃહદ્દ(વડ)ગચ્છ અસ્તિત્વમાં આવ્યો. જુઓ તપા. પટ્ટાવલી ક.૩૫. ૩૬. સર્વદવ ? જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૩૬, ૩૭. દેવ ? જુઓ તપા. પટ્ટાવલી ક્ર. ૩૭. ૩૮. સવદવ : જુઓ તપા. પટ્ટાવલી ક.૩૮. ૩૯. નેમિચન્દ્રઃ જુઓ તપા. પટ્ટાવલી ક.૩૯. ૪૦. મુનિચન્દ્રઃ જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૪૦. ૪૧. વાદિદેવ : જુઓ નાગપુરીય તપા. પટ્ટાવલી ક્ર.૪૧. ૪૨. ભદ્રેશ્વર ઃ તેમણે સં.૧૧૮૬માં પાટણમાં “સાવયવયપરિગ્રહ પરિમાણ” ગ્રંથ રચ્યો. ઉપરાંત, સં.૧૨૩૮માં રત્નપ્રભસૂરિએ રચેલી “ઉપદેશમાલા-દોઘટ્ટીવૃત્તિનું ભદ્રેશ્વરસૂરિ વગેરેએ સંશોધન કર્યું. વાદિદેવસૂરિ એમને ગચ્છભાર સોંપી સં.૧૨૨૬માં સ્વર્ગસ્થ થયા. એમના શિષ્ય પરમાનંદસૂરિએ સં.૧૨૫૦ આસપાસ ખંડનમંડનટિપ્પનક' રચેલ ૪૩. વિજયચન્દ્ર/વિજયેન્દુ૪૪. માનભદ્ર ઃ એમના શિષ્ય વિદ્યાકરગણિએ વિજયચન્દ્રસૂરિની તથા વિદ્યાગુરુ હરિભદ્રસૂરિની કૃપાથી હૈમવ્યાકરણ-બૃહવૃત્તિ સં.૧૩૬૮માં રચી. ૪૫. ગુણભદ્રઃ મહમ્મદ બાદશાહે (સં.૧૩૮૨–૧૪૦૭) તેમના એક શ્લોકથી પ્રસન્ન થઈ દશ હજાર સોનામહોરોની થેલી ધરી હતી, જે એમણે સ્વીકારી ન હતી. તેઓ વ્યાકરણ, છંદ, અલંકાર, કાવ્ય, નાટક, ન્યાય વગેરેના તલસ્પર્શી વિદ્વાન હતા. ૪૬. મુનિભદ્રઃ તેમને પિરોજશાહ (સં.૧૪૦૭–૧૪૪૫) બહુ માનતો હતો. એમણે સં.૧૪૧૦માં શાંતિનાથચરિત્ર રચેલ છે. ઉપરાંત, એમણે દેવેન્દ્રસૂરિએ સં.૧૪૨૯માં રચેલ પ્રશ્નોત્તર-રત્નમાલાનું સંશોધન કર્યું છે. ૪૪. માનભદ્ર. ૪૫. હરિભદ્રઃ જુઓ ઉપર ક્ર.૪૪ના પેટામાં. ૪૬. ધર્મચન્દ્રઃ તેમની પ્રેરણાથી રત્નદેવગણિએ સં.૧૩૯૩માં જયવલ્લભકૃત પ્રાકૃત ‘ વિજ્જાલગ્નની ટીકા રચી. ૪૭. વિનયચન્દ્ર ઃ તેમના ઉપદેશથી સં.૧૪૪૩માં નાડલાઈના ઉજ્જયંતાવતાર તીર્થ જાદવજી દેરાસરનો જીર્ણોદ્ધાર થયો. (૩) ૪૧. વાદિદેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy