SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્તિ ૨૪૧ રાજગચ્છ પટ્ટાવલી (૪). ૧. વર્ધમાન. ૨. દેવચંદ્ર. ૩. ચન્દ્રપ્રભ. ૪. ભદ્રેશ્વરઃ એમના શિષ્ય હરિભદ્રાચાર્યથી આચાર્યપદને પ્રાપ્ત થયેલ જિનચંદ્રસૂરિ (જે વર્ધમાનસૂરિના શિષ્ય તરીકે ઓળખાવાયા છે)ના શિષ્ય વિજયસિંહસૂરિએ સં.૧૨૧૫માં પાલીમાં “જબુદ્વીપસમાસ” પર “વિનેયજનહિતા' નામની ટીકા રચી છે. સં. ૧૨૧૫માં જિનભદ્રગણિના “ક્ષેત્રસમાસ' પર વૃત્તિ રચનાર વિજયસિંહસૂરિ કદાચ ભિન્ન નહીં હોય. જિનચંદ્રના શિષ્યો સર્વદવસૂરિ, પ્રદ્યુમ્નસૂરિ અને યશોદેવસૂરિ હતા. ૫. અજિતસિંહ. ૬. દેવભદ્ર ઃ એમણે ભદ્રેશ્વરસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને અજિતસિંહ પાસે સાહિત્ય, ન્યાય, આગમાદિનો અભ્યાસ કર્યો હતો. સં.૧૨૩૬માં ઝાડોતીમાં ઋષભદેવ તથા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી. તેમણે સં.૧૨૪૮માં “પ્રમાણપ્રકાશની અને અપભ્રંશમાં “શ્રેયાંસચરિત'ની રચના કરી છે. સિદ્ધસેનસૂરિ દેવભદ્રસૂરિના શિષ્ય. તેમણે સં. ૧૨૪૮ કે ૧૨૭૮માં નેમિચન્દ્રના ‘પ્રવચનસારોદ્ધાર' પર “તત્ત્વપ્રકાશિની' નામે ટીકા રચી છે. આ ઉપરાંત “પપ્રભચરિત્ર', સામાચારી' તથા સ્તુતિઓની રચના કરી છે. રાજગચ્છ પટ્ટાવલી (૫). પ્રભાચન્દ્રસૂરિ ઃ શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર. પૂર્ણભદ્રસૂરિ-ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય. તેઓ ધનેશ્વર-અજિતસિંહ-શીલભદ્ર-શ્રીચંદ્ર-ધનેશ્વરાદિ પૂર્વાચાર્યોનો ઉલ્લેખ કરે છે તે કદાચ પાટપરંપરા તરીકે અભિપ્રેત નહીં હોય. એમણે સં.૧૩૩માં પ્રભાવકચરિત’ રચેલ છે. મહિચન્દ્રસૂરિ : સં.૧પ૨૪માં એમના શિષ્ય રાજવલ્લભે ‘ચિત્રસેનપદ્માવતીકથા' રચી છે. સં. ૧૫૦૦ આસપાસ લોંકાશાહને મહેશ્વર ટાળી જૈન બનાવનાર ધર્મઘોષગચ્છના ઉપાધ્યાય મહિચન્દ્રની વાત મળે છે (ભા.૬, ૩૪૩) તે ખરી હોય તો તે આ મહિચન્દ્ર હોઈ શકે. આચાર્યપદ મળ્યા પહેલાંની એ ઘટના હોય. બૃહદ્ગચ્છ/વડગચ્છ પટ્ટાવલી (“જૈન પરંપરાનો ઇતિહાસ' (ભા. ૨, પૃ.૭૦-૭૩, ૩૦૬-૦૮ અને પ૭૬-પ-૧; ભા.૩, પૃ.૩૫૬-૫૭) વડગચ્છની (નાગપુરીય તપા. સમેત) ૨૦ જેટલી પટ્ટાવલીઓ આપે છે. તેમાંથી નોંધપાત્ર પટ્ટાવલીઓ અહીં “જૈન ગૂર્જર કવિઓ', “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' વગેરેનો પણ આધાર લઈ આપવામાં આવી છે.) ૩૫. ઉદ્યોતન? એમણે વિ.સં.૯૯૪માં આબુદાચલ પર આવેલા ટેલીગ્રામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy