SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ જૈન ગૂર્જર કવિઓ: ૯ એમાં પુનરાવર્તન, ઊલટસૂલટ ક્રમ છે ને માહિતીની ભેળસેળ છે. અન્ય પરંપરાના સમાન નામના આચાર્યોની માહિતી પણ દાખલ થઈ ગઈ જણાય છે. અહીં જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વગેરે અન્ય સાધનોની મદદથી આધારભૂત લાગી એટલી પરંપરા ને થોડા નોંધપાત્ર આચાર્યો વિશે માહિતી આપી છે. ' ધર્મઘોષગચ્છ (૨) એની બીજી પણ થોડી વિશૃંખલ પરંપરા મળે છે. ૯. શીલભદ્રસૂરિ. ૧૦. ધર્મસૂરિ ધર્મઘોષસૂરિ : નાગોરનો આલ્હણ (સં.૧૧૬૭-૧૨૧૮), અજમેરનો ચોથો વિગ્રહરાજ (સં.૧૨૧૨-૧૨૨૦) વગેરે અનેક રાજવીઓને એમણે પ્રભાવિત કર્યા હતા. સં. ૧૨૮૧માં ફલોધીમાં પ્રતિષ્ઠા કરેલી. એમણે સં.૧૧૨૯માં મુદિયાડના બ્રાહ્મણોને, સં.૧૧૩૨માં વણથલીના ચૌહાણ રાજા પૃથ્વીપાલને તેમજ બીજા અનેકોને જૈન બનાવ્યા હતા. ૧૧. યશોભદ્રસૂરિ : તેમણે ત્રણ વર્ગોના વ રહિત નાનું “ગદ્યગોદાવરીકાવ્ય' અને પ્રત્યક્ષાનુમાનાધિકપ્રકરણ’ રચ્યાં છે. * ૧૨. રવિપ્રભસૂરિ : એમણે રાજસભામાં કીર્તિ પ્રાપ્ત કરી હતી. ૧૩. ઉદયપ્રભસૂરિ : એમણે નેમિચન્દ્રના પ્રવચનસારોદ્ધાર' પર “વિષપદવ્યાખ્યા/વિષમપદાર્થાવબોધ' નામની ટીકા તેમજ કર્મગ્રંથો ઉપર ટિપ્પણી રચ્યાં છે. પૃથ્વીચન્દ્રસૂરિ ઃ યશોભદ્રશિ. દેવસેનગણિના શિષ્ય. એમણે “કલ્પસૂત્ર' પર ટિપ્પણ રચ્યું છે. જયચન્દ્રસૂરિ : સંભવતઃ પૃથ્વીચન્દ્રના પટ્ટધર. પ્રતિષ્ઠાલેખ સં.૧૩૪૩. રાજગચ્છ પટ્ટાવલી (૩) ૧. શીલભદ્ર. ૨. ભરતેશ્વર. ૩. વૈરસ્વામી : શીલભદ્રના શિષ્ય પણ ભરતેશ્વરની પાટે. સં.૧૨૧૨માં એમણે આબુમાં પ્રતિષ્ઠા કરી હતી. ૪. નેમિચન્દ્રઃ એમણે કણાદના વૈશેષિક મતનું ખંડન કર્યું હતું. ૫. સાગરચન્દ્રઃ “જૈન પરંપરાનો ઈતિહાસ' નાડોલના કલ્હણદેવને પ્રતિબોધનાર આ સાગરચન્દ્રને ગણે છે, જ્યારે ઉપર આપેલી પટ્ટાવલીમાં એ ધર્મઘોષગચ્છના છે. માણિજ્યચન્દ્રઃ એ સાગરચના ગુરુભાઈ હતા, પણ પોતાને સાગરચના શિષ્ય કે ભક્ત તરીકે ઓળખાવે છે. એમણે સં.૧૨૬૬ (૧૨૧૬ ને ૧૨૪૬ પણ મળે છે)માં મમ્મટકૃત “કાવ્યપ્રકાશ” પર “સંકેત' નામે ટીક, સં.૧૨૭૬માં પાર્શ્વનાથચરિત્ર” તથા “શાંતિનાથચરિત્ર' વગેરે ગ્રંથો રચ્યા છે. જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૪૮૭, પ૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy