________________
પૂર્તિ
૨૩૯
૯. શીલભદ્ર ઃ એમની પરંપરામાં જિનેશ્વરસૂરિશિ. રત્નપ્રભસૂરિશિ. માનતુંગસૂરિએ સં. ૧૩૩૨માં “શ્રેયાંસચરિત' તથા ‘ત્રિપુરાગમમાંથી ઉદ્ધરીને સ્વતંત્ર સૂત્રગ્રંથ સ્વપજ્ઞ ટીકા સાથે રચેલ છે.
૧૦. ધર્મ/ધર્મઘોષ ઃ વાદિચન્દ્રગુણચન્દ્રના વિજેતા. ત્રણ રાજાઓને પ્રબોધનાર. એમનાથી ધર્મઘોષગચ્છ શરૂ થયો. (જુઓ હવે પછીની પટ્ટાવલી)
જૈન પરંપરાનો ઈતિહાસ' ધર્મઘોષસૂરિ અને જ્ઞાનચન્દ્રસૂરિ વચ્ચે રત્નસિંહસૂરિ -દેવેન્દ્રસૂરિ-રત્નપ્રભસૂરિ–આણંદસૂરિ–અમઅભસૂરિ એવી પરંપરા આપે છે, પરંતુ વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ અંતર્ગત પટ્ટાવલીમાં એ નામો નયચંદ્રસૂરિ પાસે ધર્મઘોષગચ્છની પરંપરા પૂરી થયા પછી અલગ ૧થી ૫ એવા ક્રમ સાથે આપ્યાં છે. એમને અહીં દાખલ કરવા માટે તથા એમને વિશે અપાયેલી માહિતી માટે શો આધાર છે તે સ્પષ્ટ થતું નથી. એક શિષ્ય રત્નસૂરિ (રત્નસિંહ કે રત્નપ્રભ) તો અન્યત્ર મળે જ છે, જેમણે સં. ૧૨૨૭/૧૨૩૭માં ધર્મસૂરિવિષયક કુલકો રચેલ છે. જ્ઞાનચન્દ્રનો “જેન પરંપરાનો ઇતિહાસે' આપેલો સમય જતાં ધર્મઘોષસૂરિ અને એમની વચ્ચે બીજા આચાર્યો પાટે આપ્યા હોવા જોઈએ એમ તો લાગે છે.
૧૧. જ્ઞાનચન્દ્રઃ સં.૧૩૭૮માં વિમલવસહીની જીર્ણોદ્ધાર પામેલી દેરીઓમાં પ્રતિષ્ઠા. સં. ૧૩૯૪ સુધી વિદ્યમાન.
૧૨. મુનિશેખરઃ ઉપર્યુક્ત પ્રતિષ્ઠા વખતે હાજર. તેમની સં.૧૭૮૬માં બનેલી મૂર્તિ મળે છે.
૧૩. સાગરચન્દ્રઃ “વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહની રાજગચ્છ પટ્ટાવલી એમને નાડોલના કેલ્ડણદેવ (સં.૧૨૨૧-૧૨૪૯) વગેરેના પ્રબોધક કહે છે, જે સમયદષ્ટિએ સંગત નથી. “જૈન પરંપરાનો ઈતિહાસ એમને સં. ૧૪૭૨માં વિદ્યમાન જણાવે છે.
૧૪. મલયચન્દ્રઃ પ્રતિમાલેખ સં.૧૪૬૬ અને ૧૪૮૯. ૧૫. પદ્મશેખર : પ્રતિમાલેખ સં.૧૪૮૦, ૧૪૯૧, ૧૫૧૦.
૧૬. પદ્માનંદઃ વિજયચન્દ્રના પ્રસાદથી હરિકલશે રચેલ ભુવનભાનુ-કેવલીચરિત્ર બાલા.માં મલયચન્દ્ર-પદ્રશેખર-વિજયચન્દ્ર એવી પાટપરંપરા આપવામાં આવી છે (ભા.૧,૪૯૩) ને એ કવિનું કુરુદેશતીર્થમાલાસ્તોત્ર' તે પછી પદ્માનંદસૂરિના રાજ્યકાળમાં રચાયેલ જણાય છે. (ભા.૧, ૪૯૧) વિજયચન્દ્રના પ્રતિમાલેખ સં. ૧૪૮૦થી ૧૫૩૭ના મળે છે, જ્યારે પદ્માનંદ સં.૧૫૪પમાં હયાત હોવાની માહિતી મળે છે.
૧૭. નન્ટિવર્ધનઃ પ્રતિષ્ઠાલેખ સં.૧૫૭૧. એમણે સં.૧૫૮૮માં “યાદવ રાસ” રચેલ છે (ભા. ૧, ૩૦૭).
૧૮. નયચંદ્ર.
વર્ધમાનસૂરિ પછીની પાટપરંપરા વિવિધ રીતે મળે છે. “જૈન પરંપરાનો ઇતિહાસ (ભા.૨, પૃ.૧૬-૪૯) રાજગચ્છ(ધર્મઘોષગચ્છ સમેત)ની ૧૮ પટ્ટાવલી આપે છે, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org