________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
‘દ્રવ્યાલંકાર’ તથા ‘નાટ્યદર્પણ’ વિવૃત્તિ સહિત રચેલ છે તે ઉપરાંત ‘નવિલાસ’ આદિ નાટકો, ‘સુભાષિતકોશ’, ‘હૈમબૃહદ્વ્રુત્તિન્યાસ’ અને સ્તોત્રાદિની રચના કરેલ છે. એમના પરિચય અને ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૨.૪૬૩થી ૪૬૬.
કુમારપાલ પછી ગાદીએ આવેલો એમનો ભત્રીજો (સં.૧૨૩૦થી ૧૨૩૩) અજયપાલ જૈનāષી હોઈ એણે રામચન્દ્રસૂરિની હત્યા કરી.
રાજગચ્છ પટ્ટાવલી (૧)
[આ ચન્દ્રગચ્છની જ શાખા છે અને રાજગચ્છ અને ચન્દ્રગચ્છની પટ્ટાવલીઓમાં ઘણી ભેળસેળ દેખાય છે. વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ'(પૃ.૫૭-૭૧)માં આપેલી પટ્ટાવલી અહીં મુખ્ય આધાર રૂપે છે, જોકે એમાં પાટાનુપાટના બધે સ્પષ્ટ નિર્દેશો નથી. જૈન પરંપરાનો ઇતિહાસમાંથી અને અન્યત્રથી થોડી પૂર્તિ પણ કરી છે.] રાજગચ્છ/ધર્મઘોષગચ્છ પટ્ટાવલી (૧)
૨૩૮
૧. નન્નસૂરિ : મૂળ તલવાડના રાજા, તેથી તેમની પરંપરા રાજગચ્છ’ને નામે ખ્યાતિ પામી. વનવાસીગચ્છના કોઈ આચાર્ય પાસે એ દીક્ષિત થયેલા, આ પરંપરાના પહેલા સાત આચાર્યો સમર્થ વાદી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા.
૨. અજિતયશોવાદિસૂરિ/અજિતયશોદેવસૂરિ
૩. સર્વદેવસૂરિ,
૪. પ્રદ્યુમ્નસૂરિ : આહાડ(આઘાટ)ના અધૂ/અલ્લડ (સં.૯૨૨-૧૦૧૦)ની અને અન્ય રાજસભાઓમાં વાદોમાં એમણે વિજય મેળવ્યો હતો.
૫. અભયદેવસૂરિ તેઓ મૂળે રાજકુમાર હતા. સિદ્ધસેન દિવાકરના
‘સન્મતિતર્ક’ ઉપર એમણે ‘તત્ત્વબોધવિધાયિની' ટીકા રચી હતી. જૈન-જૈનેતર દર્શનોની સેંકડો વિચારધારાઓને આવરી લેતો આ ગ્રંથ ‘વાદમહાર્ણવ’ તરીકે પણ ઓળખાય છે ને એનું મૂલ્ય સ્વતંત્ર ગ્રંથ જેવું છે. અભયદેવસૂરિ ‘તર્કપંચાનન’ કહેવાતા હતા. થારાપદ્રગચ્છના વાદિવેતાલ શાંતિસૂરિ (સ્વ. સં.૧૦૯૬) અભયદેવસૂરિના દર્શનશાસ્ત્રના વિદ્યાર્થી હતા.
૬. ધનેશ્વરસૂરિ ઃ ત્રિભુવનગિરિના કર્દમ નામે રાજવી. બીજા એક ઉલ્લેખ પ્રમાણે કનોજના રાજા કર્દમરાજના પુત્ર ધન. અભયદેવસૂરિથી પ્રભાવિત થઈ એમની પાસે દીક્ષા લીધી. ધારાનગરીના મુંજ (સં.૧૦૩૧-૫૨)ની રાજસભામાં શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યો ત્યારથી મુંજ તેમને પોતાના ગુરુ માનતો હતો એમ નોંધાયું છે.
આ આચાર્ય રાજાના માન્ય થયા તેથી રાજગચ્છ' કહેવાયો એવો ઉલ્લેખ પણ મળે છે. એમણે ૧૮ વિદ્વાન શિષ્યોને આચાર્યપદ આપ્યું અને રાજગચ્છની ૧૮ શાખાઓ પ્રચલિત થઈ.
૭. અજિતસિંહસૂરિ : તેમણે ‘@મટે’ મંત્રગર્ભિત ‘પાર્શ્વનાથસ્તોત્ર’ બનાવ્યું છે. ૮. વર્ધમાનસૂરિ : તેમણે વનવાસીંગચ્છના આચાર્ય વિમલચન્દ્રના શિષ્ય વીર મુનિને પાટણમાં સં.૧૦૫૦ (કે ૯૮૦થી ૯૯૧ વચ્ચે) આચાર્યપદ આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org