________________
પૂર્તિ
ર૩૭
આચાર્યને વહોરાવ્યું હતું.
(૪)
૧. ગુણસાગરસૂરિઃ પ્રતિમાલેખ સં. ૧૪૮૫. ૨. ગુણસમુદ્રસૂરિ : પ્રતિમાલેખ સં. ૧૪૯૨ તથા ૧૫૧૨. ૩. ગુણદેવસૂરિ : પ્રતિમાલેખ સં.૧૫૧૭.
સંભવતઃ એમના રાજ્યકાળમાં એમના શિષ્ય જ્ઞાનસાગરે “શ્રીપાલ રાસ (સં. ૧૫૩૧) આદિ કૃતિઓ રચી છે (ભા. ૧, ૧૩૯-૪૦)
૪. ગુણરત્નસૂરિ : એમણે “ઋષભ રાસ' તથા ભરતબાહુબલિ પ્રબંધ' રચેલ છે (ભા.૧, ૬૬-૬૭).
પૂર્ણતલગચ્છ ૧. આ પ્રદેવસૂરિ. ૨. દત્તસૂરિ.
૩. યશોભદ્રસૂરિ : વાગડ દેશના રત્નપુરના રાજા. દત્તસૂરિના ઉપદેશથી જૈન બન્યા. હિંદુઆણામાં જિનપ્રાસાદ બંધાવ્યો. દત્તસૂરિ પાસે દીક્ષા, સ્વ. ગિરનાર પર અનશનપૂર્વક. સં.૯૪૭માં વિદ્યમાન.
૪. પ્રદ્યુમ્નસૂરિ : “ઠાણગપગરણ” (સ્થાનકપ્રકરણ/મૂલશુદ્ધિપ્રકરણ)ના કર્તા.
૫. ગુણસેનસૂરિ : વાદિવેતાલ શાંતિસૂરિ(સ્વ. સં.૧૮૯૬)એ તેમની પ્રેરણાથી ઉત્તરાધ્યયન” પર ટીકા રચી હતી.
૬. દેવચન્દ્રસૂરિ ઃ તેમણે સં.૧૧૪૬માં ખંભાતમાં “મૂલશુદ્ધિ/ઠાણગપગરણની ટીકા, ૧૧૬૦માં પ્રાકૃતમાં “શાંતિનાથચરિત્ર' તથા અપભ્રંશમાં “સુલાસાખ્યાન' અને ‘કાલગર્જકહા' રચેલ છે.
૭. હેમચંદ્રસૂરિ : ધંધુકાના મોઢ વણિક ચચ્ચ પિતા, ચાહિણી કે પાહિણી માતા, જન્મનામ ચંગદેવ. જન્મ સં.૧૧૪૫ કારતક સુદ ૧૫. દીક્ષા દેવચન્દ્રસૂરિ પાસે ખંભાતમાં નવ વર્ષની વયે, દીક્ષાનામ સોમચન્દ્ર. થોડા જ સમયમાં સકળ શાસ્ત્રોનો અભ્યાસ કરી સમર્થ વિદ્વાન બન્યા તેથી આચાર્યપદ સં.૧૧૬૨ મારવાડના નાગોરમાં. સ્વ. સં.૧૨૨૯.
સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળને પ્રભાવિત કરી એમનો રાજ્યાશ્રય પામી અનેકવિધ વિદ્યાપ્રવૃત્તિઓ કરનાર અને કલિકાલસર્વજ્ઞ તરીકે ઓળખાનાર હેમચંદ્રાચાર્યનું સ્થાન ગુજરાતના જૈન ઇતિહાસમાં અનન્ય છે. વ્યાકરણ, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર, ન્યાય, યોગ, નીતિ, કાવ્ય આદિના એમના અનેક ગ્રંથો છે અને એમણે વિદ્વાન શિષ્યમંડળ પણ ઊભું કરેલું. એમના વિશેષ પરિચય અને ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૨૮૫-૩૨૦, ફકરા ૪૧૧થી ૪૬૨.
૮. રામચન્દ્રસૂરિ : સિદ્ધરાજ જયસિંહે એમને “કવિકટારમલ' બિરુદ આપ્યું હતું. ' એ ત્રણ વિદ્યા – શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર - ના જાણકાર હતા. પોતે સો પ્રબન્ધો રચ્યા હોવાનું તેમણે કહ્યું છે, પણ એટલા મળતા નથી. ગુણચન્દ્રની સાથે એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org