SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્તિ બરાબર હોય તો જન્મ વીર સં.૮૬૪, દીક્ષા વીર સં.૮૮૨, યુગપ્રધાનાચાર્ય વીર સં.૯૦૪, સ્વ. વી૨ સં.૯૮૩. ૨૩. લોહિત્યસૂરિ : તેઓ સૂત્રાર્થના સમ્યક્ ધારક અને સપ્તભંગીમાં નિષ્ણાત હતા. ૨૪. દૃષ્યગણિ : અન્ય ગચ્છોના શ્રમણો શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરવા એમની પાસે આવતા. અન્ય આર્ય દેસીનો ઉલ્લેખ મળે છે તે કદાચ આ જ આચાર્ય હોય. સમય વીર સં. દશમી સદીનો મધ્યભાગ. ૨૫. દેવ વાચક/દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ : સંભવતઃ દૂષ્યગણિના શિષ્ય. વેરાવળ પાટણના કાશ્યપગોત્રીય ક્ષત્રિય કામર્દિ અને કલાવતીના પુત્ર તથા આચાર્ય લોહિત્ય પાસે દીક્ષિત એવી કથા પણ મળે છે. વીર સં.૯૮૦માં વલભીમાં મુનિસંમેલન કરી આગમોના પાઠ વ્યવસ્થિત કરી એમને પુસ્તકારૂંઢ ક૨વાનું કાર્ય કર્યું. આ એમનું એક અત્યંત મહત્ત્વપૂર્ણ કાર્ય ગણાય છે અને એથી સર્વ વાચનાચાર્યોમાં એમનું અનોખું સ્થાન છે. ૨૨૯ પૂર્વગત શ્રુતના જાણકારો માટે વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર અને વાચક એ ચારે શબ્દો વપરાયા છે. યુગપ્રધાન પટ્ટાવલી સુધર્મસ્વામીથી આર્ય સુહસ્તિસૂરિ (ખરતર. પટ્ટાવલી ક્ર.૨થી ૧૧, તપા. પટ્ટાવલી ક્ર.૧થી ૮) ગણાચાર્ય ઉપરાંત વાચનાચાર્ય તેમજ યુગપ્રધાનાચાર્ય હતા. તેમની માહિતી ત્યાં નોંધાયેલી છે. એથી અહીં એમનો કેવળ યુગપ્રધાનકાળ જ આપ્યો છે - કાલાનુક્રમ દર્શાવવાના હેતુથી. - ૧. સુધર્મા : વીર સં.૧થી ૨૦, ૨. જંબૂ, વી૨ સં.૨૦થી ૬૪. ૩. પ્રભવ : વીર સં.૬૪થી ૭૫. ૪. શય્યભવ : વીર સં.૭૫થી ૯૮. ૫. યશોભદ્ર : વીર સં.૯૮થી ૧૪૮, ૬. સંભૂતિવિજય : વી૨ સં.૧૪૮થી ૧૫૬. ૭. ભદ્રબાહુ : વીર સં.૧૫૬થી ૧૭૦. ૮. સ્થૂલભદ્ર : વીર સં.૧૭૦થી ૨૧૫. ૯. મહાગિરિ : વીર સં.૨૧૫થી ૨૪૫. ૧૦. સુહસ્તિ : વીર સં.૨૪૫થી ૨૯૧, ૧૧. ગુણસુંદર ઃ સુહસ્તિસૂરિના શિષ્ય. ત્યાં એમનું નામ મેઘગણિ છે. ગુણાકર અને ઘનસુંદર એમનાં અન્ય નામો મનાયાં છે. જન્મ વીર સં.૨૩૫, દીક્ષા વી૨ સં.૨૫૯, યુગપ્રધાનપદ વીર સં.૨૯૧, સ્વ. વી૨ સં.૩૩૫. ૧૨. શ્યામાચાર્ય ઃ યુગપ્રધાન વીર સં.૩૩૫થી ૩૭૬. જુઓ વાચકવંશ પરંપરા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy