SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જૈન ગૂર્જર કવિઓ : ૯ ક્ર.૧૧: ૧૩. સ્કંદિલ : યુગપ્રધાન વીર સં.૩૭૬થી ૪૧૪. જુઓ વાચકવંશ પરંપરા ક્ર. ૧૨. ૧૪. રેવતીમિત્ર : દીક્ષા ૧૪ વર્ષની વયે, ૪૮ વર્ષ સામાન્ય સાધુપર્યાયે રહી વીર સં.૪૧૪માં યુગપ્રધાન. સ્વ. વીર સં.૪૫૦. ૧૫. ધર્મ જન્મ વીર સં.૩૯૨, દીક્ષા વીર સં.૪૦૬, યુગપ્રધાન વીર સં.૪૫૦, સ્વ. વીર સં.૪૯૪. ૧૬. ભદ્રગુપ્ત ઃ જન્મ વીર સં.૪૨૮, દીક્ષા વીર સં.૪૪૯, યુગપ્રધાન વીર સં.૪૯૪, સ્વ. વીર સં.પ૩૩. દશ પૂર્વોનું જ્ઞાન ધરાવતા હતા, જે એમણે પોતાના શિષ્ય વજૂસ્વામીને આપ્યું હતું. ૧૭. ગુપ્ત ઃ જન્મ વીર સં.૪૪૮, દીક્ષા સં.૪૮૩, યુગપ્રધાન વીર સંપ૩૩, સ્વ. વીર સં૫૪૮. ઐરાશિક મતનો સ્થાપક છઠ્ઠો નિલવ આમનો જ શિષ્ય હતો. ૧૮. વજૂઃ યુગપ્રધાન વીર સં.પ૪૮થી ૫૮૪. ગણાચાર્ય પણ હતા. વિશેષ પરિચય માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક. ૧૬. ૧૯. રક્ષિત : દશપુર(મન્દસોર)ના બ્રાહ્મણ સોમદેવ અને રુદ્ર સોમાના પુત્ર. જન્મ વીર સં.પ૨૨, દક્ષા વીર સં.૫૪૪, યુગપ્રધાન વીર સં.૧૮૪, સ્વ. વીર સં.૫૯૭. દીક્ષા તોષલિપુત્ર પાસે, વજૂ પાસે નવ પૂર્વ અને દશમું અધૂરું શીખ્યા. જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૧૮ના પેટામાં. ૨૦. દુર્બલિકાપુષ્યમિત્ર : બૌદ્ધ પરિવારમાં જન્મ વીર સં.૫૫૦, દીક્ષા વીર સં.પ૬૭ રક્ષિતસૂરિ પાસે, યુગપ્રધાન વીર સં.પ૯૭, સ્વ. વીર સં.૬૧૭ કે ૬૧૦. રક્ષિતસૂરિ પાસેથી એકાદશાંગી તથા સાડા નવ પૂર્વનું જ્ઞાન મેળવ્યું હતું. ૨૧. વજૂસેન : યુગપ્રધાન વીર સં.૬૧૭થી ૬૨૦. ગણાચાર્ય પણ હતા. વિશેષ પરિચય માટે જુઓ ખરતર પટ્ટાવલી ક.૧૭. ૨૨. નાગેન્દ્ર : સોપારકના શ્રેષ્ઠી જિનદત્ત અને ઈશ્વરીના સૌથી મોટા પુત્ર. વજ્રસેનના શિષ્ય. જન્મ વીર સં.પ૭૩, દીક્ષા વીર સં.પ૯૨-૯૩, યુગપ્રધાન વીર સં. ૬૨૦. સ્વ. વીર સં.૬૮૯. એમને પણ સાડા નવ પૂર્વનું જ્ઞાન હતું. નાગેન્દ્રને સ્થાને નાગહસ્તી નામ પણ મળે છે અને એમને વાચકવંશ પરંપરાના ક્ર.૧૬ સાથે એક કરી દેવામાં આવે છે પણ એ નાગહસ્તી તો નંદિલસૂરિશિષ્ય છે અને વહેલા થયા છે. આ નાગેન્દ્રથી નાગેન્દ્રકુલનો આરંભ થયો. ૨૩. રેવતીમિત્ર: નાગેન્દ્રના શિષ્ય. યુગપ્રધાન વીર સં.૬૮૯થી ૭૪૮. આમને અને વાચકવંશ પરંપરાના ક્ર.૧૭ના રેવતી નક્ષત્રને કેટલીક વાર એક માની લેવામાં આવ્યા છે પણ એ રેવતીનક્ષત્ર બ્રહ્મદીપકસિંહના ગુરુ છે અને વહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy