SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ રચના કરી છે એમ કહેવાય છે. ૧૬. નાગહસ્તી : પાદલિપ્તસૂરિના ગુરુ મનાયા છે. પૂર્વજ્ઞાનના ધારક હોવાને કારણે દ્રવ્યાનુયોગ અને કર્મપ્રકૃતિના મર્મજ્ઞ હતા. વજૂસેનસૂરિ પછીના યુગપ્રધાન નાગેન્દ્રસૂરિ પણ કેટલીક વાર નાગહસ્તિસૂરિ તરીકે ઉલ્લેખાયા છે અને તેથી વાચનાચાર્ય નાગહસ્તિસૂરિ સાથે એમની ભેળસેળ થયેલી છે. પાદલિપ્ત માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર. ૧૫ના પેટામાં. ૧૭. રેવતી નક્ષત્રઃ આર્ય વજુસેનસૂરિના સમયની એટલેકે વીર સં.૬૪૦-૫૦ની આસપાસ થયેલા વાચનાચાર્ય રેવતી નક્ષત્રને વીર સં.૭૪૮માં સ્વર્ગસ્થ થયેલા યુગપ્રધાન રેવતીમિત્રથી જુદા માનવા જોઈએ. ૧૮. (બ્રહ્મદીપક) સિંહઃ રેવતી નક્ષત્રના શિષ્ય. કાલિક સૂત્રની વ્યાખ્યા કરવામાં નિપુણ ને બ્રહ્મદીપના સિંહ તરીકે ઓળખાવાયેલા આ આચાર્ય બ્રહ્મદીપિકા શાખાના હોવા સંભવ. વાચનાચાર્યકાળ સંભવતઃ વીર સં. આઠમી સદીના અંતભાગ. બ્રહ્મદીપક એ વિશેષણને કારણે વાચનાચાર્ય સિંહ યુગપ્રધાનાચાર્ય સિંહથી જુદા હોવાનો સંભવ, જોકે ઘણે સ્થાને બન્નેને એક માનવામાં આવ્યા છે. ૧૯. સ્કંદિલ ઃ બ્રહ્મદીપક સિંહના શિષ્ય. મથુરાના બ્રાહ્મણ મેઘરથ અને રૂપસેનાના પુત્ર. કાર્યકાલ વીર સં.૮૨૩–૪૦ આસપાસ. આ સમયે એમણે ઉત્તર ભારતના મુનિઓને મથુરામાં એકત્રિત કરી આગમવાચના કરી. સ્વ. મથુરામાં. કાશ્યપગોત્રીય આર્ય ધર્મના શિષ્ય આર્ય સંડિલ્બનો ઉલ્લેખ મળે છે તે જુદા હોવાનો સંભવ છે. કેટલીક વાર બન્નેને એક માનવામાં આવ્યા છે. ૨૦. હિમવત્ત ક્ષમાશ્રમણ : સ્કંદિલાચાર્યના શિષ્ય. કેટલાક પૂર્વેના જ્ઞાતા. સમય વીર સં. નવમી સદીના મધ્ય ભાગ. ૨૧. નાગાર્જુન : યુપ્રધાનાચાર્ય નાગાર્જુન અને વાચનાચાર્ય નાગાર્જુન એક જ જણાય છે. સંભવતઃ હિમવન્તના શિષ્ય. ટંક નગરના ક્ષત્રિય સંગ્રામસિંહ અને સુવ્રતાના પુત્ર. જન્મ વીર સં.૭પ૩, દીક્ષા વીર સં.૮૦૭, યુગપ્રધાનાચાર્ય વીર સં.૮૨૬, વાચનાચાર્ય તે પછી, સ્વ. વીર સં.૯૦૪. આર્ય સ્કંદિલે મથુરામાં આગમવાચના કરી ત્યારે આમણે દક્ષિણાપથના શ્રમણસંઘને એકત્રિત કરી વલ્લભીમાં આગમવાચના કરી હતી. ઔષધિવિજ્ઞાનના જ્ઞાતા હતા અને પાદલિપ્તસૂરિના એ ભક્ત બનેલા એવી કથા મળે છે, જોકે પાદલિપ્તસૂરિનો સમય વીર સં.પ૯૭ પૂર્વેનો છે. નંદીસૂત્ર સ્થવિરાવલીની પ્રક્ષિપ્ત ગાથામાં નાગાર્જુન પછી વાચનાચાર્ય ગોવિન્દનો ઉલ્લેખ મળે છે. એ નિર્યુક્તિકાર લેખાયા છે અને કદાચ આચારાંગના શસ્ત્રપરિજ્ઞા અધ્યયન પર એમણે નિયુક્તિ રચી હોય. એમનો સમય વિક્રમની પાંચમી સદી પૂર્વાર્ધ (વીસ સંવત ૯૦૦ આસપાસ) મનાયો છે. ૨૨. ભૂતદિન્ન : નાગાર્જુનના શિષ્ય. યુગપ્રધાનાચાર્ય પણ મનાયા છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy