________________
પૂર્તિ
૨૨૭
પાસેથી ૧૦ પૂર્વોનું જ્ઞાન મેળવ્યું હતું. વીર સં.૨૪પમાં આર્ય મહાગિરિના સ્વર્ગગમન પછી એમની પરંપરાના એ ગણાચાર્ય બન્યા અને એમનો ઉત્તર-બક્ષિસહ-ગચ્છ કહેવાયો. આર્ય સુહસ્તીએ એમને સમસ્ત સંઘના વાચનાચાર્યપદે નિયુક્ત કર્યા. એથી બે પરંપરાઓ વચ્ચે સામંજસ્ય અને સહયોગ બની રહ્યા. સ્વ. વીર સં.૩૨૯. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૮ના પેટામાં.
૧૦. સ્વાતિ : હારીતગોત્રીય બ્રાહ્મણ. બલિસહના શિષ્ય. એમની પાસેથી દશ પૂર્વોનું જ્ઞાન મેળવ્યું હતું. વીર સં.૩૨૯માં બક્ષિસહ પછી આચાર્યપદે આવ્યા હોય. સ્વ. વીર સં.૩૩૬(૩૩૫). જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૯ના પેટામાં.
૧૧. શ્યામાચાર્ય/કાલકાચાર્ય (પ્રથમ) : જન્મ વીર સં.૨૮૦, દીક્ષા વીર સં.૩૦૦, વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય વીર સં.૩૩પ, . વીર સં.૩૭૬.
એક ઉલ્લેખ પ્રમાણે સ્વાતિ પછી વાચનાચાર્ય. બીજા ઉલ્લેખ પ્રમાણે આચાર્ય ગુણાકર પછી યુગપ્રધાનાચાર્ય. આમ વાચકવંશ અને યુગપ્રધાનપરંપરા બન્નેના એ આચાર્ય મનાય છે.
દ્રવ્યાનુયોગના પ્રકાંડ વિદ્વાન, નિગોદવ્યાખ્યાતા અને પ્રજ્ઞાપના સૂત્રના રચયિતા. તેમનાથી કાલિકાચાર્ય-ગચ્છ નીકળ્યો છે. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૯ના પેટામાં.
૧૨. સ્કંદિલ/ષાંડિલ્ય/શાંડિલ્ય : કૌશિકગોત્રીય. જન્મ વીર સં.૩૦૬, દીક્ષા ૨૨ વર્ષની વયે, વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય વીર સં.૩૭૬, સ્વ. વીર સં.૪૧૪.
જીતકલ્પના જ્ઞાતા અથવા જીતવ્યવહારનું સમ્યફ પાલન કરનાર હોવાથી જીતધર કહેવાયા હોય એમ જણાય છે.
આર્ય સ્કંદિલ વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય એ બન્ને પદના ધારણ કરનાર હતા. એમનાથી પાંડિલ્યગચ્છ શરૂ થયો.
જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૯ના પેટામાં.
૧૩. સમુદ્ર ઃ વાચનાચાર્ય વીર સં.૪૧૪, સ્વ. વીર સં.૪૫૪. તત્ત્વજ્ઞાન ઉપરાંત ભૂગોળના વિશેષ જ્ઞાતા.
૧૪. મંગુ: આર્ય સમુદ્રના શિષ્ય. વાચનાચાર્ય વીર સં.૪૫૪. જ્ઞાની, ધ્યાની અને સમ્યક દર્શનના પ્રચારક હતા. મથુરાના લોકોએ ભક્તિપૂર્વક વહોરાવેલા સ્વાદિષ્ટ આહાર આદિની લાલચને વશ થઈ શિથિલાચારી બની ત્યાં સ્થિરવાસ કરી રહ્યા અને કાળધર્મ પામ્યા પછી યક્ષયોનિને પ્રાપ્ત થયા એવી કથા છે.
આર્ય મંગુ અને આર્ય નંદિલ વચ્ચે નંદીસૂત્ર સ્થવિરાવલીની પ્રક્ષિપ્ત ગાથાઓમાં આર્ય ધર્મ, ભદ્રગુપ્ત, વજૂસ્વામી અને રક્ષિતનાં મળે છે. પરંતુ એ યુગપ્રધાનાચાય છે.
૧૫. નંદિલ ઃ વીર સં. પાંચમી સદી/વિ.સં. બીજી સદીના આચાર્ય. વ્યાકરણ. ગણિત, ભાંગા અને કર્મપ્રકૃતિના પ્રકાંડ વિદ્વાન, વૈરોટ્યા દેવીના પ્રતિબોધક મનાયા છે. એ દેવીની પ્રશસ્તિ કરતા “નમિઉણ જિણે પાસ' એ મંત્રગર્ભિત સ્તુતિની એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org