________________
૨૨૨
જૈન ગૂર્જર કવિઓ : ૯
છે એમ કેવલીએ કહ્યું છે.” તેણે પૂછ્યું. કેવલી કેવા હોય તે કોઈ જાણે છે ?' સૂરિએ જણાવ્યું, “હમણાં કેવલી આ ક્ષેત્રમાં નથી, તથાપિ તેમનાં વચન છે તેની પરીક્ષા કરવી.” વગેરે. આથી પ્રતિબોધ પામી તે વિપ્રે દીક્ષા લીધી. સૂરિ સં.૨૧૦માં દેવલોક ગયા.
૨૧. સુરપ્રિયસૂરિ. ૨૨. ધર્મઘોષસૂરિ. ૨૩. નિવૃત્તિસૂરિ. ૨૪. ઉદિતસૂરિ. ૨૫. ચન્દ્રશેખરસૂરિ.
૨૬. સુઘોષસૂરિ : તેમણે અજયગઢમાં નરશેખર રાજાના પુત્ર મહિધરને પ્રતિબોધી દીક્ષા આપી. રાજાએ આથી કોપાયમાન થઈ દેશવટો આપ્યો. સૂરિએ સં.૩૯૭માં સ્વર્ગવાસ કર્યો.
૨૭. મહિધરસૂરિ : વિહાર કરતાં અજયગઢમાં કનકસિંહરાયને પ્રતિબોધી મરુભૂમિમાં જઈ ત્યાં ઘણા શ્રાવકો કર્યા. ત્યાંથી વડનગરવાસી કોલગ શ્રેષ્ઠીના પુત્ર દાનપ્રિયને પ્રતિબોધ્યો ને દીક્ષા આપી. તે થોડો ઓછો પૂર્વધર થયો તેને પોતાની પાટે સ્થાપી સૂરિ સં.૪૨૫માં પરલોકે ગયા.
૨૮, દાનપ્રિયસૂરિ. ૨૯. મુનિચન્દ્રસૂરિ.
૩૦. દયાનન્દસૂરિ : તેમણે રાજગૃહનગરમાં દેવદત્ત ક્ષત્રિયના પુત્ર ધનમિત્રને દીક્ષા આપી, પછી પોતે સં.૪૭૦માં સ્વર્ગસ્થ.
૩૧. ધનમિત્રસૂરિ : મથુરામાં જઈ ત્યાં નરવર્મા પુરોહિતના પુત્ર સોમદેવને દીક્ષા આપી. પછી સં.૫૧૨માં સ્વ.
૩૨. સોમદેવસૂરિ : વિહાર કરતાં મથુરા આવ્યા. ત્યાં અન્ય પંચશતસૂરિસંઘ મળેલો તેમાં દેવર્કિંગણી કિંચિત્ ઓછા પૂર્વધર સમભાવી આત્મા બોલ્યા, “અલ્પવિદ્યા રહી છે તે હવે પછી કેવી રહેશે ? તેથી તમારી અનુજ્ઞા હોય તો સર્વે સૂત્રો પુસ્તકમાં લખીએ.” પછી સૂત્રો પુસ્તકમાં લખાયાં ને એથી પુસ્તકસ્થિત વિદ્યા થઈ. આમ થતાં ભંડારોમાં પુસ્તકો સ્થાપિત થયાં. સોમદેવસૂરિ સં.પરપમાં સ્વસ્થ થયા ને પૂર્વી વિચ્છિન્ન થયાં.
૩૩. ગુણધરસૂરિ.
૩૪. મહાનંદસૂરિ : તેમણે દિગંબર વિદ્યાનંદને વાદ વડે જીત્યા. પોતે દક્ષિણમાં ગયા. તર્કમંજરી' નામનો ગ્રંથ રચ્યો. સં.૬૦૫માં સ્વ.
(૩૫. સમયસૂરિ : તેમના સમયમાં આચાર્યોમાં મતભેદ અનેકવિધ ઉદ્ભવ્યો. સમાચારી પણ વિષમ થઈ, અનેક ગ્રંથો નિમાયા. આર્ય-સુહસ્તિ-પરંપરાઓના સાધુઓનો શિથિલાચાર અને ચૈત્યવાસીઓનું ઘણું બલ જામ્યું. સુધર્મા-પરંપરાના પાલક થોડા રહ્યા. આ સૂરિ વિહાર કરતાં ભિન્નમાલ નગરે ગયા. ત્યાં સોમદેવબલિપુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org