________________
પલ્લીવાલગચ્છ પટ્ટાવલી
૨૨૩
ઇન્દ્રદેવને પ્રતિબોધી દીક્ષા આપીને વિદ્યામાં પારંગત કર્યો. પછી પોતે સં.૬૭૦માં સ્વર્ગસ્થ.
[મૂળ પ્રાકૃતમાં “સમઈ” નામ છે, જેનું “પટ્ટાવલી પરાગ સંગ્રહ’ સન્મતિ અને જેન પરંપરાનો ઈતિહાસે સુમતિ કરેલ છે.]
૩૬. ઇન્દ્રદેવસૂરિ. ૩૭. ભટ્ટસ્વામી.
૩૮. જિનપ્રભાચાર્ય : તેમણે કોરંટ ગામમાં મહાવીર-ચૈત્યમાં પ્રતિષ્ઠા કરી, પછી દેવાપુરના ચૈત્યમાં કરી. સં.૭૫૦માં સ્વ.
૩૮. માનદેવાચાર્ય : ઉગ્ર વિહાર કરતાં નડુલપત્તને તે નિવૃત્તિમાર્ગ વિશેષ કરી પ્રરૂપતા, તેથી લોકમાં નિવૃત્તિ-આચાર્ય મનાયા. જ્યાં વિહરે છે ત્યાં રોગો થતા નથી એમ કહી લોકો કહેતા “આ યુગમાં પ્રધાન છે.” એથી શ્રીમાલ બ્રાહ્મણો જિનધર્મમાં શ્રદ્ધાવાન થયા. એક પલ્લીવાલ બ્રાહ્મણ શ્રવણ નામનો વેદપાઠક હતો તેણે આચાર્યના મહિમાને જાણી પ્રવજ્યા લીધી. તેણે તર્કશાસ્ત્ર રચ્યું. એ નિવૃત્તિ-આચાર્ય સં.૭૮૦માં સ્વર્ગસ્થ થયા.
૪૦. શ્રવણાચાર્ય : નિવૃત્તિ-આચાર્યના શિષ્ય હોવાથી પ્રસિદ્ધ થયેલ નિવૃત્તિકુલ અલ્પ સાધુવર્ગવાળું વિહરતું હતું. એક રાત્રિએ ગૂલરોગથી તે કાલધર્મ પામ્યા. બાકીના શિષ્ય આચાર્યો વિચારતા હતા કે હવે કોણ પટ્ટધર સૂરિ થશે; ત્યાં કોટિગણના જયાનંદસૂરિ આવ્યા ને તેમણે શાસન કર્યું કે તમારી વચ્ચે સૂર યોગ્ય છે. તેઓએ કહ્યું, “તમે તેમને સ્થાપો.' તેમણે સૂરાચાર્યને સ્થાપ્યા.
૪૧. સૂરાચાર્ય : તેમને સાધુઓએ માન્યા. ગચ્છવૃદ્ધિ થઈ. બંને આચાર્યો સાથે પરમ પ્રીતિવાળા રહી વિચરતા હતા. એકદા દુકાળ પડ્યો એટલે બંને માલવદેશમાં જુદા સમુદાયમાં વિહાર કરતા થયા. સૂરાચાર્ય મહિંદનગરે ચાતુર્માસ રહ્યા. જયાનંદસૂરિએ ઉજ્જયિની કોલ કર્યો એ સાંભળી સૂરાચાર્ય શોકાકુલ થયા. તેમના શિષ્ય દેલ મહત્તરે કહ્યું “આ યુક્ત નથી.” આચાર્ય દેલ મહત્તરને માટે સ્થાપી અઠ્ઠમઅઠ્ઠમના પારણાંતે આયંબિલ કરતા સર્વ અનિત્ય છે એમ ધ્યાન ધરતા ઉજ્જયિનીમાં અણશણ કરી દેવલોક સધાવ્યા.
( ૪૨. દેલ મહત્તર : આચાર્ય વિહરતાં ભિન્નમાલપુરમાં આવ્યા. ત્યાં સુપ્રભ નામના વેદપારંગત વિપ્રનો પુત્ર દુર્ગ લોકાયતિક હોઈ પરલોકને પ્રમાણતો નહોતો તેને તેમણે પ્રતિબોધી દીક્ષા આપી. પછી વિહાર કરતાં સાણપુરમાં એક શુભપતિ [કે સુખપતિ નામના ક્ષત્રિયને ઘેલો પુત્ર (ગર્ગ) હતો તેણે આચાર્યને કહ્યું, ‘પુત્રનું ગાંડપણ દૂર જે કરે તેની આજ્ઞા શિરે ચડાવું.” આચાર્યે કહ્યું, ‘તેને દીક્ષિત કરશો ?” તેણે હા પાડી એટલે વિદ્યાના ઉપયોગથી શુદ્ધ બુદ્ધિવાળો કરી દીક્ષા આપીને શાસ્ત્રપારંગત કર્યો. દેલ મહત્તરે દુર્ગ અને આ એમ બંનેને આચાર્યપદે સ્થાપી કાલ કર્યો.
૪૩. દુર્ગસ્વામી અને ગર્ગાચાર્ય : એકદા શ્રીમાલપુરે ગયા. ત્યાં ધની નામનો
Jain Education International
For Private & Personal Use Only
For
www.jainelibrary.org