________________
પલ્લીવાલગચ્છ પટ્ટાવલી
૨૨૧
પ્રતિબોધી તેમજ ઘણા ક્ષત્રિયોને બોધી સ્વ. વીરાત્ ૩૭૬.
જુિઓ તપા. પટ્ટાવલી ક્ર.૯ના પેટામાં.]
૧૪. શાંડિલ્યસૂરિ ઃ તેમણે સુભોજરાજપુત્ર ગુપ્તને પ્રતિબોધી દીક્ષા આપી કે જે ગુપ્ત પંડિત પરંતુ સરલ હોવાથી આર્ય ગુપ્ત તરીકે પ્રસિદ્ધ થયા. સ્વ. વીરાતુ ૩૯૯.
જુિઓ તપા. પટ્ટાવલી ક્ર.૯ના પેટામાં.
૧૫. આર્ય ગુપ્ત ઃ તેમણે વૃદ્ધ શ્રેષ્ઠીને દીક્ષા આપી કે જેમને વ્યાકરણ ભણતાં જોઈને લોકો કહે “આ વાદી છે.” આ સાંભળી લજ્જા પામી જ્યાં સુધી વિદ્યા ન પ્રાપ્ત થાય ત્યાં સુધી આંબિલ કરીશ એવો દઢ અભિગ્રહ તે વૃદ્ધ શિષ્ય લીધો. નવકારના જપપ્રભાવથી અસ્મલિત વાદશક્તિ તેમનામાં ઉદ્ભવી ને તેમને ભરૂચ મોકલ્યા.
૧૬. વૃદ્ધવાદી ઃ તેમણે સિદ્ધસેન દિવાકરને જીત્યા, કે જેમણે વિક્રમરાજાને પ્રતિબોધી “કલ્યાણમંદિર સ્તોત્રથી મહાકાલચેત્યસ્થિત ઈશ્વરલિંગમાંથી પાર્શ્વપ્રતિમા પ્રકટાવી. અનેક રાજપુત્ર તેમજ મરુદત્તના પુત્ર નાગદિત્રને પ્રતિબોધી પંચપૂર્વી કરી પોતાના પટ્ટે સ્થાપી સ્વ. વીરાતુ ૫૦૭.
સિદ્ધસેન દિવાકર માટે જુઓ તપા. પટ્ટાવલી ક.૧૦ના પેટામાં. મુદ્રિત પટ્ટાવલીમાં નાગદિત્રને મરુદત્તના નહીં, ‘તેના” (સિદ્ધસેનના ? વૃદ્ધવાદીના ?) પુત્ર કહેવામાં આવ્યા છે.]
૧૭. નાગદિન્નસૂરિ : સોરઠમાં વિહાર કરતાં દ્વારામતીમાં ધરાવઈ ધિરાપતિ) રાજપુત્ર કર્ણસેનને પ્રતિબોધી દીક્ષા આપી. આથી ઘણા રાજપુત્રો પ્રતિબોધિત થયા. તેનો મામો નરદેવ પણ શિષ્ય થયો. તે પંચપૂર્વી થયા. તેમણે જીર્ણગઢ રાજાને પ્રતિબોધ્યો. નાગદિસૂરિ વિ.સં.૮૭માં સ્વ.
૧૮. નરદેવસૂરિ : વિહાર કરતાં હસ્તિનાપુર આવ્યા. ત્યાંના એક શ્રેષ્ઠીના ચાર પુત્રો પૈકી. સુરસેનને સંસાર પર ઇચ્છા ન હોવાથી દીક્ષા આપી. તેમણે તે રાષ્ટ્રમાં અન્યધર્મીને પ્રતિબોધ્યા. પછી તે સૂરિ ઉગ્ર વિહાર કરી મેદનીપુર(મેડતા)માં પાદોપગમાનપૂર્વક સંથારો કર્યો. ત્યાં ધિગુ-જાતીયને જીત્યા. સ્વ. વિ.સં.૧૨૫. નિકટવર્તી દેવોએ મહિમા કર્યો.
૧૯. સૂરસેનસૂરિ : વિહાર કરતાં ચિતોડ) આવી ત્યાં રહી ચંડીદેવીને પ્રતિબોધી હિંસાને વર્જિત કરી ત્યાંથી મંદસોરમાં કૃષ્ણ શ્રેષ્ઠીના પુત્ર ધર્મકીર્તિએ સૂરિને જોઈને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું ને તેની વિનતિથી ચાતુર્માસ સૂરિએ ત્યાં કર્યું. લોક જિનધર્મરક્ત થયા. ધર્મકીર્તિએ દીક્ષા લીધી, ને ચારપૂર્વી થયા. સૂરિ ચિત્રકૂટમાં અણશણ કરી વિ.સં.૧૬૭માં દેવલોક સધાવ્યા..
૨૦. ધર્મકીર્તિસૂરિ વિહાર કરતાં ઉજ્જયિની આવ્યા. ત્યાં સુરપ્રિય નામનો પ્રસિદ્ધ વિપ્ર ચાર વિદ્યામાં પારંગત રહેતો હતો. તેણે સૂરિને પૂછ્યું “કયા અનુષ્ઠાનથી મોક્ષ સધાય ? ધર્મનું મૂલ શું છે ?' સૂરિએ ઉત્તર દીધો, ‘નિરવદ્ય અધ્યવસાયવાળા અનુષ્ઠાનથી જીવ શિવને સાધે; અહિંસા એ ધર્મનું મૂલ છે – સર્વે ધર્મો તેમાં પ્રતિષ્ઠિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org